SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૨ ૭૧ સ્પર્શ કરું છું એ પણ, મને અનુજ્ઞા આપો એ પ્રમાણે સંબંધ છે. દિ=જે કારણથી, આચાર્યની અનુજ્ઞા વગર સંસ્પર્શ કર્તવ્ય નથી. ત્યારપછી કહે છે. શું કહે છે ? તે બતાવે છે. ક્ષમણીય=સહન કરવું જોઈએ. મે=તમારા વડે, શું સહન કરવું જોઈએ ? તેથી કહે છે. કિલામણાને=હું તમારી કાયાને સંસ્પર્શ કરું. તેનાથી થતી દેહગ્લાનિ રૂપ કિલામણાને, તમારા વડે ક્ષમણીય છે. અને અલ્પફ્લેશવાળા=અલ્પ અર્થાત્ સ્તોક ક્લમ છે જેઓને તે અલ્પક્લાંત તેઓને=અલ્પ વેદનાવાળા એવા તમોને, બહુ શુભથી=બહુ એવું તે શુભ બહુશુભ તેનાથી=બહુસુખથી, તમારો દિવસ પસાર થયો=દિવસ વ્યતિક્રાંત થયો. આ પ્રકારે વિનય અર્થે શિષ્ય પૃચ્છા કરે છે. અર્થાત્ ગુણવાન ગુરુ તત્ત્વથી વાસિત મતિવાળા હોવાને કારણે કષાયોની વેદના અતિ અલ્પ છે અને અલ્પ વેદનાવાળા એવા તેઓનો દિવસ વિશિષ્ટ કષાયના શમનને અનુકૂળ યત્ન થવાથી બહુ સુખપૂર્વક પસાર થયો એ પ્રકારની અભિલાષાથી પોતાની ભક્તિની વૃદ્ધિ અર્થે શિષ્ય પૃચ્છા કરે છે. અહીં=વાંદણામાં, દિવસનું ગ્રહણ રાત્રિ પક્ષાદિનું ઉપલક્ષણ જાણવું. તેથી સવારમાં ‘દિવસો વઈઝંતો'ના સ્થાને ‘રાઈ વઈકંતા’ બોલાય છે. આ રીતે યોજિત કરસંપુટવાળા ગુરુના પ્રતિવચનને ઇચ્છતા શિષ્ય પ્રત્યે ગુરુ કહે છે. શું કહે છે ? તે બતાવે છે. ‘તહત્તિ’=તે પ્રમાણે છે. અહીં પ્રતિશ્રવણમાં તથાકાર છે=જે પ્રમાણે તેં કીધું છે. અર્થાત્ પૃચ્છા કરી છે તે પ્રમાણે જ છે. અર્થાત્ બહુ સુખપૂર્વક મારો દિવસ પસાર થયો છે તે પ્રમાણે જ છે; કેમ કે ૧૮૦૦૦ શીલાંગધારી ગુરુ હંમેશાં અપ્રમાદથી યત્ન કરનારા હોય છે તેથી કષાયોની ક્ષીણતા ઉત્તરોત્તર થાય છે. તેના કારણે તેઓનો દિવસ બહુ સુખપૂર્વક પસાર થયેલો હોય છે. માટે ‘તથા’ તે પ્રકારનું તેઓનું વચન તેમના યથાર્થ સ્વરૂપને કહેનારું છે જે સાંભળીને શિષ્યને પ્રીતિ વધે છે; કેમ કે ગુરુ મહા પરાક્રમ કરીને સતત ગુણવૃદ્ધિને પામી રહ્યા છે. તે પ્રકારના તેમના પ્રામાણિક વચનથી હર્ષિત થાય છે. જેથી ગુરુના ગુણવૃદ્ધિના અનુમોદનના ફ્ળને પ્રાપ્ત કરે છે. આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, આચાર્યના શરીરની વાર્તા પુછાઈ. (આચાર્યને શરીરની વાર્તા પૃચ્છા રૂપ ત્રીજું સ્થાન) હવે તપ-નિયમ વિષયક વાર્તાને પૃચ્છા કરતો શિષ્ય કહે છે. ‘જત્તા ભે’ એ શબ્દમાં રહેલ ‘જ’ એ પ્રમાણે અનુદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરતો શિષ્ય રજોહરણને બે હાથ વડે સ્પર્શ કરીને, રજોહરણ અને લલાટના અંતરાલમાં ‘ત્તા’ એ સ્વરિત સ્વરથી ઉચ્ચારીને ઉદાત્ત સ્વરથી ‘મે’ એ પ્રમાણે ઉચ્ચારણ કરતો શિષ્ય ગુરુમુખતિવિષ્ટ દૃષ્ટિવાળો લલાટને સ્પર્શે છે. ‘જત્તા ભે' શબ્દમાં રહેલ જત્તા=યાત્રા શબ્દનો અર્થ કરે છે. યાત્રા સંયમ-તપ-નિયમાદિ રૂપ ક્ષાયિક-ક્ષાયોપશમિક-ઔપશમિક ભાવરૂપ છે. તે યાત્રા તમારી વૃદ્ધિ પામે છે. સૂત્રમાં ‘જત્તા ભે’ શબ્દ પછી ‘ઉત્સપ્પતિ' એ શબ્દ અધ્યાહાર છે. આ પ્રકારે યાત્રા પૃચ્છા રૂપ ચોથું સ્થાન છે=વાંદણાનું ચોથું સ્થાન છે. અત્રાન્તરમાં=આ પ્રમાણે શિષ્ય પૃચ્છા કરે ત્યારે, ગુરુનું પ્રતિવચન=ઉત્તર, આ પ્રમાણે છે, ‘તને પણ વર્તે છે'=મને વર્તે છે, તને પણ વર્તે છે. એ પ્રમાણે ગુરુનું પ્રતિવચન છે અર્થાત્ પાંચ ઇન્દ્રિયના સંવરરૂપ સંયમ, નિર્જરાને અનુકૂળ એવી જીવની પરિણતિરૂપ તપ અને આત્માનો પોતાના ઉપર વિશેષ નિયંત્રણરૂપ નિયમાદિ રૂપ મોક્ષમાર્ગની યાત્રા છે એવો શિષ્યને બોધ હોય છે. અને આ યાત્રા કેવલીને ક્ષાયિક હોય છે તો અન્ય
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy