SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ ૫૭ અપુનબંધકાદિ જીવોને=વંદના અધિકારી જીવોને, બધી વંદના ત્રિવિધ જાણવી એમ અન્વય છે. ત્યાં અપુનબંધક સમ્યક્ત્વપ્રાપ્તિના પ્રક્રમમાં વ્યાખ્યાતપૂર્વ છે=પૂર્વમાં બતાવાયું છે. ‘આદિ’ શબ્દથી= અપુનર્બંધકાદિમાં રહેલા ‘આદિ’ શબ્દથી અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરતનું ગ્રહણ છે. અપુનર્બંધકાદિની સર્વ પણ વંદના નમસ્કારાદિના ભેદથી જઘન્યાદિ પ્રકારવાળી પણ, કોઈ એક વંદના દૂર રહો પરંતુ સર્વ પણ વંદના ત્રિવિધ જાણવી એમ અન્વય છે. ત્યાં અપુનર્બંધકને જઘન્ય વંદના છે; કેમ કે તેના પરિણામનું વિશુદ્ધિની અપેક્ષાએ જઘન્યપણું છે. અવિરત સમ્યગ્દષ્ટિની વંદના મધ્યમ છે; કેમ કે તેના પરિણામનું વિશુદ્ધિને આશ્રયીને મધ્યમપણું છે. સામાન્ય વિરતને દેશવિરતિધર અને સર્વવિરતિધર ઉભય સામાન્ય વિરતને, ઉત્કૃષ્ટ વંદના છે; કેમ કે તેના પરિણામનું તેવા પ્રકારપણું જ છે=ઉત્કૃષ્ટપણું જ છે. અથવા અપુનબંધકની પણ વંદના ત્રિવિધ છે; કેમ કે પ્રમોદરૂપ ભાવનું ત્રિવિધપણું છે. એ રીતે ઇતરની પણ=સમ્યગ્દષ્ટિ આદિની પણ પ્રમોદને આશ્રયીને વંદના ત્રિવિધ જાણવી. ‘થ’થી શંકા કરે છે. અપુનબંધકાદિને ભાવભેદથી ત્રણ પ્રકારની વંદના હોય છે. એ પ્રમાણે કેમ કહેવાય ? માર્ણાભિમુખ આદિને પણ ભાવભેદનો સદ્ભાવ છે. એ પ્રકારની શંકા કરીને ‘પંચાશક’ની ગાથાના છેલ્લા પદથી કહે છે – “શેષ જીવોને=અપુનબંધકાદિથી વ્યતિરિક્ત જીવોને=સકૃબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત અને તેનાથી ઇતર એવા મિથ્યાદૅષ્ટિજીવોને આ=અધિકૃત ભાવભેદવાળી વંદના, નથી જ. જે કારણથી સિદ્ધાંતમાં કહેવાઈ છે; કેમ કે તેઓનું=સકૃતબંધકાદિ જીવોનું, તદ્યોગ્યતા વિકલપણું છે. એ પ્રમાણે ગાથાર્થ છે.” અને આ રીતે=પંચાશકની ગાથાની ટીકાનુસારે વર્ણન કર્યું એ રીતે અને પૂર્વમાં જઘન્યાદિ ચૈત્યવંદનાદિ ભેદો બતાવ્યા એ રીતે, ભાવવંદનાના અને શુદ્ધદ્રવ્યવંદનાના અધિકારીને પણ આ ત્રણ જ વંદનાઓ છે. વળી સકૃતબંધકાદિ જીવોને અશુદ્ધ વ્યવંદના જ છે. જે કારણથી ત્યાં જ=‘પંચાશક’માં જ કહેવાયું છે - “અહીં=વંદનામાં, આ અધિકારી છે=અપુનર્બંધકાદિ જીવો વંદનાના અધિકારી છે. શેષજીવો અધિકારી નથી. જે કારણથી આદ્રવ્યવંદના પણ, ઇતરના યોગ્યપણાથી છે=ભાવવંદનાના યોગ્યપણાથી છે. વળી શેષને અપ્રધાનપણાથી છે.” (પંચાશક ૩/૭) ફક્ત શ્લોકમાં ‘વટી’ શબ્દ ‘તર' એવી ભાવવંદનાના યોગ્યપણાથી છે. જે પ્રધાન દ્રવ્યવંદના છે તે અધિકારીને છે=અપુનર્બંધકાદિ જીવોને છે. વળી, શેષ એવા સકૃતબંધકાદિ જીવોને ભાવવંદનાનું અકારણપણું હોવાથી અપ્રધાનદ્રવ્યવંદના છે. એ પ્રકારનો ભાવ છે=શ્ર્લોકનો એ પ્રકારનો ભાવ છે અને આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, જઘન્યાદિ એક-એકની પણ ચૈત્યવંદનાના અધિકારીત્રયનો સંભવ હોવાથી નવપ્રકારની ચૈત્યવંદના છે. એ પ્રમાણે જાણવું. અને અહીં કેટલાક માને છે. શક્રસ્તવમાત્ર જ વંદન શ્રાવકને યુક્ત છે; કેમ કે જીવાભિગમાદિમાં તન્માત્ર જ તેનું=શક્રસ્તવમાત્ર જ વંદનનું, દેવાદિ વડે કૃતત્વેન પ્રતિપાદિતપણું છે, તેથી તેના આચરિતના
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy