SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫ “તે પ્રમાણે સૂત્ર બોલે છે. કેવલ તેને નહિ તે પ્રકારે જ અન્યોને=જે પ્રકારે પોતાને હર્ષ થાય છે તે પ્રકારે અન્યોને, જે રીતે નયણ જલના બળથી પદે પદે રોમાંચ થાય છે સૂત્રનાં દરેક પદો દ્વારા રોમાંચ થાય છે.” ||૧ ત્યારપછી સકલ અતિચારોની નિવૃત્તિથી અપગત તદ્ગારવાળો સાધુ કે શ્રાવક=સર્વ અતિચારોની નિવૃત્તિ થવાથી દૂર થયેલા કર્મ રૂપી ભારવાળો સાધુ કે શ્રાવક, હલકો થયેલો પાપના ભારથી હલકો થયેલો, ઊભો થાય છે. આ રીતે દ્રવ્યથી અને ભાવથી ઊભા થઈને અતિચારોની નિવૃત્તિ થવાને કારણે પોતે કેમથી હળવા થયો છે તેવો પરિણામ થવાને કારણે દ્રવ્યથી ઊભો થાય છે અને ભાવથી પણ વિશેષ પ્રકારના પરિણામ કરવા માટે ઊભો થાય છે. અને અભુઠિઓમિ ઈત્યાદિ સૂત્ર પ્રાંત સુધી બોલે છે=ઊભા થઈને અભુઠિઓમિ આરાણાએ. વિડિયોમિ વિરાણાએ ઈત્યાદિ સૂત્ર પ્રાંત સુધી બોલે છે=શ્રાવક વંદિત્ત સૂત્ર પૂર્ણ બોલે છે અને સાધુ પગામસજઝાય સૂત્ર પૂર્ણ બોલે છે. ભાવાર્થ - ભાવાચાર્યએ “પડિક્કમ' સૂત્ર દ્વારા પ્રતિક્રમણ કરવાની અનુજ્ઞા આપી અને તે પ્રતિક્રમણ આઠ પ્રકારનું છે. જેનું વિશેષ સ્વરૂપ પ્રતિક્રમણની સક્ઝાયમાંથી જાણવું. વળી, પ્રસ્તુતમાં શ્રાવકે ‘વંદિત્તાસૂત્ર” બોલતા પૂર્વે આલોચના રૂપ પ્રાયશ્ચિત્ત “જો મે દેવસિઓ અઇઆરો... ઇત્યાદિ સૂત્રથી કરેલ અને ત્યારપછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત માંગેલ અને પ્રાયશ્ચિત્તરૂપે ગુરુએ જ=ભાવાચાર્યએ જ, પ્રતિક્રમણરૂપ બીજું પ્રાયશ્ચિત્ત આપેલ. અને શિષ્યના પરિણામની શુદ્ધિ અર્થે ગંભીર ગુણના નિધાન મન-વચન-કાયાથી સમભાવવાળા ગુરુ શિષ્યના ભાવની વૃદ્ધિ અર્થે તેના અતિચારોના પ્રમાદને કારણે જાણે રુષ્ટ થયા ન હોય ! તેથી ઉત્તર આપતા નથી, માત્ર ઇશારાથી જ પ્રતિક્રમણ કરવાનું કહે છે. તે પ્રમાણે ભાવાચાર્ય પાસે પ્રતિક્રમણ કરનાર શ્રાવક “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!' સૂત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત માંગે છે ત્યારે ગુરુએ પોતાના પ્રત્યે રોષ કરીને આ પ્રકારે ઇશારાથી કહ્યું છે તે પ્રકારે પ્રતિસંધાન શ્રાવક કરે છે. તેથી શ્રાવકને આનંદ થાય છે કે ગુણવાન એવા ગુરુએ સમભાવવાળા હોવા છતાં પણ મારો પ્રમાદ જોઈને રોષ કર્યો છે. તેથી ગુરુના રોષના બળથી જ શ્રાવકને તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે; કેમ કે સંસારસમુદ્રથી તરવાની ઉક્ટ ઇચ્છા છે. ગુણવાન ગુરુ તારનારા છે તેવી ઉપસ્થિતિ છે અને છત્રીશ ગુણોથી કલિત ભાવાચાર્ય પોતાના હિતની ચિંતા કરનારા છે તેથી પોતાના પ્રમાદને સહન કરતા નથી તે જોઈને ગુરુના ઉપકારનું સ્મરણ કરીને પાપશુદ્ધિ કરવા અર્થે અત્યંત ઉલ્લસિત સદ્વર્યવાળો શ્રાવક બને છે. આ સર્વ પ્રક્રિયા જે શ્રાવકે પ્રતિક્રમણ કરતા પૂર્વે પુનઃ પુનઃ આલોચન કરીને સુઅભ્યસ્ત કરી છે તેવા શ્રાવકને સૂત્રના તે તે સ્થાને તે તે પ્રકારે ભાવાચાર્ય પોતાને કહે છે તે પ્રકારે સ્મરણ થાય છે. તેના સ્મરણથી પોતાને ક્યા ક્યા ભાવો કરવા આવશ્યક છે તેનું પણ સ્મરણ થાય છે. તેથી “પડિક્કમ' શબ્દ ઇશારાથી કહ્યો છે. સાક્ષાત્ ઉચ્ચારણરૂપે કહ્યો નથી તે પ્રકારના પ્રતિસંધાનના બળથી વિવેકી શ્રાવકનું ચિત્ત નિષ્પાપ જીવન જીવવા માટે અત્યંત અભિમુખ ભાવવાળું થાય છે. ત્યારપછી=ભાવાચાર્યએ ઇશારાથી પ્રતિક્રમણની અનુજ્ઞા આપી ત્યારપછી, દયાળુ સ્વભાવવાળા શ્રાવક
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy