SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ દંભત્યાગાધિકાર તેથી તેઓ માટે દંભ “હવિ’ સ્થાનીય છે; જ્યારે નિર્દભી સાધુઓ એમ કહેતા નથી, તેથી લાલસા હોવા છતાં અનુચિતતાની બુદ્ધિથી તે લાલસા પુષ્ટ બનતી નથી. દંભ આપત્તિઓનો મિત્ર છે. કારણ કે સન્માર્ગમાં પ્રવર્તતી અને હિતનો અર્થી પણ જ્યારે દંભ સેવે છે, ત્યારે તે દંભથી બંધાયેલ કર્મ સ્ત્રીભવ કે તિર્યંચાદિ ગતિનું કારણ બને છે. તુચ્છતા, મૂર્ખતા, અવિચારકતાદિ દોષો બહુલતાએ સ્ત્રીભવને કારણે જ ભવના બળથી પ્રાપ્ત થાય છે. આ દોષો સન્માર્ગમાં યત્ન કરવામાં વિજ્ઞભૂત બને છે. તિર્યંચાદિ ગતિની પ્રાપ્તિથી સંસારના પરિભ્રમણનું કારણ પણ દંભ બને છે. માટે આપત્તિઓનો મિત્ર દંભ કહેલ છે. વળી દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. કેમ કે કોઈ જીવ તત્ત્વની રુચિપૂર્વક વ્રતરૂપી લક્ષ્મીને પામ્યો હોય અને પાછળથી માન-સન્માન આદિ પ્રાપ્ત કરવાની વૃત્તિરૂપ દંભદોષ પ્રવેશે, તો તે દોષરૂપી ચોર વ્રતરૂપી લક્ષ્મીને લૂંટી લે છે, અર્થાત્ તે દંભ વ્રતનો નાશ કરે છે. પ્રસ્તુત અધિકારના પહેલા અને બીજા શ્લોકમાં દંભના અનર્થ બતાવ્યા. આથી વિચારક અને હિતાર્થી એવો સાધક આત્મા દંભની અનર્થકારિતા વિચારે, સૂક્ષ્મ અવલોકન દ્વારા પોતાના હૈયામાં અનાભોગ, અવિચારકતા કે પ્રમાદથી લેશ પણ દંભનો પ્રાદુર્ભાવ થયો હોય તો તેને સમ્યગું યત્નપૂર્વક ત્યાગ કરે, અને જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મમાં પ્રયત્ન કરે તો જ તે જીવમાં અધ્યાત્મ પ્રવર્તુમાન બને, તેમ બીજા અધિકારના અંતિમ શ્લોક સાથે જોડાણ છે. ll૩-શા અવતરણિકા : દંભના અનર્થો બતાવીને દંભથી કરાતી સન્માર્ગની પ્રવૃત્તિ પણ નિષ્ફળ છે તે દષ્ટાંતપૂર્વક ભાવન કરે છે – दम्भेन व्रतमास्थाय, यो वाञ्छति परं पदम् । लोहनावं समारुह्य, सोऽब्धे: पारं यियासति ।।३।। અન્વયાર્થ : યોરમેન પ્રતિમાથાય જે દંભ વડે વ્રતને ગ્રહણ કરીને જે ઘરમ્ વાચ્છતિ પરમપદને ઈચ્છે છે સો તોહનાથં સમાહ્ય તે લોહનાવ પર ચઢીને ૩ઘેર પર થિયાતિ સમુદ્રનો પાર પામવાને ઈચ્છે છે. ૩-all
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy