SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૧૪૯ ઉપદ્રવ વગરના છે. વળી સિદ્ધિગતિ અનંત જ્ઞાનયુક્ત હોવાથી અનંત છે. વળી સિદ્ધિગતિ અક્ષય છે; કેમ કે વિનાશના કારણનો અભાવ છે. અર્થાત્ વિનાશના કારણ એવા કર્મનો અભાવ છે. વળી સિદ્ધિગતિ અવ્યાબાધ છે; કેમ કે કર્મની બાધાનો અભાવ છે. વળી સિદ્ધિગતિમાં ગયા પછી સંસારમાં ફરી આવાગમન નથી. માટે અપુનરાવૃત્તિવાળી છે. આ પ્રકારે સિદ્ધિગતિનું સ્મરણ કરીને તેવી અવસ્થાને પામવાના અભિલાષવાળા શ્રાવક ભગવાનની તે પ્રકારની સ્તુતિ કરીને ભગવાન જેવા થવાનો બલસંચય કરે છે. વળી, ભગવાન જિન છે. જિતભયવાળા છે. તેવા ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાન સંસારથી પર થયેલા હોવાથી સંસારી જીવોને જે પ્રકારના ભયો છે તે સર્વ ભયોથી પર છે. અને રાગાદિ અંતરંગ શત્રુઓને જીત્યા હોવાથી જિન છે. પૂર્વમાં “જિણાણે જાવયાણં' પદમાં જિન કહ્યા હોવા છતાં ફરી ભક્તિના અતિશય અર્થે “નમો જિણાણે જિઅભયાણં' પદમાં જિનનું સ્મરણ કરેલ છે. જેથી જિન અવસ્થા પ્રત્યે અત્યંત પ્રીતિ થાય; કેમ કે અજિન અવસ્થા જ સર્વ સંસારના પરિભ્રમણનું કારણ છે. અને જિન અવસ્થા સર્વ ઉપદ્રવના ઉચ્છેદનું કારણ છે. તેથી વારંવાર જિન અવસ્થાના સ્મરણથી જિન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે. માટે “નમો જિણાણેમાં જિનનું સ્મરણ કરેલ છે. આ રીતે શકસ્તવ દ્વારા ભગવાનની સ્તુતિ કર્યા પછી ત્રણકાલવર્તી સર્વ તીર્થકરો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય માટે પૂર્વાચાર્ય દ્વારા રચાયેલ ગાથા વડે ત્રણકાશવર્તી દ્રવ્યતીર્થકરોને વંદન કરાય છે. અને તેમાં બોલાય છે કે જે અતીતકાળમાં સિદ્ધ થયા છે, જે ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને જેઓ વર્તમાનમાં વર્તી રહ્યા છે તે સર્વ તીર્થકરોને મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક નમસ્કાર કરું છું. ટીકા - ननु कथं द्रव्यार्हन्तो नरकादिगतिं गता अपि भावार्हद्वद्वन्दनार्हा? इति चेत्, उच्यते, सर्वत्र तावनामस्थापनाद्रव्याऽर्हन्तो भावार्हदवस्थां हृदि व्यवस्थाप्य नमस्कार्या इति, द्रव्याहद्वन्दनार्थोऽयं द्वितीयोऽधिकारः । ततश्चोत्थाय स्थापनार्हद्वन्दनार्थं पादाश्रितया जिनमुद्रया हस्ताश्रितया च योगमुद्रयापि 'अरिहन्तचेइआण'मित्यादि सूत्रं पठति । अर्हतां-पूर्वोक्तस्वरूपाणां चैत्यानि-प्रतिमालक्षणानि अर्हच्चैत्यानि, चित्तमन्तःकरणं तस्य भावः कर्म वा वर्णदृढादित्वाट ट्यण चैत्यम्, बहुविषयत्वे चैत्यानि, तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिवच्चित्तोत्पादकत्वादर्हच्चैत्यानि भण्यन्ते, तेषां वन्दनादिप्रत्ययं कायोत्सर्ग करोमीति सम्बन्धः, कायस्य शरीरस्य उत्सर्गः कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य परित्यागस्तं करोमि, 'वंदणवत्तिआए' इति, वन्दनम्-अभिवादनं प्रशस्तकायवाङ्मनःप्रवृत्तिरित्यर्थः, तत्प्रत्ययं तन्निमित्तं कथं नाम कायोत्सर्गादेव मम वन्दनं स्याद् ? इति, वत्तियाए इत्यार्षत्वात्सिद्धम्, एवं सर्वत्र द्रष्टव्यम् । तथा 'पूयणवत्तियाए' पूजनप्रत्ययं पूजननिमित्तम्
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy