SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ सम्यक् प्रणिपत्यातीचारभारभारित इवावनतकाययष्टि निहितशिराः सकलातिचारबीजं 'सव्वस्सवि देवसिअ' इत्यादिसूत्रं भणित्वा मिथ्यादुष्कृतं दत्ते इदं च सकलप्रतिक्रमणबीजभूतं ज्ञेयम्, ટીકાર્ચ - પ્રતિક્ષમતા ..... સેય, અને તેને=ઈર્યાપથિકી પ્રતિક્રમણને, પ્રતિક્રમણ કરતા શ્રાવક વડે મતથી ઉપયોગને આપી=મનથી ઉપયુક્ત થઈને, પદવ્યાસની ભૂમિ ત્રણ વખત પ્રમાWવી જોઈએ=પ્રતિક્રમણ પ્રારંભ કરવાના પૂર્વે જે સ્થાનમાં ઊભા રહીને ઈરિયાવહિયાદિ સૂત્રો બોલવાનાં છે તે સ્થાનમાં કોઈ જીવ નથી તેનો ઉપયોગ મૂકીને, તે ભૂમિની ત્રણ વખત પ્રમાર્જના કરવી જોઈએ. ત્યારપછી ત્યાં ઊભા રહીને સાધુ કે શ્રાવકે ઈર્યા પ્રતિક્રમણ કરવું જોઈએ અને આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે ઈર્યાપથિકીનું પ્રતિક્રમણ કરી સાધુ અને કૃત સામાયિકવાળો શ્રાવક આદિમાં=પ્રતિક્રમણના આરંભમાં, દેવ-ગુરુને વંદન કરે છે. કેમ વંદન કરે છે ? એથી કહે છે – સર્વ પણ અનુષ્ઠાન દેવ-ગુરુના વંદનવિનય-બહુમાન આદિ રૂપ ભક્તિપૂર્વક સફળ થાય છે અને કહે છે. “વિનયને આધીન વિદ્યા આ લોકમાં અને પરલોકમાં ફળને આપે છે. જેમ પાણી વગર ધાન્ય લને આપતાં નથી તેમ વિનયહીન વિઘા ફલને આપતી નથી.” III જિનેશ્વરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મ ક્ષય પામે છે. આચાર્યના નમસ્કારથી વિદ્યા અને મંત્રો સિદ્ધ થાય છે.” ||રા (પ્રતિક્રમણ ગર્ભહેતુ-૧૦-૧૧) એ હેતુથી સર્વ પણ અનુષ્ઠાન દેવ-ગુરુના વંદનાદિપૂર્વક સફળ થાય છે એમ પર્વના કથનની સાથે સંબંધ છે અને કહે છે. “પ્રથમ અધિકારમાં ભાવજિનને વંદન કરાય છે–પ્રતિક્રમણ વખતે ચાર થોયોથી જે ચૈત્યવંદન થાય છે તેમાં ‘નમુત્થણં' સૂત્ર રૂપ પ્રથમ અધિકારમાં ભાવજિનને વંદન કરાય છે. બીજા અધિકારમાં દ્રજિતને વંદન કરાય છે જે અઈઆસિદ્ધા' ઈત્યાદિ વચનથી ભૂત-ભાવિના તીર્થકરોને વંદન કરવા દ્વારા દ્રજિતને વંદન કરાય છે. એક ચૈત્યના સ્થાપનાજિનને ત્રીજા અધિકારમાં વંદન કરાય છે=અરિહંત ચેઈઆણં' આદિ સૂત્ર બોલીને કરાતા એક નવકારના કાઉસ્સગ્ગ દ્વારા એક ચૈત્યના એક સ્થાપનાજિનને ત્રીજા અધિકારમાં વંદન કરાય છે. ચોથા અધિકારમાં નામજિનને વંદન કરાય છે=એક ચૈત્યની સ્તુતિ કર્યા પછી લોગસ્સ સૂત્ર' દ્વારા ચોથા અધિકારમાં નામજિનને નમસ્કાર કરાય છે.” II૧TI. આ રીતે ચાર અધિકાર દ્વારા ક્રમસર ભાવજિલને, દ્રવ્યજિતને, સ્થાપનાજિક અને સામજિનને વંદન કરાય છે. ત્યારપછી “વળી ત્રણ ભુવનના સ્થાપનાજિનને પાંચમા અધિકારમાં વંદન કરાય છે= લોગસ્સ સૂત્ર' બોલ્યા પછી ‘સવ્વલોએ અરિહંત ચેઈઆણં' આદિ સૂત્ર બોલીને નવકારના કાઉસ્સગ્નપૂર્વક જે બીજી સ્તુતિ બોલાય છે તેનાથી ત્રણ ભુવનના સ્થાપનાજિનને વંદન કરાય છે. છઠા અધિકારમાં વિહરમાન જિનને વંદન કરાય છે=પુષ્પર-વર-દીવઢે સૂત્રની પ્રથમ ગાથા દ્વારા અઢી દ્વીપમાં વર્તતા વિહરમાન જિનને વંદન કરાય છે. સાતમા અધિકારમાં શ્રુતજ્ઞાનને વંદન કરાય
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy