SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | બ્લોક-૬૨ જિનાજ્ઞાનું આરાધન થાય છે. ગુરુવાક્યથી ઉદ્દભૂત શુભાશયથી અધિક ક્ષયોપશમ અને તેનાથી અધિક ક્ષયોપશમથી અધિક પ્રતિપત્તિ છે. ઈત્યાદિ ગુણ છે–ગુરુસાફીક પ્રત્યાખ્યાન ગ્રહણ કરવામાં ઈત્યાદિ ગુણ છે. તે “શ્રાવક પ્રજ્ઞપ્તિમાં કહેવાયું છે. “વિદ્યમાન પણ પરિણામ હોતે છતે ગુરુ મૂલ પ્રજ્ઞાપનામાં ગુરુ પાસે પચ્ચખ્ખાણ ગ્રહણ કરવામાં, આ ગુણ છે. દૃઢતાથી આજ્ઞાનું કરણ અને કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ” અને આ રીતે અન્ય પણ નિયમો સંભવ હોતે છતે ગુરુ પાસે અન્ય નિયમોના ગ્રહણનો સંભવ હોતે છતે ગુરુસાક્ષીએ સ્વીકારવા અને પ્રત્યાખ્યાનનું કરણ ગુરુના વિનયપૂર્વક એ પ્રમાણે કહેવાયું અને તેeગુરુનો વિનય, વંદનાદિ રૂપ છે ત્યાં=વિનયમાં વંદન ત્રણ પ્રકારના છે. જે પ્રમાણે ભાષ્ય છે. “ગુરુવંદન અહીં ત્રણ પ્રકારનાં છે. તે ૧. ફેટાવંદન, ૨. ક્ષોભવંદન, ૩. દ્વાદશાવર્ત વંદન. મસ્તકના નમનાદિમાં પ્રથમ છેફેટાવંદન છે. વળી બે ખમાસમણમાં બીજું છે=ક્ષોભનંદન છે. વળી ત્રીજું છંદણ દુગમાં છેકદ્વાદશાવર્ત વંદન છે. ત્યાં=ત્રણ વંદનમાં, મિથ=પરસ્પર, પ્રથમ સકલસંઘમાં છે=પરસ્પર ફેટાવંદન સકલસંઘમાં છે. વળી બીજું દર્શનીય છે. વળી ત્રીજું પદમાં રહેલાઓને છે.” (ગુરુવંદનભાષ્ય ગાથા-૧, ૪) અને જેની સાથે પ્રતિક્રમણ માંડલીમાં કરાયું ન હોય તે સાધુને વિધિપૂર્વક બૃહદવંદન આપવું જોઈએ અને તેની વિધિ આ પ્રમાણે ભાષ્યમાં છે. ઇરિયાવહિ, કુસુમિણનો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન, પૂતિવંદન, આલોચન, વંદન, સામણ, વંદન, સંવર=પચ્ચખાણ, ચાર ક્ષોભ, બે સ્વાધ્યાય.” ના. ઇરિયાવહિ, ચૈત્યવંદન, પુરિવંદન, ચરિમવંદન, આલોચન, વંદન, સામણ, ચાર ક્ષોભ, દિવસનો કાઉસ્સગ્ગ, બે સ્વાધ્યાય.” પારા (ગુરુવંદનભાષ-૩૮, ૩૯) આ બંને ગાથાની વ્યાખ્યા – પ્રથમ ઈર્યાપથિકીનું પ્રતિક્રમણ કરે. ત્યારપછી કુસુમિણ ઈત્યાદિ સો(૧૦૦) ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. વળી કુસ્વપનની પ્રાપ્તિમાં એકસો આઠ(૧૦૮) ઉચ્છવાસમાન કાઉસ્સગ્ન કરે. ત્યારપછી ચૈત્યવંદના, ત્યારપછી “પુત્તિ =મુખવસ્ત્રિકા ખમાસમણાપૂર્વક પ્રતિલેખના કરે. ત્યારપછી વંદનદ્રય અને આલોચન કરે. ફરી વંદનદ્રય કરે અને ક્ષમણકને સાધુને, ફરી વંદનદ્વય કરે. પછી પચ્ચખાણ ગ્રહણ કરે અને ચાર ક્ષોભ=ભગવદ્ ઈત્યાદિ ભગવાન ઈત્યાદિ ચાર ક્ષમાશ્રમણને વંદન કરે. ત્યારપછી સજઝાય સંદિસાહુ સજઝાય કરું’ એ પ્રમાણે બે ખમાસમણ આપીને સ્વાધ્યાય કરવો જોઈએ. એ પ્રમાણે સવારની વંદનવિધિ છે. પ્રથમ ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરે. ત્યારપછી ચૈત્યવંદના કરે. ખમાસમણપૂર્વક મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરે, બે વંદન કરે=બે વાંદણાં આપે અને દિવસચરિમ એ પ્રમાણે સાંજનું પચ્ચકખાણ ગ્રહણ કરે. ત્યારપછી બે વાંદણાં આપે અને આલોચન કરે અને બે વાંદણાં આપે અને ક્ષમણકd=સાધુને ભગવાનહ-ઇત્યાદિ ૪ ક્ષોભવંદન કરે. ત્યારપછી દેવસિએ પાયચ્છિા એ પ્રમાણે કાયોત્સર્ગ કરે. ત્યારપછી પૂર્વની જેમ બે ખમાસમણાપૂર્વક સ્વાધ્યાય કરે. આ પ્રકારે સંધ્યાકાળના વંદનની વિધિ છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy