SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ચક્ષુના આનંદનું સ્થાન છે. તેમ ભગવાન પરમાનંદના હેતુ છે; કેમ કે ઉત્તમપુરુષને પામીને ઘણા યોગ્ય જીવો સંસારની વિડંબનાથી મુક્ત થાય છે. તેથી યોગ્ય જીવો માટે ભગવાન આનંદના હેતુ છે. વળી, વિશિષ્ટ કમળો વિશિષ્ટ એવા તિર્યંચ, મનુષ્ય અને દેવ દ્વારા સેવાય છે. તેમ કેવલજ્ઞાનાદિ ગુણોને કારણે ભવ્યજીવો દ્વારા ભગવાન સેવાય છે. આથી જ ભગવાનની ઉપાસના કરીને ઘણા યોગ્ય જીવો કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, શ્રેષ્ઠ કમળ સુખના હેતુ બને છે. તેમ ભગવાન ઘણા જીવોના નિર્વાણનું કારણ બને છે. આથી જ ભગવાનને પામીને ઘણા જીવો પ્રકૃષ્ટ સુખરૂપ નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ રીતે પુંડરીકના વાસ્તવિક સ્વરૂપનું પર્યાલોચન કરીને ભગવાનને પુંડરીક તુલ્ય અંતરંગ ઉત્તમ ભાવોથી ઉપસ્થિત કરવામાં આવે તો ભગવાન પ્રત્યે તે પ્રકારની વિશિષ્ટ ભક્તિ થાય છે. જેથી પોતાનામાં પણ ભગવાનની સ્તુતિ નિમિત્તે ઘણા ગુણો પ્રાપ્ત થાય છે. તેથી વિવેકી શ્રાવક ભગવાનની સ્તુતિરૂપે પ્રસ્તુત સૂત્રનાં દરેક પદોના ગંભીર અર્થોને પુનઃપુનઃ ભાવન કરીને સ્થિર કરે છે. જેથી ચૈત્યવંદનકાળમાં તે તે પદોના ઉચ્ચારના બળથી ભગવાનના તે તે સ્વરૂપની શીધ્ર ઉપસ્થિતિ કરી શકે છે. જેના બળથી પોતાનામાં પણ એવા શ્રેષ્ઠ ગુણો આવિર્ભાવ કરવાનું બળ પ્રાપ્ત થાય છે. આથી જ ભગવાનની સ્તુતિ કરીને ઘણા . જીવો ચારિત્રમોહનીયકર્મ તોડીને ભાવચરિત્ર પ્રાપ્ત કરે છે. વળી, ભગવાન શ્રેષ્ઠ ગંધહસ્તી જેવા છે. જેમ ગંધહસ્તિના આગમનથી અન્ય હાથીઓના મદ ઝરી જાય છે, તેથી તે હાથીઓ કેટલાક કાળ સુધી ક્ષીણ શક્તિવાળા થાય છે. તેમ ભગવાનના આગમનથી તે તે ક્ષેત્રમાં મારિ મરકી આદિ અનેક જાતના ઉપદ્રવોને કરનાર શેષ હાથી જેવા સર્વ ઉપદ્રવો તે ક્ષેત્રમાં દૂર થાય છે; કેમ કે તીર્થકરોનું અચિંત્ય પુણ્ય છે. જે પુણ્યના પ્રભાવે ભગવાનના વિહારના પવનની ગંધથી પણ તે સર્વ ઉપદ્રવો દૂર થાય છે. તેથી મહાયોગી એવા તીર્થકરો યોગના માહાત્મથી જગતમાં ઉપદ્રવના શમનનું કારણ બને છે. તેવી ઉપસ્થિતિ થવાથી ભગવાન પ્રત્યે બેંક્તિનો અતિશય થાય છે. હવે સ્તોતવ્ય સંપદાની જ સામાન્ય ઉપયોગ સંપદાને કહે છે. અર્થાત્ ભગવાનનો સામાન્યથી જગતના જીવોને કઈ રીતે ઉપયોગ છે ? તેને બતાવનારી સામાન્ય ઉપયોગ સંપદાને કહે છે. ભગવાન લોકોત્તમ છે. ભગવાન લોકોના નાથ છે. ભગવાન લોકના હિતને કરનારા છે. ભગવાન લોક માટે પ્રદીપ જેવા છે અને ભગવાન લોક માટે પ્રકૃષ્ટ ઉદ્યોત છે. અહીં દરેક પદોમાં સંદર્ભને અનુરૂપ ‘લોક” શબ્દના જુદા જુદા અર્થોનું ગ્રહણ છે. જેમ ભગવાન લોકોમાં ઉત્તમ છે ત્યાં પંચાસ્તિકાયમય લોકમાં ભગવાનની ઉત્તમતા બતાવવી નથી. પરંતુ પંચાસ્તિકાય લોકના એક દેશ રૂપ ભવ્યજીવોમાં ભગવાન ઉત્તમ છે તે બતાવવું છે. તેથી ભવ્યલોકોમાં ભગવાન ઉત્તમ છે; કેમ કે ભવ્યલોકના સકલ કલ્યાણનું કારણ એવા તથાભવ્યત્વભાવથી ભગવાન અન્ય ભવ્યજીવો કરતાં શ્રેષ્ઠ છે. તેથી સ્તુતિ કરનારને ઉપસ્થિત થાય છે કે ભગવાન લોકોત્તમ પુરુષ છે. આથી જ ભગવાનનું અવલંબન લઈને ઘણા ભવ્યજીવો આ સંસારથી તરી શકે છે. માટે તેવા ઉત્તમપુરુષની સ્તુતિ કરીને હું પણ સંસારસાગરથી તરું. વળી, ભગવાન લોકના નાથ છે. અહીં ‘લોક' શબ્દથી બીજાધાનાદિ પ્રાપ્ત કર્યા છે તેવા ભવ્યજીવોનું જ ગ્રહણ છે; કેમ કે જેઓએ બીજાધાનાદિ કર્યા નથી તેવા ભવ્યજીવોના ભગવાન નાથ થઈ શકતા નથી. અને
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy