SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબોધ ચિતામણિ [૧૩] અચળ પર્વતને પણ શબ્દોના સમૂહથી ધ્વનિત (શબ્દિત) કરતા ગુરુના ઉપદેશરૂપ વાજી ઉચે પ્રકારે વાગવા લાગ્યા. નિવૃત્તિ નામની માતાએ યુદ્ધ સંબંધી મંગળ કરેલું છે જેનું એવા, બેઉ સ્ત્રી (તસ્વરૂચિ અને સંયમશ્રી)ના દૃષ્ટિપાનથી બમણું પરાક્રમ ઉત્પન્ન થયેલ છે જેને એવા, વિચારમિત્રના મુખથી વીર કથારસનું પાન કરતા અને તે (રસ)થી ઉત્પન્ન થયેલ પરકમવડે શત્રુને બળને તૃણની માફક ગણતા તેમજ તરતમાં જ યુદ્ધ થશે એવા સંભ્રમવાળા વિવેકે નિશ્ચયરૂપ સન્નાહ (બખતર) ધારણ કરીને ઈટ સિદ્ધિને માટે પરમેશ્વર (અહેવ)ને નમસ્કાર કર્યો. તે વખતે ભગવાને કહ્યું કે “હે વત્સ! હે વિનયાદિ ગુણની ખાણ તુલ્ય વિવેક ! હું જ્ઞાનથી જાણું છું કે મેહરાજાને દૂર કરો તને અશક્ય નથી (અર્થાત્ તું મેહ નાશ કરી શકીશ). નું જન્મથીજ વગ્ય છે માટે જ મેં તને આ ઐશ્વર્ય આપ્યું છે. કેમકે બળ આપવાવાળું શર્યો અને ધી કુપાત્રમાં કેણ નાખે ? મેહુ તીવ્રતાથી જીતનારે અને તું શાંતતાથી જીતનાર છે. હિમ અને અગ્નિ તેમાં એક ઠંડું છે અને એક ઉષ્ણ છે છતાં વનને બાળવામાં બેઉ સરખી શિક્તિવાળા છે, તેમાં તમે પણ બંને રારખી શક્તિવાળા છે. ઠંડે પણ પાણીનો પ્રવાહ ઉચેથી પડતે પર્વતને પણ ભેદી નાખે છે. એ પ્રમાણે શાંતરસમાં રહેલે તું યુદ્ધમાં મેહના સુભટોને હણી નાખી. ઠંડું પાણી જેમ ઉષ્ણુ અગ્નિને બુઝાવી લાખે છે તેમ શાંત પ્રકૃતિવાળે તું પણ
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy