SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧ર પ૯ અને અહીં દ્વાદશાવર્ત વંદનમાં ૧૯૮ સંખ્યાસ્થાતો જાણવાં. અને તેને “યથા'થી બતાવે છે. “મુહપત્તિ, દેહ અને વસતીમાં પ્રત્યેકનાં ૨૫ હોય છે=મુહપત્તિનાં ૨૫ સ્થાન, દેહનાં-૨૫ સ્થાન અને આવશ્યકનાં ૨૫ સ્થાન હોય છે. છ સ્થાન, છ ગુરુવચનો, છ ગુણો જ્ઞાતવ્ય છે.” III “અને અધિકારી પાંચ છે અને ઈતર પાંચ જ અનધિકારી પાંચ જ છે. પાંચ આહરણા છે=પાંચ દષ્ટાંત છે. એક અવગ્રહ છે. પાંચ અભિધાન=નામ છે. પાંચ પ્રતિષેધ છે.” રા. “આશાતના તેત્રીસ(૩૩) છે. દોષ બત્રીસ(૩૨) છે. કારણ આઠ(૮) છે. છ દોષો છે. વંદનમાં ૧૯૮ સ્થાનો હોય છે.” lia (પ્રવચનસારોદ્ધાર ગાથા-૯૩થી ૯૫) આ ગાથાનું વિવરણ “થા'થી કરે છે આ ગાથાનાં દરેક સ્થાનો ક્રમસર બતાવે છે. “દષ્ટિપડિલેહણા એક, ત્રણ આંતરાથી ત્રણ પ્રસ્ફોટક=૬ પ્રસ્ફોટક, અખોડા-નવ, પખોડા-નવ, મુહપત્તિનાં પચ્ચીશ(૨૫) સ્થાનો છે.” IIII. “પ્રદક્ષિણાના ક્રમથી ત્રણ-ત્રણ, બે બાહુમાં, એક મસ્તકમાં, એક મુખમાં અને એક હૃદયમાં, પીઠમાં ચાર અને છ પગમાં એમ દેહની પચ્ચીસ પડિલેહણા છે.” રાા (પ્રવચનસારોદ્ધાર-૯૭) અને આ દેહપ્રતિલેખના=ઉદ્ધરણમાં આપેલી ૨૫ પ્રતિલેખના પુરુષને આશ્રયીને જાણવી. વળી, સ્ત્રીઓને ગોપ્ય અવયવોના ગોપન માટે બે હાથ, મુખ, બે પગના પ્રત્યેકની ત્રણ-ત્રણ પ્રમાર્જના છે. એ પ્રમાણે ૧૫ જ થાય છે=સ્ત્રીઓને દેહની પ્રમાર્જતા ૧૫ જ થાય છે. એ પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં છે. અને મુખ અને કાયમી પ્રતિલેખનાઓમાં મનને સ્થિર કરવા માટે જ ચિંતન કરવું જોઈએ. “સૂત્ર-અર્થ-તત્ત્વદૃષ્ટિ, દર્શનમોહત્રિક, રાગત્રિક, દેવાદિતત્ત્વત્રિક, તથા અદેવાદિતત્ત્વત્રિક, જ્ઞાનાદિત્રિક, તત્ વિરાધના, ત્રણ ગુપ્તિ, દંડત્રિક આ મુહપત્તિના પડિલેહણાદિના ક્રમથી ચિતવન-કરવાં જોઈએ. હાસ્ય-રતિ અને અરતિ, ભયશોક-દુર્ગચ્છા વર્જવી જોઈએ. ભુજયુગલને જોતો મસ્તકમાં અપ્રશસ્ત લેશ્યાત્રિક ગારવત્રિક વદનમાં, હદયમાં શલ્યત્રિકને, પીઠમાં કષાય ચાર બે પગમાં છ જીવનો વધ, કાયાના અવલોકનમાં પણ આ જાણવું. જો કે પડિલેહણાનો હેતુ જીવરક્ષણ અને જિનની આજ્ઞા છે. તોપણ મન રૂપી માંકડના નિયંત્રણ માટે આ=ઉપર બતાવેલ બોલ. મુનિ બોલે છે.” “તિ’ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. આવશ્યકતાં ૨૫ સ્થાનો બતાવે છે. “બે અવનમન, યથાજાત, કૃતિકર્મ, બાર આવર્ત, ચાર મસ્તક અને ત્રણ ગુપ્ત, બે પ્રવેશ, એક નિષ્ક્રમણ” (આવશ્યકનિર્યુક્તિ ૧૨૦૨) બે અવનમન છે. “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ લિસીરિઆએ એ પ્રમાણે કહીને ગુરુની ઇચ્છાના અનુજ્ઞાપન માટે પ્રથમ અવામન છે. જ્યારે વળી કૃત આવર્તવાળો સિદ્ધાંત ઈચ્છામિ' ઈત્યાદિ સૂત્રને કહીને ફરી ઇચ્છાના અનુજ્ઞાપન માટે=ગુરુની ઇચ્છાના અનુજ્ઞાપન માટે જ કહે છે ત્યારે બીજું અવનમન છે. અને યથાજાત-જાત=જન્મ, તે=જન્મ, બે પ્રકારનો છે. પ્રસવ અને પ્રવજ્યાગ્રહણ. ત્યાં પ્રસવકાળમાં રચિત કરસંપુટવાળો જીવ ઉત્પન્ન થાય છે અને પ્રવ્રજ્યાકાળમાં ગ્રહણ કરાયેલ
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy