SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ વૈરાગ્યભેદાધિકાર જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા બને છે ત્યારે, તેઓનો મોહગર્ભિત અને દુઃખગર્ભિત વૈરાગ્ય પણ ઉપચારથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહી શકાય. એટલે કે તેઓનો વૈરાગ્ય તે વખતે દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોવા છતાં જ્ઞાનગર્ભનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહી શકાય. જ્યારે માષતુષને તો અગીતાર્થ અવસ્થામાં પણ સમ્યગુ જ્ઞાનના કાર્યરૂપ વૈરાગ્ય છે, માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ છે. ફક્ત જ્ઞાનનું ફળ હોવાને કારણે ગીતાર્થના જ્ઞાનનો તેમનામાં ઉપચાર કરીને વિશેષ જ્ઞાન સ્વીકારેલ છે. II૬-૩૯ll અવતરણિકા : પૂર્વના શ્લોકોમાં કેવા પ્રકારના બોધવાળાને વૈરાગ્ય હોવા છતાં જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી તે બતાવ્યું. હવે જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણો બતાવે છે – सूक्ष्मेक्षिका च माध्यस्थ्यं, सर्वत्र हितचिन्तनम् । क्रियायामादरो भूयान्, धर्मे लोकस्य योजनम् ।।४।। चेष्टा परस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ।।४१।। मदनोन्मादवमनं, मदसम्मर्दमर्दनम् । असूयातन्तुविच्छेदः, समतामृतमज्जनम् ।।४२।। स्वभावान्नैव चलनं, चिदानन्दमयात्सदा । वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावली ।।४३।। અન્વયાર્થ : ભૂમિ ૨ મધ્ય અને સૂક્ષ્મણિકા, મધ્યસ્થતા, સર્વત્ર હિતપિત્તનમ્ સર્વત્ર હિતચિંતા, ક્રિયાયામારો મૂયાન્ ક્રિયામાં અત્યંત આદર, તો ય ઘર્મે યોગન” લોકનું ધર્મમાં યોજન, પરરચ વૃત્તાન્ત મૂાન્ધવધરોપમ વેણ પરના વૃત્તાન્તમાં મૂક, અંધ, બંધિરની ઉપમા જેવી ચેષ્ટા, ધનાર્નને દુચિસ્ય રૂવ વ!ાસે ફસાર દરિદ્રને ધનાર્જનની જેમ સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ,
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy