SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ ભગવાનનું અવલંબન લઈને જેઓ પ્રવર્તે છે તેઓ પણ ભગવાનના અવલંબનથી રાગાદિને જીતવા સમર્થ બને છે. ૧૪૮ વળી, ભગવાન સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્ર રૂપી નાવથી ભવરૂપી સમુદ્રને તર્યા છે. અને અન્ય યોગ્ય જીવોને તા૨ના૨ા છે. તેથી જેઓ ભગવાનના વચનનું દૃઢ અવલંબન લઈને ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, તેઓ સુખપૂર્વક સંસારસમુદ્રથી તરે છે. વળી, ભગવાન સ્વયંબોધ પામેલા છે. અને યોગ્ય જીવોને બોધ કરાવનારા છે. તેથી પોતાના ઉચિતબોધના બળથી ભગવાન પોતાનું હિત સાધી શક્યા તેમ બીજાઓને ઉચિતબોધ કરાવીને હિતમાર્ગમાં પ્રવર્તાવનારા છે. વળી, ભગવાન ચારગતિના વિપાકવાળા ચિત્રકર્મબંધનથી મુક્ત થયા છે અને યોગ્ય જીવોને કર્મબંધથી મુક્ત કરાવનારા છે. આથી જ ભગવાનનું અવલંબન લઈને જેઓ શક્તિ અનુસાર ઉદ્યમ કરે છે, તેઓ અલ્પકાળમાં સદા માટે કર્મથી મુક્ત બને છે. આ રીતે જિનત્વ-જાપકત્વ, તીર્ણત્વ-તારકત્વ, બુદ્ધત્વ-બોધકત્વ, મુક્તત્વ-મોચકત્વ દ્વારા સ્વ-૫૨ના હિતની સિદ્ધિ હોવાથી ભગવાન પોતાને તુલ્ય બીજાના ફળને કરનારા છે. તેને બતાવનારી આત્મતુલ્ય પરફલકતૃત્વ સંપદા કહેવાઈ. વળી, ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી છે=જગત્વર્તી સર્વ શેયને જાણનારા છે અને જોનારા છે; કેમ કે જાણવું અને જોવું જીવનો સ્વભાવ છે અને કર્મરૂપી આવરણનો નાશ થયો હોવાથી આવરણ વગરના ભગવાન સર્વ શેયને જાણે છે અને જુએ છે. વળી, ભગવાન સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા છે. જે સિદ્ધિગતિ શિવ-અચલાદિ સ્વરૂપ છે. તેવા ભગવાનને નમસ્કાર થાઓ તે પ્રકારે શ્રાવક બોલીને તેવા ઉત્તમસ્થાનને પામેલા ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ કરે છે. વસ્તુતઃ ભગવાન સંસા૨અવસ્થામાં હોવા છતાં સિદ્ધાવસ્થાને પામવાની તૈયારીમાં છે. તેથી સિદ્ધઅવસ્થાને પામેલા છે તે પ્રકારે સ્તુતિ કરાય છે. તેથી તેવી અવસ્થાવાળા ભગવાનની ઉપાસના કરીને શ્રાવક પણ ઉત્તમ એવી સિદ્ધિગતિને પામવાની ઇચ્છા કરે છે. વળી, સિદ્ધિગતિ પ્રત્યેના અહોભાવની વૃદ્ધિ અર્થે તેનું સંક્ષેપથી સ્વરૂપ ઉપસ્થિત કરાય છે. જેથી સંસારઅવસ્થાથી વિલક્ષણ અવસ્થાવાળી સિદ્ધિગતિ છે. અર્થાત્ સંસારની ચારગતિથી વિલક્ષણ આ પાંચમી ગતિ છે. તેની ઉપસ્થિતિ થાય છે. સિદ્ધિગતિ કેવી છે ? તેથી કહે છે સિદ્ધિગતિ શિવ સ્વરૂપ છે=સર્વ ઉપદ્રવ રહિત છે. અર્થાત્ સંસારની ચારગતિ જન્મ-જરા-મૃત્યુ આદિ ઉપદ્રવોથી યુક્ત છે. તેવા ઉપદ્રવથી રહિત સિદ્ધિગતિ છે. વળી અચલ છે. સંસારની ચારગતિઓમાં જીવ સતત સ્વભાવિક કે પ્રાયોગિક ક્રિયા કરે છે. દેહના કંપનરૂપ સ્વભાવિક ક્રિયા થાય છે અને ગમનાદિથી પ્રાયોગિક ક્રિયા થાય છે. સિદ્ધિગતિમાં રહેલા જીવ સંપૂર્ણ નિષ્ક્રિય હોવાથી અચલ છે. વળી અરુજ છે=વ્યાધિની પીડાથી રહિત છે; કેમ કે સંસારી જીવોને વ્યાધિના, પીડાના કારણરૂપ શરીર અને મન છે. તેથી શરીર અને મનની પીડાથી પીડિત છે. સિદ્ધના જીવોને શરીર અને મન નથી. માટે વ્યાધિની પીડાના
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy