SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ધર્મસંગ્રહ ભાગ-૪) દ્વિતીય અધિકાર | શ્લોક-૧ તે પ્રમાણે કરે. વળી, શ્વાસની બાધામાં ન પણ કરે=નાસિકાની નીચે પણ મુખકોશ બાંધે. જે કારણથી પૂજાપંચાશકમાં કહેવાયું છે – “વસ્ત્રથી નાસિકાને બાંધીને અથવા યથાસમાધિથી” (પૂજાપચાશક ૪/૨૦) આની વૃત્તિ-પૂજાપંચાશકની વૃત્તિ ‘ાથા'થી બતાવે છે – “વસ્ત્રથી નાસાનેરનાસિકાને, બાંધીને આવૃત કરીને, અથવા એ વિકલ્પાર્થ છેઃબીજા વિકલ્પ માટે છે. યથાસમાધિ=સમાધાનના અતિક્રમથી=ભગવાનની પૂજામાં ઉપયોગની સ્કૂલના ન થાય એ રીતે, જો નાસિકાના બંધમાં અસમાધાન થાય શ્વાસ રૂંધાવાના કારણે ભગવાનની ભક્તિમાં ઉપયોગ ન રહે, તો તેને બાંધ્યા વગર પણ=નાસિકા ઉપર મુખકોશ બાંધ્યા વગર પણ નાસિકાની નીચે મુખકોશ બાંધીને પણ, પૂજા કરે. એ પ્રમાણે અર્થ છે – સર્વ કૃત્ય યત્નથી કરવું જોઈએ એ પ્રકારે ઉપરના શ્લોકથી અનુવર્તન પામે છે.” (પંચાશકવૃત્તિ પ. ૭૮એ) અને મુખ ઉપર વસ્ત્રનું બંધન યુક્તિવાળું છે. કેમ મુખ ઉપર વસ્ત્રનું બંધન યુક્તિવાળું છે ? તે સ્પષ્ટ કરે છે – સેવક પણ સ્વામીના અંગમર્દન, દાઢીમૂછની રચનાદિ મુખ ઉપર વસ્ત્રબંધન બાંધી કરે છે મુખ્યબંધનપૂર્વક કરે છે. જે કારણથી કહેવાયું છે – વૃત્તિ નિમિત્તે આજીવિકા નિમિત્તે, અને ભયથી નિચ્ચે હજામ આઠગુણા વસ્ત્રથી=આઠ પડવાળા વસ્ત્રથી મુખને બાંધીને, રાજાની ઉપાસના કરે છે.” ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને પ્રમાજિત પવિત્ર અવઘર્ષમાં ઘસવાના પથ્થર ઉપર, અસંસક્ત જીવ રહિત, શોધિત=સાફ કરેલું, જાત્ય શુદ્ધ કેસર કપૂરાદિથી મિશ્ર એવા શ્રીખંડન=ચંદનને ઘસીને ભાજતદ્વયમાં જુદા ઉતારે બે ભાજનમાંથી એક ભાજનમાં કેસરમિશ્રિત ચંદન અને બીજા ભાજનમાં કપૂરમિશ્રિત ચંદનને સ્થાપન કરે. અને સંશોધિત જાત્યધૂપ શુદ્ધ ધૂપ, ઘીથી પૂર્ણ પ્રદીપ, અખંડ ચોક્ષાદિકખંડિત ન થયા હોય એવા ચોખા આદિ, વિશેષ અને અક્ષત એવા પૂગફલ શ્રેષ્ઠ અખંડ સોપારી, વિશિષ્ટ અનુચ્છિષ્ટ નૈવેદ્ય શ્રેષ્ઠ કોટિનું અને તૂટેલું નહિ એવા નૈવેદ્ય, હવફલ હદયને ગમે એવું ઉત્તમફળ, નિર્મળ પાણીથી ભરાયેલા પાત્રાદિની સામગ્રીને સંયોજિત કરે. આ રીતે દ્રવ્યથી સૂચિતા=પવિત્રતા, છે. વળી, ભાવથી શુચિતા રાગ-દ્વેષ-કષાય-ઈર્ષા, આ લોક-પરલોકની સ્પૃહા, કૌતુક, વ્યાક્ષેપ આદિના ત્યાગથી એકાગ્ર-ચિત્તતા છે. અને કહેવાયું છે – શ્રી અરિહંતની પૂજાના કાળમાં મન-વચન-કાયા-વસ્ત્ર-ભૂમિપૂજાનાં ઉપકરણ-સ્થિતિથી શુદ્ધિ સાત પ્રકારે કરવી જોઈએ.” આ રીતે દ્રવ્ય-ભાવ દ્વારા શુચિને કરતો ગૃહચૈત્યમાં “દક્ષિણ શાખાને આશ્રય કરતો પુરુષ વળી અદક્ષિણશાખાને આશ્રય કરતી સ્ત્રી, યત્નપૂર્વક દક્ષિણ પગથી=જમણા પગથી, અંદર પ્રવેશ કરીને= જિનાલયમાં
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy