SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫ ૨૧૧ માટે કરાયેલા પણ કાઉસ્સગ્ગોમાં ફરી પ્રાણાતિપાતવિરમણાદિ અતિચારરૂપ દેવસિક પ્રાયશ્ચિત વિશોધન માટે ચાર ચતુર્વિશતિના ચિંતનરૂપ કાયોત્સર્ગ=ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ, કરે છે. અને આ કાયોત્સર્ગ સામાચારીના વશથી કેટલાક વડે પ્રતિક્રમણની આદિમાં અને કેટલાક વડે અંતમાં કરાય છે. ત્યારપછી તે પ્રમાણે જ પારીએ=નમો અરિહંતાણં નમસ્કારપૂર્વક જ કાઉસ્સગ્ગ પારીને, મંગલ માટે ચતુર્વિશતિસ્તવ બોલીને ક્ષમાશ્રમણદ્વયપૂર્વક બે ખમાસમણાંપૂર્વક, માંડલીમાં બેસીને સાવધાન મનથી મૂળ વિધિથી સ્વાધ્યાયને કરે છે જ્યાં સુધી પોરિસી પૂર્ણ થાય. અહીં પ્રતિક્રમણની વિધિમાં પર શંકા કરે છે. પ્રતિક્રમણ પંચાચારની શુદ્ધિ માટે છે એમ પૂર્વમાં કહેવાયું. વળી અહીં=પ્રતિક્રમણની વિધિના વર્ણનમાં, જ્ઞાનાચાર-દર્શનાચાર ચારિત્રાચારની જ યથાસ્થાન શુદ્ધિ કહેવાઈ. અને તપાચાર-વીર્યાચારની શુદ્ધિ કહેવાઈ નહિ અને તે રીતે=પ્રતિજ્ઞામાં પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ છે તેમ ગ્રહણ કર્યું અને પ્રતિજ્ઞા અનુસાર વર્ણન કરતી વખતે જ્ઞાનાચાર આદિ ત્રણની શુદ્ધિ બતાવી, તપાચાર-વીર્યાચારની શુદ્ધિ બતાવી નહિ. તે રીતે, પ્રતિજ્ઞાની હાનિ છે=પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે એ પ્રકારની પ્રતિજ્ઞાની હાનિ છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે. એમ ન કહેવું. આની શુદ્ધિ=ાપાચાર અને વીર્યાચારની શુદ્ધિ, જ્ઞાનાદિ આચાર અવતરિક પ્રતિપાદન કરાઈ જ છે=જ્ઞાનાચારાદિની શુદ્ધિ બતાવી તેમાં તપાચાર-વીચારની શુદ્ધિ અંતભવિત કરીને કહેવાઈ જ છે. તે આ પ્રમાણે – સાંજના કૃત ચઉવિહાર પ્રત્યાખ્યાનવાળા સાધુને, કૃત અન્યતર પ્રત્યાખ્યાનવાળા શ્રાવકને પણ=ચઉવિહાર અને તિવિહાર અન્યતર કરાયેલ પ્રત્યાખ્યાનવાળા શ્રાવકને પણ, તે થાય છે–તપાચાર થાય છે. સવારમાં પણ છ માસથી માંડીને નમસ્કાર સહિત અંતવાળું પ્રત્યાખ્યાન કરે છે–સાધુ કે શ્રાવક કરે છે. આથી સ્પષ્ટ જ તપાચારની શુદ્ધિ છે. યથાવિધિ અને યથાશક્તિ પ્રતિક્રમણ કરતા સાધુને અને શ્રાવકને વીર્યાચારની શુદ્ધિ પણ પ્રતીત જ છે. અર્થાત્ જે સાધુ કે શ્રાવક નિર્જરાના અર્થી છે અને નિર્જરાના અંગભૂત જ સાંજના પ્રતિક્રમણ પચ્ચકખાણ ગ્રહણ કરે છે અને નિર્જરાના અંગભૂત જ સવારના પ્રતિક્રમણમાં છ માસના ઉપવાસથી માંડીને નવકારશી સુધીના પચ્ચકખાણમાં પોતાની શક્તિનું સમાલોચન કરીને અન્ય બલવાન યોગોનો નાશ ન થાય તે પ્રકારે ઉચિત પચ્ચકખાણ કરે છે. તે તપ દ્વારા તપાચારની શુદ્ધિ થાય છે અને જે સાધુ કે શ્રાવક શરૂઆવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા જે ભાવથી અને જે ગુણોથી ભગવાને કરવાની કહી છે તે ભાવો અને તે ગુણો છ આવશ્યકથી કઈ રીતે પ્રગટ થાય છે તેનો સમ્યફ બોધ કરીને તે પ્રકારે જ કરવાની ઉત્કટ ઇચ્છાવાળા છે અને પોતાની શક્તિ અનુસાર ક્રિયામાં યત્વવાળા છે. જેથી તે ક્રિયાકાળમાં સ્વશક્તિ અનુસાર તે તે ભાવોને કરે છે અને તે તે ભાવોને કારણે તે તે ભાવોથી અપેક્ષિત ઉત્તમગુણોની પ્રાપ્તિ કરે છે. તે સાધુ કે શ્રાવકને પ્રતિક્રમણકાલમાં મોહતાશને અનુકૂળ સમ્યક્વીર્યનું ફુરણ થતું હોવાથી વીર્યાચારની શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અવિધિથી કરાયે છd=અવિધિથી શઆવશ્યકની ક્રિયા કરાયે છતે, પ્રાયશ્ચિત્ત છે=વીર્યાચારની અશુદ્ધિ હોવાને કારણે પ્રાયશ્ચિત્ત છે. તે આ પ્રમાણે – કાલમાં આવશ્યકતા અકરણમાં ચતુર્લધુ
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy