SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ વૈરાગ્યભેદાધિકાર નોંધ : “ માં “પારિ પદથી શ્લોક-૩૦ માં બતાવેલ આસત્તિ, પાટવા વગેરેનું ગ્રહણ કરવાનું છે. શ્લોકાર્ય :તે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન,આગમાર્થનુંયોજન હોવાના કારણે સંપૂર્ણ વસ્તુવિષયક છે. આમ છતાં, કર્યાદિને કારણે વ્યવહાર વળી નિયત પર્યાયના ઉલ્લેખવાળો હોય છે.૩૩JI ભાવાર્થ : અહીં ‘પ્રાજ્ઞ' શબ્દથી અનેકાન્ત આગમની અસ્મલિત શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિને ગ્રહણ કરવાના છે, અને આવો સમ્યગ્દષ્ટિ હંમેશાં આગમના અર્થને યોજીને જ કોઇપણ પદાર્થને જુએ છે. તેથી કોઇપણ પદાર્થનું જ્ઞાન કરવા માટે આવો પ્રાજ્ઞ જીવ ઉપયોગવાળો બને ત્યારે, આગમની દૃષ્ટિથી તે પદાર્થ તેને અનંત ધર્માત્મક જ દેખાય છે, તેથી તે જ્ઞાનના વિષયરૂ૫ દ્રવ્યના સર્વ પર્યાયોને સ્પર્શનારું તેનું જ્ઞાન છે. આમ છતાં, વ્યવહારની કોઇપણ પ્રવૃત્તિ કરવી હોય ત્યારે, જે પ્રકારનું કાર્ય હોય તે પ્રકારે નિયત પર્યાયના ઉલ્લેખને પ્રધાન કરીને તે વ્યવહાર કરે છે. જેમ ઘટનો અર્થી હોય ત્યારે તે જાણે છે કે ઘટ પદાર્થ કથંચિત્ ઘટ છે, કથંચિત્ અઘટ છે, ઇત્યાદિ અનંત ધર્માત્મક છે; તો પણ આ કથંચિત્ ઘટ છે, આ કથંચિત્ અઘટ છે, એમ જ બોલ્યા કરે તો કોઇ પ્રવૃત્તિ થઈ શકે નહીં, પરંતુ જ્યારે પોતાને ઘટનું પ્રયોજન હોય ત્યારે તે કહે કે “ત્યાં પડેલા ઘડાને લાવો', તેથી અનંત ધર્માત્મક પર્યાયમાંથી ઘટરૂપ એક પર્યાયનો ઉલ્લેખ કરીને તે વ્યવહાર કરે છે. અને જ્યારે કોઈ કહે કે “ત્યાં પડેલા પટને લાવો ત્યારે ત્યાં પડેલા ઘટને જોઇને આ “પટ નથી” એ પ્રકારનો તે ઉલ્લેખ કરે છે ત્યારે, પટરૂપે ઘટના અભાવનું જ તેને જ્ઞાન થાય છે, અને પટરૂપે ઘટના અભાવનો જ તે ઉલ્લેખ કરે છે. તેથી સમ્યગ્દષ્ટિનો સર્વત્ર કાર્યાદિને અનુરૂપ ઉચિત વ્યવહાર પણ સંગત થાય છે, અને બોધ પણ પરિપૂર્ણ વસ્તુનો યથાર્થ જ હોય છે. I૬-૩૩ અવતરણિકા - શ્લોક-૨૨ માં કહેલ કે એકાન્ત ષકાયના શ્રદ્ધાનમાં શુદ્ધતા નથી. તેમાં હેતુ બતાવેલ કે સંપૂર્ણ પર્યાયના અલાભના કારણથી માથાભ્યનો નિશ્ચય નહીં
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy