SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૪ ૧૬૫ ભેદથી દાન કરવું જોઈએ. આથી જ પૂર્વમાં કહ્યું કે ધર્મગુરુનો પ્રતિકાર દુષ્કર છે. તેથી જેનાથી પોતાને સન્માર્ગની પ્રાપ્તિ થઈ હોય તેવા ગુરુ વિશેષ પૂજનીય છે. માટે ઋદ્ધિવાન શ્રાવક માટે ઉપકારી ગુરુ કે સુસાધુ ગુણથી સમાન હોય તો પક્ષપાત વગર સર્વની ભક્તિ કરવી જોઈએ અને અલ્પ ઋદ્ધિમાન શ્રાવક બધા સાધુઓની સમાન રીતે ભક્તિ કરી શકે નહિ તેથી જેનાથી પોતાને સન્માર્ગની પ્રાપ્તિ થઈ હોય તેવા ઉપકારી ગુરુને દાન કરે અને અન્ય સાધુઓ માટે દાનશ્રદ્ધાળુ શ્રાવકનાં ઘર બતાવે. આ પ્રકારે શાસ્ત્રમર્યાદા છે. અને તેનો ભંગ કરે તો શ્રાવકને પણ આજ્ઞાભંગ આદિ દોષોની પ્રાપ્તિ થાય છે. અને આભવવ્યવહારની અપેક્ષાથી પ્રવ્રજ્યાની ઇચ્છાવાળા ગૃહસ્થને અથવા ઉદ્મદ્રજિત ગૃહસ્થનેદીક્ષા છોડેલ ગૃહસ્થને, દિન્ આગમમાં દેખાય છે, અને દેખાતી નથી. અર્થાત્ આ ગૃહસ્થ કોની પાસે દીક્ષા ગ્રહણ કરે ? અને કોની પાસે નહિ ? તેના વિષયમાં આવિદ્ અને અનાભવડ્યો વ્યવહાર શાસ્ત્રમાં છે તે અપેક્ષાએ જે ગૃહસ્થ કોઈક ગુરુથી પ્રતિબોધ પામેલ હોય અને દીક્ષા લેવા તત્પર થયેલો હોય તે ગૃહસ્થનો તે ગુરુ સાથે દિ સંબંધ છે. અને જેણે દીક્ષા છોડી દીધી છે તેનો તે ગુરુ સાથે દિસંબંધ છે એમ આગમમાં દેખાય છે. અન્યનો=અન્ય શ્રાવકનો, કોઈ ગુરુ સાથે દિગ્મબંધ દેખાતો નથી. યત =જે કારણથી, આ કલ્પ વ્યવહારમાં કહેવાયેલી દિમ્ વ્યવસ્થા છે. જે શ્રાવક દીક્ષા લેવાની ઈચ્છાવાળો છે, સામાયિકાદિ પાઠમાં પ્રવૃત્ત છે તે ત્રણ વર્ષ સુધી પ્રતિબોધક આચાર્યનો જ સત્ય થાય=તે આચાર્યનો આભવદ્ થાય છે. તેથી તે આચાર્ય જ તેને ત્રણ વર્ષની અંદર પોતાના શિષ્ય તરીકે ગ્રહણ કરી શકે. ત્રણ વર્ષ સુધી અન્ય તેને પોતાનો શિષ્ય કરી શકે નહિ, જેને કહે છે. સામયિકાદિથી ધર્માચાર્યનાં જે ત્રણ વર્ષો છે. ઉદ્યમથી શૈક્ષ નિયમથી થાય છેeત્રણ વર્ષ સુધી તેમનો શિષ્ય નિયમથી થાય છે. તેની ઉપરમાં ત્રણ વર્ષ પછી, ભજના છે–તેમને શિષ્ય થાય કે ન પણ થાય.” III વળી જે વિક્તવાદિ થઈને ફરી પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે તેને સ્વઈચ્છાથી દિ છે. વળી અત્યક્ત સમ્યક્તવાળો ઉદ્મવ્રજ્યા કરીને દીક્ષા છોડીને જે ફરી પ્રવ્રયા ગ્રહણ કરે છે તે ત્રણ વર્ષ સુધી પૂર્વાચાર્યનો જ થાય છે=જેની પાસે પૂર્વે દીક્ષા લીધી હતી તે ગુરુનો શિષ્ય થાય છે અને કહે છે. “સમદ્રેસન=સમ્યગ્દર્શનનો ત્યાગ કરાય છતે, પતિના વ=પરલિગી અને નિદ્ભવ થયે છતે, ઉપશાંતમાં મિથ્યાત્વના ઉપશાંતમાં, તે જ દિવસમાં ઈચ્છાદીક્ષા ત્યાગ કર્યા પછી તે દિવસમાં સંયમની ઈચ્છા છે. સમ્યક્તયુક્તમાં તિuિm સમત્રણ વર્ષ પોતાના ગુરુનો દિલ્બધ છે.” [૧] ઉદ્ધરણના શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. કોઈક વ્યક્તિ સાધુપણામાં મિથ્યાત્વને પામ્યો હોય અને પરદર્શનનો સંન્યાસી થયો હોય અથવા તિતવ થયો હોય તેઓને પોતાના ગુરુ સાથે દિલ્બધ નથી તેથી ફરી દીક્ષાના પરિણામ થાય ત્યારે સ્વઈચ્છા અનુસાર જ્યાં યોગ્ય જણાય ત્યાં દીક્ષા ગ્રહણ કરે અને ઉપશાંતમાં-મિથ્યાત્વનો જેને ઉપશમ છે અને જેણે દીક્ષાનો ત્યાગ કર્યો છે તે સાધુને જે દિવસે દીક્ષા લેવાની ઈચ્છા થાય તો સમ્યક્તયુક્ત એવા તેને ત્રણ વર્ષ સુધી પોતાના ઉપકારી ગુરુ સાથે દિલ્બધ છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy