SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. અધ્યાત્મસ્વરૂપાધિકાર (અને) શુદ્ધ ક્રિયા એ રૂપ બે અંશો અતી સંગત છે=અધ્યાત્મમાર્ગમાં ગમન કરવામાં કારણરૂપ છે. ર૧ી. શ્લોકાર્ધ : જેમ મહારથનાં બે ચક્રો ગતિ કરવામાં સહાયક થાય છે અથવા પક્ષીની બે પાંખો ઊડવામાં સહાયક થાય છે, તેમ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ પ્રકારના બે અંશો જીવને અધ્યાત્મમાર્ગમાં ગમન કરવામાં કારણરૂપ છે. ર-૧રા ભાવાર્થ - . જે રીતે મહારથને ગતિ કરવામાં બે ચક્રો સહાયક થાય છે અને પક્ષીને ઊડવામાં તેની બે પાંખો કારણરૂપ છે, ચક્ર અને પાંખના અભાવમાં કે તેની ન્યૂનતામાં રથ અને પંખી સહેલાઈથી ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરી શકતાં નથી; તે જ રીતે અધ્યાત્મમાર્ગમાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા બંને આવશ્યક છે. ગમે તે એકથી અધ્યાત્મમાર્ગમાં વિકાસ સાધી શકાતો નથી. તેથી શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા સ્વરૂપ બે અંશોના સમુદાયરૂપ અધ્યાત્મ છે. ll૨-૧૨ાા तत्पञ्चमगुणस्थाना-दारभ्यैवैतदिच्छति । निश्चयो व्यवहारस्तु, पूर्वमप्युपचारतः ।।१३।। અન્વયાર્થ : તત્ તે કારણથી શ્લોક-૧૨ માં કહ્યું કે અધ્યાત્મ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપ છે તે કારણથી, પન્ચમારચનાત્ પરચૈવ પાંચમાં ગુણસ્થાનકથી માંડીને જ નિશ્ચય: નિશ્ચયનય પતર્ આને અધ્યાત્મને રુચ્છતિ ઈચ્છે છે. વ્યવહાર: તુ પૂર્વ લપિ વ્યવહારનય વળી પૂર્વમાં પણ ચોથા ગુણસ્થાનકથી માંડીને અપુનબંધક અવસ્થા સુધી પણ પરતઃ ઉપચારથી (અધ્યાત્મને ઇચ્છે છે). ૨-૧૩ શ્લોકાર્ચ - શ્લોક-૧૨માં કહ્યું કે, અધ્યાત્મ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપ છે. તે કારણથી, પાંચમા ગુણસ્થાનકથી માંડીને નિશ્ચયનય અધ્યાત્મને ઇચ્છે છે, વળી વ્યવહારનય ચોથા ગુણસ્થાનકથી માંડીને અપુનબંધક અવસ્થા સુધી પણ ઉપચારથી અધ્યાત્મને ઇચ્છે છે. -૧all .
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy