SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ ૧૬૩ અનિર્વાહ થયે છતે, અશુદ્ધ પણ ભિક્ષાદિ પથ્થ થાય. આ અભિપ્રાય છે. જો કે આ=અશુદ્ધ દાન, કર્મબંધનો હેતુ વર્ણન કરાયો છે. તોપણ – “સર્વત્ર=સર્વ પ્રવૃત્તિઓમાં, સંયમનું રક્ષણ કરવું જોઈએ=ષકાયના પાલનને અનુકૂળ ઉચિત પ્રયત્ન કરવો જોઈએ. સંયમથી=સંયમનું પાલન અશક્ય જણાય=બાહ્ય જીવરક્ષા અશક્ય જણાય ત્યારે પોતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ=પોતાના ભાવસંયમના પરિણામથી યુક્ત એવા દેહરૂપ આત્માનું રક્ષણ કરવું જોઈએ. અતિપાતથી-દેહના વિનાશથી, મૂકાય છે=બાહ્ય સંયમને ગૌણ કરીને સંયમના અંગભૂત દેહનું રક્ષણ કરવાથી પ્રાણનાશના અતિપાતથી સાધુ મૂકાય છે. ફરી વિશોધિ થાય છે સંયમના અંગભૂત દેહનું રક્ષણ કરવા માટે જે અશુદ્ધ ભિક્ષાદિ ગ્રહણ કર્યા તેની પ્રાયશ્ચિત્તાદિથી વિશુદ્ધિ થાય છે. અને અવિરતિ નથી=ભાવસંયમના અંગભૂત દેહના રક્ષણ માટે બાહ્યશુદ્ધિ ગૌણ કરવાથી સાંધુને અવિરતિની પ્રાપ્તિ નથી.” (ઓઘનિર્યુક્તિ-૪૭) એ વગેરે આગમના જાણનારા વડે યથા અવસર બહુત્તરગુણના લાભની ઇચ્છાથી ગ્રહણ કરાતું-અશુદ્ધ આહારાદિ અપાતું દોષ માટે નથી. અને તે પ્રમાણે આગમ છે. “સર્વ પ્રતિસેવામાં આ પ્રકારના અર્થપદને જાણીને અલ્પના વ્યયથી બહુ પ્રાપ્ત કરે એ પંડિતનું લક્ષણ છે=બુદ્ધિમાનનું લક્ષણ છે.” [૧] હું અછિત્તિને કરીશ=અપવાદથી દોષિત આદિને ગ્રહણ કરીને શાસ્ત્રોના ગંભીર અર્થોને ભણીને તેની અવિચ્છિત્તિને કરીશ. અથવા અધિક તપ-ઉપધાનમાં ઉદ્યમ કરીશ. અને નીતિથી ગણની સારણા કરીશ. આ પ્રકારે આલંબન સેવનાર સાધુ દોષિત ભિક્ષા ગ્રહણ કરીને પણ મોક્ષને પ્રાપ્ત કરે છે.” ||૧|| દાયકd=શ્રાવકને, અશુદ્ધ ભિક્ષા આપવામાં ગુણ છે જે “થ'થી બતાવે છે. “હે ભગવંત ! તેવા પ્રકારના શ્રમણ અથવા માહણને અપ્રાસુક, અષણીય, અશન-પાન-ખાદિમ-સ્વાદિમને વહોરાવતા શ્રમણોપાસકને=શ્રાવકને, શું પ્રાપ્ત થાય ? હે ગૌતમ ! તેને=વહોરાવનાર શ્રાવકને, બહુત્તર નિર્જરા છે અને અલ્પતર પાપકર્મ બંધાય છે.” (ભગવતી સૂત્ર-૨૬૩) અને “પથથી શ્રાંત થયેલા ગ્લાન સાધુમાં, આગમગ્રાહીમાં આગમ ભણનારા સાધુમાં, કૃત લોચવાળા સાધુમાં અને તપના પારણામાં અપાયેલું સુબહુ ફલવાળું થાય છે.” [૧] આ ભગવતીના સાક્ષીપાઠ વિષયક ગંભીર અર્થની સ્પષ્ટતા ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મ.સા.ની પ્રથમ બત્રીસી-દાનબત્રીસીમાં કરેલ છે. જિજ્ઞાસુએ વિશેષ ત્યાંથી જોવું. અહીં દાનવિધિમાં, આ જાણવું. સકલ પણ આ દાનવિધિ ઋદ્ધિવાળા શ્રાવકને આશ્રયીને જાણવી. જે કારણથી તેત્રદાનવિધિ કરનારો શ્રાવક, સ્વ-પર પક્ષાદિના અવિશેષથી સર્વ સાધુઓને અન્ન-પાન-વસ્ત્ર-પાત્રાદિ સર્વ આપે છે. વળી દરિદ્ર શ્રાવક, તેવા પ્રકારના દાવમાં અશક્તિ હોતે જીતે સાધુને દાનશ્રદ્ધાળુ શ્રાવકોનાં ઘરોને બતાવે છે. હિં=જે કારણથી, તુચ્છ=દરિદ્ર શ્રાવક, અવિશેષથી આપવા માટે અશક્ત છેઃદરિદ્ર શ્રાવક સર્વ સાધુઓને સમાન રીતે આપવા માટે અસમર્થ છે આથી આ=દરિદ્ર શ્રાવક, ઘર્મગુરુનું દુષ્પતિકારપણું હોવાને કારણે વિશેષથી પૂજનીયપણું હોવાથી તેઓએ=ઉપકારી
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy