SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ભવસ્વરૂપચિંતાઅધિકાર અન્વયાર્થ : પાગ્યાનીપત્નરશવત્ પૂતળીના સ્તનરૂપી કલશની જેમ નિરાધમ્ રિન્ય અવધિરહિત કાઠિન્યને ધાના: ધારણ કરતા વિદ્યમવUTગ્રી: અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા ભવના પ્રપંચો ને તિરતિલા: અતિ રતિને દેનારા નથી. મનત્યજ્ઞાના અજ્ઞાનરૂપી વાદળાં ગળતે છતે, પ્રકૃમરો વિઘો ૩ત્મન પ્રસાર પામતા કિરણોવાળો આત્મારૂપી ચંદ્ર હોતે છતે સદણ: વિનિન્દસ્થ સહજ ચિદાનંદનો-જ્ઞાનના આનંદનો, પ્રવાહ થાય છે. રતિ સેમ્યા એથી કરીને તેનાથી=ભવપ્રપંચથી, વિરતિઃ ૩રતુ વિરતિ હો. I૪-૨૪ શ્લોકાર્થ : પૂતળીના સનરૂપી કલશની જેમ અવધિરહિત કાઠિન્યને ધારણ કરતા, અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા ભવના પ્રપંચો અતિ રતિને દેનારા નથી. અજ્ઞાનરૂપી વાદળાં ગળતે છતે, પ્રસાર પામતા કિરણોવાળો આત્મારૂપી ચંદ્ર હોતે છતે સહજ ચિદાનંદનો પ્રવાહ થાય છે. જેથી કરીને ભવપ્રપંચથી વિરતિ હો. ૪-૨૪ ભાવાર્થ : સંસારી જીવો અજ્ઞાનને કારણે સંસારવર્તી સુખોમાં જ રતિ માણતા હોય છે, પરંતુ જ્યારે તેમને આવા સુખમાં વર્તતા અનેક જાતના માનસિક ક્લેશો દેખાવા માંડે છે, ત્યારે સાંસારિક સુખો પૂતળીના સ્તનની પેઠે અવધિરહિત કાઠિન્યવાળા દેખાય છે; અર્થાત્ જેમ લાકડાની પૂતળીનાં સ્તન કઠણ હોય છે, પરંતુ વાસ્તવિક સ્ત્રીના સ્તનની જેવા કોમળ નહીં હોવાથી રતિ દેનાર નથી; તેમ સાંસારિક સુખો માનસિક ક્લેશોથી યુક્ત હોવાને કારણે કઠણ હોવાથી અતિ રતિને દેનારાં નથી, તેવું વિવેકી જીવોને દેખાય છે ત્યારે ભોગમાં તેમને વિશેષ આનંદ પ્રાપ્ત થતો નથી. આમ, અજ્ઞાનરૂપી વાદળું ખસી જવાથી કિરણોના વિસ્તારને કરતો એવો આત્મારૂપી ચંદ્ર પ્રગટ થવાથી તેમાંથી ચિદાનંદરૂપી પ્રવાહ સહજ થાય છે. તેથી ગ્રંથકાર પોતાની જાતને ઉપદેશ આપે છે કે અનેક ક્લેશવાળાં સાંસારિક સુખોથી વિરતિ થાઓ. અહીં વિશેષ એ છે કે તત્ત્વના શ્રવણાદિથી સંસારી જીવને ખ્યાલ આવી જાય છે કે, સંસારનાં જે સુખો માટે પોતે પ્રવૃત્તિ કરે છે તે સુખો પરાધીન અને અસ્થિર છે, તથા અનેક ક્લેશોને અંતે પ્રાપ્ત થાય છે. તેથી તે સુખો પ્રત્યે તેને ઉદાસીનતાનો તથા વિરતિનો ભાવ થાય છે. પરિણામે આત્મામાં સહજરૂપે ચૈતન્યરૂપ આનંદ પ્રગટે છે. II૪-૨૪
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy