SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર મહાત્માઓને ક્ષાયોપથમિક કે પથમિકભાવ રૂપ હોય છે તેવી સ્મૃતિ વર્તે છે અને તે યાત્રા ગુરુને વર્તે છે તે પ્રકારે પૃચ્છા કરીને ગુરુની તે યાત્રાની અનુમોદનાની પરિણતિ ઉલ્લસિત કરવાર્થે શિષ્ય પૃચ્છા કરે છે; કેમ કે ગુરુમાં તેવી યાત્રા વર્તે એવા શુભાશયથી તે પૃચ્છા કરે છે અને ગુરુ પણ ઉત્તર આપતાં શિષ્યમાં પણ તેવી યાત્રા વર્તે એવા શુભાશયને ઇચ્છતાં ઉત્તર આપે છે. જેથી સંયમ-તપનિયમાદિ પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનભાવ ગુરુ-શિષ્યને થાય છે. તેઓનો તે બહુમાનનો ભાવ જે પ્રમાણે પ્રકર્ષ પામે તે પ્રકારે શીધ્ર ક્ષાયિકભાવની યાત્રાનું કારણ બને છે. આથી જ આ રીતે પૃચ્છા કરતા કરતા પણ કેટલાક મહાત્માઓ કેવલજ્ઞાન પામે છે. તેથી સંયમ-તપ-નિયમાદિરૂપ મોક્ષમાર્ગની યાત્રામાં રાગથી ચિત્તને સ્થાપન કરીને તે પ્રકારે શિષ્ય પૃચ્છા કરે છે અને ગુરુ પણ તે પ્રકારે જ ઉત્તર આપે છે. હવે નિયંત્રણીય પદાર્થ વિષયની વાર્તાને પૃચ્છા કરતો શિષ્ય ફરી પણ કહે છે=આત્માને અશુભભાવોથી નિયંત્રિત કરીને સંવૃત કરવો મહાત્મા માટે આવશ્યક છે. તેના માટે જે નિયંત્રણીય પદાર્થો છે તેના વિષયક ગુરુને પૂછતો શિષ્ય કહે છે. “જવણિર્જ ચ ભે' શબ્દમાં રહેલ ‘જ' શબ્દ અનુદાત્ત સ્વરથી રજોહરણને સ્પર્શીને, ‘વ’ શબ્દ સ્વરિત સ્વરથી રજોહરણ અને લલાટની વચમાં ઉચ્ચારણ કરીને “ણિ' શબ્દ ઉદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરતો શિષ્ય બે હાથ દ્વારા લલાટને સ્પર્શ કરે છે. વળી પ્રતિવચનની પ્રતીક્ષા કરતો નથી; કેમ કે પ્રશ્નનું અર્ધ સમાપ્તપણું છે. ત્યારપછી “જ્જ' એ અનુદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરીને બે હાથ દ્વારા રજોહરણને સ્પર્શ કરતો શિષ્ય ફરી જ રજોહરણલલાટની વચમાં “ચ' એ પ્રકારે સ્વરિત સ્વરથી ઉચ્ચારણ કરીને ‘’ એ પ્રમાણે ઉદાત સ્વરથી ઉચ્ચારણ કરતો બે હાથ વડે લલાટને સ્પર્શ કરીને પ્રતિવચનને સાંભળતો=ગુરુના ઉત્તરને સાંભળતો, તે પ્રમાણે જ રહે છે–ગુરુનો ઉત્તર પ્રાપ્ત થાય ત્યાં સુધી તે પ્રમાણે જ રહે છે. હવે ‘જવણિર્જ ચ ભે'નો અર્થ કરે છે. જવણિજ્જૈ=અને યાપનીય=ઈદ્રિય વોઈદ્રિયના ઉપદમાદિના પ્રકારથી અબાધિત તમારું શરીર વર્તે છે. અર્થાત્ તમારી પાંચ ઈન્દ્રિય અને કોઈદ્રિયરૂપ મન સંયમને અનુકૂળ ઉપશમ કે ક્ષયોપશમભાવ રૂપે વર્તે તેવું તમારું શરીર છે ? આ પ્રકારે પરભક્તિથી પૃચ્છા કરતા શિષ્ય વડે વિનય કરાયેલો થાય છે. થાપનાપ્રચ્છન પાંચમું સ્થાન છે= વાંદણાનું પાંચમું સ્થાન છે. * આનાથી એ પ્રાપ્ત થાય કે સુસાધુઓ ઇન્દ્રિય અને મનને નિયંત્રિત કરીને વીતરાગના વચનાનુસાર સર્વ ક્રિયાઓ કરીને વીતરાગ થવા યત્ન કરતા હોય છે અને વિવેકસંપન્ન શિષ્ય અભિલાષ કરે છે કે ગુરુનાં ઇન્દ્રિય અને મન તે પ્રમાણે વર્તતાં હશે. જેથી ગુરુ ભગવંત સતત મોહની સામે લડીને સ્વઇષ્ટને સાધી રહ્યા છે અને તેવું તેમનું સત્ત્વ વર્તમાનમાં હશે તેવા અભિલાષપૂર્વક ગુરુને પૃચ્છા કરે છે. અને આ પ્રકારે પૃચ્છા કરીને તેવા ગુણવાન ગુરુ પ્રત્યે પોતાની ભક્તિની અભિવ્યક્તિ કરે છે. જેનાથી ગુણવાન એવા ગુરુમાં ઇન્દ્રિય અને નોઇન્દ્રિયના ઉપદમાદિ હશે તેની અનુમોદનાનો પરિણામ થાય છે. જેથી પોતાનામાં પણ તેવા ભાવો પ્રકર્ષવાળા થાય તેવું સત્ત્વ ઉલ્લસિત થાય છે. અત્રાન્તરમાં=શિષ્યએ ગુરુને યાત્રાપુચ્છસ્ કર્યું એ પ્રસંગમાં, ગુરુ કહે છે. એ પ્રમાણે છે'=મને થાપનીય વર્તે છે=ઈન્દ્રિય અને નોઈદ્રિય ઉપશમાદિ પ્રકારથી વર્તે છે. હવે અપરાધ ક્ષામણાને કરતો
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy