SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | બ્લોક-૬૫ સંપૂર્ણપણું થવાથી, સંપન્ન નિર્ભર પ્રમોદના પ્રસરથી યુક્ત વર્ધમાન સ્વરથી=સંપન્ન થયેલા હર્ષથી યુક્ત વધતા સ્વરથી, વર્ધમાન સ્વામીનું તીર્થનાયકપણું હોવાથી વર્ધમાન અક્ષરવાળી સ્તુતિત્રયનેક ‘નમોડસ્તુ વર્ધમાનાય' ઇત્યાદિરૂપ સ્તુતિત્રયને, ગુરુ દ્વારા એક સ્તુતિ બોલાયે છતે વળી, પાક્ષિક પ્રતિક્રમણમાં, શ્રી ગુરુનું પર્વ દિવસોમાં વિશેષ બહુમાનના સૂચન માટે ત્રણ સ્તુતિઓ ગુરુ બોલે છતે સર્વ સાધુઓ અને શ્રાવકો યુગપત્ બોલે છે–ત્રણ સ્તુતિ બોલે છે. “ચારિત્રકાંક્ષી બાલ, સ્ત્રી, મંદ અને મૂર્ખ એવા મનુષ્યના અનુગ્રહ માટે સર્વજ્ઞ વડે સિદ્ધાંત પ્રાકૃતમાં કરાયો છે.” II૧TI. ઈત્યાદિ ઉક્તિ હોવાથી સ્ત્રીઓને સંસ્કૃતમાં અનધિકારત્વનું સૂચન હોવાને કારણે સાધ્વીઓ અને શ્રાવિકાઓ ‘તમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય..' ઈત્યાદિ સૂત્રને બોલતા નથી અને ‘નમોડસ્તુ વર્ધમાનાય' ઇત્યાદિના સ્થાનમાં “સંસાર દાવાનલ' ઇત્યાદિ સૂત્ર બોલે છે. વળી, રાત્રિ પ્રતિક્રમણમાં ‘વિશાલલોચન' ઈત્યાદિ સ્થાનમાં “સંસાર દાવાનલ' બોલે છે. વળી, કેટલાક કહે છે. શું કહે છે ? તે બતાવે છે. સ્ત્રીઓને પૂર્વના અધ્યયનમાં અનધિકારીપણું હોવાથી અને નમોડસ્તુ વર્ધમાનાય ઈત્યાદિનું પૂર્વ અંતર્ગતપણારૂપે સંભાવ્યમાનપણું હોવાથી બોલતી નથી=સાધ્વીઓ અને શ્રાવિકાઓ “નમોડસ્તુ વર્ધમાનાય' ઇત્યાદિ સ્તુતિ બોલતી નથી. અને ગુરુકથનના અવસરમાં પ્રતિ સ્તુતિના પ્રાંતમાં જે ‘નમો ખમાસમણાણં' એ પ્રમાણે ગુરુનમસ્કાર સાધુ-શ્રાવકો વડે કહેવાય છે તે રાજાદિના આલાપોમાં પ્રતિવાર્તાના પ્રાંતમાં જીવ ઈત્યાદિ કથનની જેમ શ્રી ગુરુવચનના પ્રતીચ્છારૂપ સંભાવના કરાય છે. સ્તુતિત્રય પાઠ પછી શક્રસ્તવનો પાઠ છે. ત્યારપછી ઉદાર સ્વરથી એક કોઈ એક સાધુ કે શ્રાવક, જિતસ્તવ કહે છે. અને બીજા સર્વ સાવધાન મનવાળા કૃતઅંજલિવાળા સાંભળે છે. અને સ્તવન બોલ્યા પછી સર્વ જિનની સ્તુતિરૂપ “વરકતક' ઈત્યાદિ બોલીને ચાર ખમાસમણાં વડે શ્રી ગુરુઓને વંદન કરે છે અને અહીં દેવ-ગુરુનું વંદન “નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય...' ઇત્યાદિથી માંડીને ચાર ક્ષમાશ્રમણને વંદનના પ્રદાન સુધી જાણવું. વળી, શ્રાવકને ‘અઢાઈજેસ' ઈત્યાદિ કથન સુધી જાણવું–દેવ-ગુરુનું વંદન જાણવું અને આ દેવ-ગુરુનું વંદન પ્રતિક્રમણના પ્રારંભમાં અને અંતમાં કરાયુ=પ્રથમ ચાર થોય દ્વારા અને ચાર ખમાસમણાં દ્વારા દેવ-ગુરુને વંદન કરાયું અને અંતમાં નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાય..થી માંડીને અઢાઈજેસુ સુધી દેવ-ગુરુને વંદન કરાયું અને આદિઅંતના ગ્રહણમાં મધ્યનું પણ ગ્રહણ છે એ વ્યાયથી સર્વત્ર પણ અવતાર પામે છે=આખા પ્રતિક્રમણમાં દેવ-ગુરુના વંદનનું અવતરણ છે. અર્થાત્ આખી પ્રતિક્રમણની ક્રિયા ગુણવૃદ્ધિને અનુકૂળ હોવાથી દેવ-ગુરુના વંદન સ્વરૂપ જ છે. જે પ્રમાણે શક્રસ્તવના આદિ અને અંતમાં ‘નમો’ એ પ્રમાણે કથન છે="તમોત્થણ' સૂત્રમાં આદિમાં ‘નમોડલ્થણ' શબ્દમાં રહેલ 'નમો'નું કથન છે અને અંતમાં ‘તમો જિણાણ જિઅભયાણ'માં 'નમો'નું કથન છે. તેમ પ્રતિક્રમણમાં પણ આદિમાં દેવ-ગુરુનું વંદન છે અને અંતમાં પણ દેવ-ગુરુને વંદન છે ત્યારપછી પણ–દેવ-ગુરુને વંદન કર્યા પછી પણ, ‘દ્વિબદ્ધસુબદ્ધ થાય છે =બે વખત કરાયેલું દઢ થાય છે, એ ન્યાયથી પૂર્વમાં ચારિત્ર આદિ આચારની શુદ્ધિ
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy