SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૩૯ પ્રવેશ કરીને, ત્યાર પછી સુગંધી મધુર દ્રવ્યો વડે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ ડાબી વાડી પ્રવૃત્ત થયે છતે મૌનવાળો દેવની પૂજા કરે.” ઈત્યાદિ ઉક્ત અને વૈધિકત્રય કરણ પ્રદક્ષિણાત્રય ચિંતન આદિ વિધિથી દેવતાના અવસરના પ્રમાર્જનાપૂર્વક=જિનાલયના સ્થાનના પ્રમાર્જતાપૂર્વક શુચિપટ્યકાદિમાં પવિત્ર વસ્ત્રાદિમાં, પદ્માસનમાં બેઠેલો પૂર્વમાં ઉત્સારિત બીજા પાત્રમાં રહેલા ચંદનથી=પૂર્વમાં કહ્યા પ્રમાણે ઘસીને તૈયાર કરેલા બીજા પાત્રમાં રહેલા ચંદનથી, અથવા દેવપૂજાના સંબંધિત ચંદનના ભાજનથી પાત્રાંતરમાં કે હસ્તકલમાં ગ્રહણ કરાયેલા ચંદનથી મસ્તક=કપાળ ઉપર, કંઠ ઉપર, હદય ઉપર, ઉદર ઉપર કરાયેલા તિલકવાળો રચના કરેલ કણિકા અંગદ હસ્તકંકણાદિ ભૂષણવાળો ચંદનથી ચર્ચિત ધૂપિત હસ્તદ્વયવાળો લોમહસ્તથી=મોરપીંછીથી, શ્રી જિનનાં અંગોનું નિર્માલ્ય દૂર કરે. અને નિર્માલ્ય“ભોગ વિનષ્ટ દ્રવ્યને ગીતાર્થ નિર્માલ્ય કહે છે. (ચૈત્યવંદન મહાભાસ. ગા. ૮૯) એ પ્રમાણે બૃહભાગના વચનથી “અને જે જિનબિંબમાં આરોપિત છતું વિછાયીભૂત=લ્લાનીભૂત વિગંધવાળું થયું=સુગંધ વિનાનું થયું. અને દશ્યમાન શોભા વગરનું ભવ્યજનના મનને પ્રમોદનો હેતુ નથી તેને નિર્માલ્ય બહુશ્રુતો કહે છે. (સંઘાચારવૃત્તિ પ. ૫૩) એ પ્રમાણે સંઘાચારની વૃત્તિની ઉક્તિ હોવાથી ભોગ વિનષ્ટ જ છે=ભોગ વિનષ્ટ જ નિર્માલ્ય છે. પરંતુ વિચારસારના પ્રકરણ વડે ઉક્ત પ્રકારથી દહેરાસરમાં મૂકાયેલા અક્ષતાદિનું નિર્માલ્યપણું ઉચિત નથી; કેમ કે શાસ્ત્રાંતરમાં તે પ્રકારે અદશ્યમાનપણું છે=તે પ્રમાણે લખાણની અપ્રાપ્તિ છે અને અક્ષોદક્ષમપણું છે=સ્વીકારી શકાય તેવું નથી. તત્વ વળી કેવલીગમ્ય છે. અને વર્ષાદિમાં કુંથુવાદિની સંસકિત હોવાથી નિર્માલ્યનું વિશેષથી પૃથ-પૃથર્, લોકથી અનાક્રખ્ય એવા પવિત્ર સ્થાનમાં ત્યાગ કરાય છે=જ્યાં લોકો અવર-જવર ન કરતા હોય તેવા પવિત્ર સ્થાનમાં ત્યાગ કરાય છે. એ રીતે આશાતના પણ ન થાય. સ્નાત્રજલ પણ તે પ્રમાણે જ=સ્નાત્રજલ પણ લોકોની અવરજવર વગરના પવિત્ર સ્થાનમાં ત્યાગ કરાય છે. ત્યાર પછી શ્રી જિનપ્રતિમાનું સમ્યફ પ્રમાર્જન કરીને ઊંચા સ્થાનમાં અને ભોજનાદિ માટે અવ્યાપાર્ય એવા નહિ વપરાતા એવા, પવિત્ર પાત્રમાં સંસ્થાપન કરીને બંને હાથમાં ધારણ કરેલા પવિત્ર કળશાદિથી અભિષેક કરે. અને જલ પૂર્વમાં ઘસાયેલા કેસરાદિથી ઉત્મિશ્ર કરવું જોઈએ=કેસરાદિથી યુક્ત કરવું જોઈએ. જે કારણથી “દિનકૃત્યમાં કહેવાયું છે – “વળી કેસર કપૂરથી મિશ્ર ગંધવાળું શ્રેષ્ઠ ઉદક કરીને=શ્રેષ્ઠ સુગંધી પાણી કરીને, ત્યાર પછી ભક્તિથી યુક્ત ભુવનના નાથને સ્નાન કરાવે. (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૫૯). શ્લોકમાં ઘૂસણું શબ્દ કેસર અર્થમાં છે. કપૂર શબ્દ ઘનસારના અર્થમાં છે. તે બંનેથી મિશ્ર કરીને જિનપ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. એમ અવય છે. તુ' શબ્દથી સર્વઔષધિ ચંદનાદિનું ગ્રહણ છે.” એ પ્રમાણે તેની વૃત્તિ છે. અને સ્વપનકાળમાં “હે સ્વામી !' બાલપણામાં મેરુશિખર ઉપર સુવર્ણોના કળશથી દેવતા અને અસુરો વડે નવડાવેલા જેઓએ તમને જોયા હતા તેઓ ધન્ય છે. ઇત્યાદિ ચિંતન કરવું અને પૂજાક્ષણમાં મુખ્યવૃત્તિથી મૌન જ કરવું જોઈએ અને તેની અશક્તિમાં સાવઘવચનનો ત્યાગ જ
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy