SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ स्वस्य पठतः शृण्वतां च परेषां संवेगभराद्रोमाञ्चो भवति, तदुक्तं दिनचर्यायाम"पभणंति तहा सुत्तं, न केवलं तेसि तहव अन्नेसिं! जह नयणजललवेणं, पए पए हुन्ति रोमंचो (चा) ।।१।।" तदनु सकलातीचारनिवृत्त्याऽपगततद्भारो लघुभूत उत्तिष्ठति, एवं द्रव्यतो भावतश्चोत्थाय अब्भुट्ठिओमीत्यादिसूत्रं प्रान्तं यावत् पठति । ટીકાર્ચ - પ્રથમ પ્રશ્ચિત્ત .. પતિ વળી પ્રથમ પ્રાયશ્ચિત્ત આલોચના રૂપ પૂર્વમાં કરાયું જ છે. ગુરુઓ સંજ્ઞાદિ દ્વારા પ્રાયશ્ચિત્ત આપે છે. પરંતુ પડિક્કમ' બોલતા નથી એ પ્રમાણે “દિનચર્યામાં કહેવાયું છે. અને તે પ્રમાણે=સંજ્ઞાદિથી પ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે, તેની ગાથા છે. ગંભીર ગુણના નિધાન એવા ગુરુ, મન-વચન-કાયા વડે કર્યો છે સમભાવનો પરિણામ એવા ગુરુ પડિક્કમ' એ પ્રમાણે બોલતા નથી. સુષ્ટ ગુરુ=અતિચારને કારણે ગુસ્સે થયેલા ગુરુ તેના પ્રતિ શિષ્ય પ્રત્યે, કહે છે=સંજ્ઞાદિથી પ્રતિક્રમણ કરવાનું કહે છે.” (યતિદિનચર્યા-૨૦) રુષ્ટની જેમ કહે છે–ગુરુ રુષ્ટ નથી પરંતુ શિષ્ય દિવસમાં જે પ્રમાદ કર્યો છે તેના કારણે જાણે દુષ્ટ થયા હોય તેમ સંજ્ઞાદિથી પ્રતિક્રમણ કરવાનું કહે છે. ત્યારપછી વિધિથી બેસીને રુઝ થયેલાની જેમ ગુરુએ પ્રતિક્રમણ કરવાર્થે સંજ્ઞાથી અનુમતિ આપી ત્યારપછી સંડાસા આદિ પ્રમાર્જતાની વિધિથી બેસીને, સમભાવમાં રહેલા સમ્યફ ઉપયુક્ત મનવાળા અનવસ્થા પ્રસંગથી ભય પામેલા પદે પદે સંવેગને પ્રાપ્ત કરતા દેહમાં થતા દંશ-મશક આદિને અવગણના કરતા એવા શ્રાવક વડે સર્વ કર્મ પંચપરમેષ્ઠિનમસ્કારપૂર્વક કરવું જોઈએ એથી આદિમાં નવકાર બોલાય છે અને સમભાવમાં રહેલા વડે પ્રતિક્રમણ કરવું જોઈએ એથી સામાયિક સૂત્ર બોલાય છે. ત્યારપછી દૈવસિક આદિ અતિચારોના આલોચન માટે દિવસ સંબંધી થયેલા અતિચારોનું સંક્ષેપથી પ્રતિક્રમણ કરવા માટે, “ઈચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિઅ અઈઆરો કઓ” ઈત્યાદિ સૂત્ર બોલાય છે, ત્યારપછી શ્રાવકનું પ્રતિક્રમણ સૂત્ર બોલાય છે વંદિત્ત સૂત્ર બોલાય છે. જ્યાં સુધી તસ્સ ધમ્મક્સ” આવે છે. વળી સાધુ સામાયિકસૂત્ર પછી મંગલ માટે “ચત્તારિ મંગલ' ઇત્યાદિ બોલે છે. ત્યારપછી ઓઘથી અતિચારના આલોચન માટે=સામાન્યથી અતિચારના આલોચન માટે “ઈચ્છામિ પડિક્કમિઉં' ઇત્યાદિ બોલે છે. વળી વિભાગથી આલોચના માટે=વિભાગથી પ્રતિક્રમણ કરવા માટે, ત્યારપછી ઈર્યાપથિકીસૂત્ર બોલે છે અને ત્યારપછી ઈરિયાવહિયા બોલ્યા પછી, શેષ સર્વ અતિચારોના પ્રતિક્રમણ માટે મૂલ સાધુપ્રતિક્રમણ સૂત્ર બોલે છે–પગામસજઝાય સૂત્ર બોલે છે. અને આચરણા આદિથી જ આ ભિન્ન રીતિ છે. અને પ્રતિક્રમણસૂત્ર તે પ્રકારે બોલવું જોઈએ=સાધુએ અથવા શ્રાવકે પ્રતિક્રમણ સૂત્ર એ રીતે બોલવું જોઈએ જે પ્રમાણે બોલતા એવા પોતાને અને સાંભળતા એવા બીજા સાધુઓને કે શ્રાવકોને સંવેગ અતિશય થવાથી રોમાંચ થાય. તે દિનચર્યામાં કહેવાયું છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy