SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ચૈત્યસ્તવ અરિહંતચેઈઆણં સૂત્ર, ૩ નામસ્તવ=લોગસ્સ સૂત્ર, ૪ શ્રુતસ્તવ=પુફખરવરદીવ સૂત્ર, ૫ સિદ્ધસ્તવ=સિદ્ધાણં-બુદ્ધાણં રૂપ પાંચ દંડક વડે, સ્તુતિચતુષ્ટય વડે, સ્તવન વડે અને જયવીયરાય ઇત્યાદિ પ્રણિધાન વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના છે. અને આ વ્યાખ્યાન એક આચાર્ય કહે છે. ત્રણ સ્તુતિ ત્રણ શ્લોકવાળી જ્યાં સુધી બોલે ત્યાં સુધી ત્યાં જિન મંદિરમાં, સાધુને રહેવાનું અનુજ્ઞાત છે અને કારણથી વધુ સમય પણ યતિઓને જિનમંદિરમાં રહેવા માટે અનુજ્ઞા છે. (ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવા માટે ત્રણ કાયોત્સર્ગ કરાય છે અને તેમાં સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલાય છે તેના ત્રણ શ્લોકો સુધી સાધુને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે અને તેનાથી અધિક કારણ હોય તો રહેવામાં નિષેધ નથી. તે સિવાય સાધુને જિનાલયમાં રહેવું ઉચિત નથી.) અને આ કલ્પગાથા ‘પ્રણિધાન મુક્તાશક્તિથી' એ પ્રમાણે વચનને આશ્રયીને કરે છે. વંદનકચૂણિમાં પણ કહેવાયું છે – “અને તે ચૈત્યવંદન જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટના ભેદથી ત્રિવિધ છે. જે કારણથી કહેવાયું છે – નવકારથી જઘન્ય, દંડક-સ્તુતિ યુગલ મધ્યમ જાણવું. ઉત્કૃષ્ટ વિધિથી સંપૂર્ણ વંદના છે. ખરેખર વંદના ત્રણ પ્રકારની છે.” II૧૫ ત્યાં નમસ્કારથી એક શ્લોકના ઉચ્ચારણથી, પ્રણામકંરણથી જઘવ્ય વંદના છે. તથા અરિહંતચેઈઆણં ઈત્યાદિ દંડકને બોલીને કાઉસ્સગ્નને પારીને સ્તુતિ બોલવી જોઈએ. એ પ્રમાણે દંડકના અને સ્તુતિના યુગલથી=દુગથી, મધ્યમ જાણવી. અને કલ્પમાં કહેવાયું છે – નિશ્રાકૃત અને અનિશ્રાકૃત સર્વ ચૈત્યોમાં પણ ત્રણ સ્તુતિ કરવી જોઈએ. વેલાન=સમયને અને ચૈત્યોને જાણીને એક-એક પણ સ્તુતિ કરવી જોઈએ.” III અને શક્રસ્તવ આદિ દંડકપંચક, સ્તુતિચતુષ્ક પ્રણિધાનના કરણથી સંપૂર્ણ આ ઉત્કૃષ્ટ વંદના છે.” અન્ય કહે છે. એક શકસ્તવથી જઘન્ય વંદના તે દુગતિગથીeત્રણ દુગથી, મધ્યમ અને ચાર અથવા પાંચથી ઉત્કૃષ્ટ જાણવી.” Iળા (ચત્યવંદનભાષ્ય ગા. ૨૦) અથવા પ્રકારોતરથી વંદનાના વૈવિધ્યતે કહે છે. જે પ્રમાણે પંચાશકમાં કહ્યું છે. “અથવા ભાવના ભેદથી ઓઘથી અપુનબંધકાદિની સર્વ વંદના ત્રિવિધ જાણવી=પૂર્વમાં વર્ણન કરાયેલી જઘન્યમધ્યમ-ઉત્કૃષ્ટ સર્વ ચૈત્યવંદના ત્રિવિધ જાણવી. શેષ જીવોને આ વંદના નથી. જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે.” [પંચાશક (૩૩). વ્યાખ્યા – ‘અથવા એ નિપાત છે. પૂર્વોક્ત પ્રકારની અપેક્ષાએ પ્રકાર તરના ઘોતન માટે છે અને તે પ્રકારાંતર જ સ્પષ્ટ કરે છે. ભાવભેદથી પરિણામવિશેષથી, ગુણસ્થાનકવિશેષનો સંભવ હોવાને કારણે અથવા પ્રમોદ માત્રરૂપ ભાવભેદથી વંદનાધિકારમાં જીવગત વંદના ત્રણ પ્રકારની જાણવી એમ સંબંધ છે. ઓઘથી=સામાન્યથી=અવિવક્ષિત પાઠક્રિયારૂપસ્વાદિપણાથી=પૂર્વમાં જઘન્યાદિ ચૈત્યવંદનામાં જે પાઠાદિની વિવક્ષા કરી તે વિવક્ષા વગર સામાન્યથી, એ પ્રમાણે અર્થ છે. કોને વંદના હોય છે ? એથી કહે છે –
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy