SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૨૦ ભાવાર્થ : તત્ત્વના પર્યાલોચનથી સમ્યગુ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે જેમને તેવા તત્ત્વના વેદી મહાત્માઓ કહે છે કે, આ ભવસ્વરૂપનું ચિંતવન જગતના જીવોને અભયને દેનારું છે; કેમ કે માણસ જેમ જેમ ભવસ્વરૂપનું ચિંતવન કરતો જાય છે, તેમ તેમ તે ભવથી વિરક્ત થવાને કારણે, ભવની પ્રવૃત્તિઓથી જગતના જીવોને જે અનર્થ પેદા થતો હતો તેનાથી દૂર થતો જાય છે. માટે જગતના જીવોને તે અભયને દેનારું છે. વળી, ભવસ્વરૂપના ચિંતવનથી જગવર્તી બધા ભાવો પ્રત્યે જીવ ઉદાસીન બને છે અને તેથી જીવમાં શમસુખ પ્રાદુર્ભાવ થાય છે. માટે તે ચિંતવન શમસુખનું કારણ પણ છે. હવે ભવસ્વરૂપનું ધ્યાન વારંવાર કરવાથી તે જ્યારે બુદ્ધિમાં સ્થિર થાય છે, એટલે કે શબ્દથી વિચાર્યા વગર પણ ભવ તેના તેવા સ્વરૂપે સહજ રીતે પ્રતિભાસમાન થાય છે ત્યારે, જિનશાસનના તત્ત્વની સ્થિતિને જાણનારા એવા મહાત્માઓની પ્રૌઢ એવી યશરૂપી લક્ષ્મી, ચંદ્રના કિરણ અને કપૂર જેવી નિર્મળ થાય છે. અહીં ઓશય એ છે કે, ભગવાનના શાસનની સ્યાદ્વાદની મર્યાદાઓ જાણનારા પુરુષો, જ્યારે ભવસ્વરૂપનું ચિંતવન કરે છે અને તે ચિંતવન જ્યારે સ્થિર થાય છે ત્યારે, જગતમાં “આ મહાત્મા છે, ધન્ય છે એમનું જીવન એ પ્રકારની ખ્યાતિ બોલાય છે. કેમ કે યોગીના ઉત્તમ ચિત્તને જોઈને લોકોને તેઓનાં ગુણગાન કરવાનું મન થાય તે સહજ છે. II૪-૨૭ળા ભવસ્વરૂપના ચિંતવનના અધિકારનો સંક્ષેપમાં ભાવ એ છે કે, રાક્ષસાદિ ઉપમાઓથી ભવનું જ સ્વરૂપ બતાવવામાં આવેલ છે, તે ભવ તેવો જ છે એવું વિચારવા માત્રથી તેનું ચિંતવન સફળ થતું નથી, પરંતુ શબ્દના બળથી રાક્ષસાદિનાં વર્ણન સાંભળીને તેનાથી જેમ ભય પેદા થાય છે, તે જ રીતે સંસારથી ભય પેદા થાય, તો જ તે સંસારથી છૂટવાના ઉપાયભૂત સદ્અનુષ્ઠાનોમાં સુદઢ યત્નવાળી પ્રવૃત્તિ શક્ય બને છે, અને તો જ અંતરંગ અને બહિરંગ યત્ન મોક્ષને અનુકૂળ બને છે. ।। इत्यध्यात्मसारे भवस्वरूपचिन्ताधिकारः ||४|| इति श्रीनयविजयगणिशिष्यन्यायविशारदश्रीयशोविजयोपाध्याय विरचितेऽध्यात्मसारप्रकरणे प्रथमः प्रबन्धः।।
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy