SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાયી નથી તેને માટે હર્ષ શોક નહિ કરતાં મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. આવા તો અનેક શ્લોકો છે, ચઉસરણ પયત્રો અને આઉર પચ્ચખાણ પયત્રા વ્યક્તિના અંતકાળે વાંચવામાં આવે છે. અરિહંત સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મ આ ચાર જ મનુષ્યને અંતકાળે શરણરૂપ છે. આ વાત સત્ય છે. તેની ઉપર શ્રદ્ધા જાગે માટે આ સૂત્રોનું વારંવાર પઠનપાઠન કરવાનું છે. આ ચાર શરણનો વારંવાર વિચાર કરવાથી અંતકાળે તેનું સ્મરણ શાંતિ આપનારુ અને બોધજનક નીવડે છે. આઉર પચ્ચખાણ પયત્રામાં આતુર (રોગી) મનુષ્યને કરવા યોગ્ય પ્રત્યાખ્યાનનું વર્ણન છે. તેમજ મરણ વખતે જુદા જુદા જીવોની કેવી સ્થિતિ થાય છે તેમાં સમાધિ કેમ રાખવી? તેનું વર્ણન છે. આમ પ્રથમથી જ તૈયારી કરવામાં આવે તો સમાધિ અંતકાળે પ્રાપ્ત થાય છે. નિયમિત આ પાંચે સૂત્રોનો સ્વાધ્યાય કરવાથી, વાંચન, મનન, ચિંતન, પરિશિયન, અધ્યયન કરવાથી મનોવૃત્તિ સમભાવથી પુષ્ટ થાય છે, વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે સ્નેહ જાગ્રત થાય છે. સંસારના મોહજનક પ્રસંગોમાં જીવાત્મા લોલુપ થતો નથી મુમુક્ષુ આત્માઓનું જ્ઞાનબા તપોબળ વૃદ્ધિ પામી રત્નત્રયી આરાધના કરવા ઉજમાળ • બને છે. સંસારની અસારતાનું સ્વરૂપ સમજાય છે. અને અંતકરણમાં ગુપ્ત રૂપે રહેલા દોષોની જાણ થાય છે. મિથ્યાત્વનો અંધકાર નાશ પામે છે. તેમજ દોષોને દૂર કરવાની પ્રબળ ભાવના જાગવાથી સમ્યક દર્શનનો પ્રકાશ ઝળહળી ઉઠે છે. આ પુસ્તક દ્વારા વાચકવર્ગ સમ્યફજ્ઞાન મેળવે અને સંસારપરિભ્રમણથી અટકી અંતસમયે સુંદર આરાધના કરી દેવદુર્લભ માનવજન્મને સાર્થક કરી પરંપરાએ મોક્ષસુખ ને પ્રાપ્ત કરે એજ અભ્યર્થના. જિનવચન વિરુધ્ધ કંઈપણ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડું લિ. લબ્લિશિશુ મુનિ શીલરત્ન વિજ્ય વિ. સ. ૨૦૫૬, મહાસુદ-૫, તા. ૮-૨-૨૦૦૦, શંખેશ્વર.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy