SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મેળવવાનો છે. - જો આપણે આપણી પાશવવૃત્તિઓ (Animal instincts)ને આપણા સ્વાધીન ન કરી શકીએ તો પશુઓમાં અને આપણામાં કોઈ ભેદ નથી આપણે આપણું મનુષ્યત્ત્વ સિદ્ધ કરવાને ઈન્દ્રિયોને પ્રથમ વશ કરવી. - જો મનુષ્ય ને આત્મા અને તેના શાશ્વત ગુણો પ્રત્યે રૂચિ થાય તો અનિત્ય પદાર્થોનો ત્યાગ કરતાં તેને દુઃખ થશે નહિ. જે મનુષ્ય હીરો જોયો છે તે કાચના ટુકડામાં કેમ આસકત થઈ શકે? જેણે સૂર્યનો પ્રકાશ નિહાળ્યો છે તે આગીયાના પ્રકાશમાં કેમ લુબ્ધ બને ? આ જ રીતે ઉચ્ચ વસ્તુઓ અને ગુણો પ્રત્યે પ્રેમ થવાથી હલકી વસ્તુઓનો ત્યાગ કરવાનું કામ ઘણું સરળ બની જશે. હું કોણ છું? Who aml? હું શુદ્ધ છું. સિદ્ધ છું. શાશ્વત છું' આ સ્વરૂપને જાણવાથી ઈન્દ્રિયો ઉપર ઓટોમેટીક કાબૂ આવી જશે. ત્રીજુ સૂત્ર છે. : " સંબોધ સિત્તરી" તેનો પ્રથમ જ શ્લોક લેખકના હૃદયની વિશાળતા પુરવાર કરે છે. સેયંબરો ય આનંબરો ય બુદ્ધો અ અહવ અત્રો વા | સમભાવ ભાવિઅપ્પા લહેઈ મુકM ને સંદેહો || અર્થાત્ આયે શ્વેતાંબર હોય અથવા દિગંબર હોય બૌદ્ધ હોય અથવા અન્ય કોઈ ધર્મીનો હોય પણ જેનો આત્મા સમભાવથી ભાવિત હોય તે મોક્ષ પામશે. મનુષ્ય અધ્યાત્મમાર્ગમાં આગળ વધવું હોય તે આ સમભાવનો ગુણ ખીલવવો જોઈએ. તે જ સૂત્રના ૧રમાં શ્લોકમાં લખેલ છે. દંસણભદ્દો ભદ્દો દંસણભદ્રસ્સ નત્યિ નિવ્વાણ / સિઝેતિ ચરણરહિઆ દંસણરહિઆ ન સિક્ઝતિ . અર્થાત્ : જે જીવ સમ્યકત્ત્વથી ભ્રષ્ટ થાય છે તે સર્વથા ભ્રષ્ટ થાય છે. દર્શનથી ભ્રષ્ટ થનારને માટે નિર્વાણ નથી. ચારિત્રથી રહિત મનુષ્યો પણ સિદ્ધિને પામે છે પણ દર્શનથી રહિત મનુષ્યો કદાપિ સિદ્ધિ પામતા નથી. આ જ સૂત્રના રૂપમાં શ્લોકમાં કહેલ છેકે નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં સમતોલવૃત્તિ રાખતાં શીખવું જોઈએ અત્રે સૂત્રકાર કહે છે કે જે વ્યકિત મનને સમજાવે રાખી શકે છે તે જ શાંતિ અનુભવી શકે છે કોઈ બાબત
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy