________________
| શ્રી ઉમાસ્વાતિવાચક વિરચિત શ્રી જંબુદ્વીપ સમાસ ?
ભાષાંતર
ટીકાકાર-આચાર્ય શ્રીવિજયસિંહસૂરિનું
પ્રાથમિક નિવેદન
श्रीसअपार्श्वप्रभुपादपद्म-मानम्य वाचामधिदेवतां च । द्वीपोदधिक्षेत्रसमासमस्मि, श्रीवाचकीयं विवृणोमि किंचित् ।।
જ્ઞાનરૂપ લક્ષમીના ઘરરૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણકમળને તથા સરસ્વતી દેવીને નમસ્કાર કરીને શ્રી ઉમાસ્વાતિ વાચકે રચેલા દ્વીપ અને સમુદ્રરૂપ ક્ષેત્રના સમાસ (સંક્ષેપ)નું હું કાંઈક વિવરણ કરું છું. ૧. | શ્રી ઉમાસ્વાતિ વાચકનું કહેલું વચન ક્યાં? અને મારે આવા પ્રકારને વાણીને ક૫ કયાં? ખરી વાત છે કે હું મોહને લીધે મહાસાગરને ચુલકવડે માપવા ઈચ્છું છું. ૨.
૧ એક હાથના ચળવડે.