SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દંભત્યાગાધિકાર અહીં દિવસે રાત ઉપદ્રવ છે તેમ કહ્યું, તેનો આશય એ છે કે દિવસે કોઈ આંધી ચઢી હોય તેના કારણે અંધકાર થાય, ત્યારે દિવસે પણ તે રાત જેવો અંધકાર ઉપદ્રવરૂપ છે, તેમ ધર્મની પ્રવૃત્તિમાં દંભ ઉપદ્રવરૂપ છે. ||૩-૧૧|| ૬૯ अत एव न यो धर्तु, मूलोत्तरगुणानलम् । યુા સુશ્રાદ્ધતા તમ્ય, ન તુ ટ્મેન નીવનમ્ ।।૨।। ' અન્વયાર્થ ઃ ગત: રૂ આથી કરીને જ=ધર્મમાં દંભ ઉપદ્રવરૂપ છે આથી કરીને જ, ચ: મૂનોત્તરમુળાનું ધતું ન અત્તમ્ જે જીવ મૂલ-ઉત્ત૨ ગુણોને ધારણ કરવા માટે સમર્થ નથી, તસ્ય સુશ્રાદ્ધતા યુત્તા, ન તુ રમ્મેન નીવનમ્ તેની સુશ્રાદ્ધતા યોગ્ય છે; પરંતુ દંભ વડે જીવન જીવવું યોગ્ય નથી. II૩-૧૨|| શ્લોકાર્થ : ધર્મમાં દંભ ઉપદ્રવરૂપ છે, આથી કરીને જ, જે જીવ મૂલ-ઉત્તર ગુણોને ધારણ કરવા માટે સમર્થ નથી, તેની સુશ્રાદ્ધતા યોગ્ય છે; પરંતુ દંભ વડે સાધુજીવન જીવવું યોગ્ય નથી. II૩-૧૨|| ભાવાર્થ: શ્લોક-૧૧ માં બતાવ્યું કે મહાઅનર્થકારી દંભ, સન્માર્ગમાં પ્રવૃત્તિ કરનારને પણ વારંવાર સ્ખલના કરાવે છે. આથી કરીને જે જીવ મૂળગુણો અને ઉત્તરગુણોને દ્રવ્યથી પણ પાળવા માટે સમર્થ ન હોય, તેના માટે સુશ્રાવકપણું જ યોગ્ય છે; પણ દંભ વડે સાધુ થઈને રહેવું યોગ્ય નથી. અહીં વિશેષ એ છે કે, ભાવથી મૂલ-ઉત્તરગુણ અપુનર્બંધકમાં સંભવતા ન હોવા છતાં તેવા જીવને દીક્ષાનો અધિકારી કહેલ છે, કેમ કે તેનામાં સ્થૂલબોધને કારણે ભાવની કારણીભૂત એવી મૂલ-ઉત્તરગુણ વિષયક દ્રવ્ય આચરણા હોય છે; અને પોતાના બોધને અનુરૂપ દ્રવ્યવ્રતોને સેવે તો તેનાથી વિશુદ્ધિ પ્રાપ્ત થતાં સૂક્ષ્મબોધનું અને યાવત્ ભાવસંયમનું કારણ પણ તે સંયમ જ બને છે. માટે તેવા જીવોને તો સંયમ હિતાવહ જ છે, પરંતુ સૂક્ષ્મબોધવાળો સમ્યગ્દષ્ટિ પણ વ્યવહા૨ને અભિમત એવી સંયમની મૂલ-ઉત્તરગુણ વિષયક G-૭
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy