SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ દ્વારા બોધ પામીને ભગવાન ચરમભવમાં વીતરાગ-સર્વજ્ઞ થતા નથી. પરંતુ પોતાના જ નિર્મળબોધના બળથી જ ભગવાન વીતરાગ સર્વજ્ઞ બન્યા અને વીતરાગ સર્વજ્ઞ બન્યા પછી જગતના જીવોના ઉપકારાર્થે શ્રતધર્મની આદિને કરનારા થયા અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને ભગવાને આ સંસારસાગરથી તરવાનો માર્ગ સુસ્થિર કર્યો. માટે ભગવાન સંસારી જીવોના ઉપકારી હોવાથી સ્તોતવ્ય છે. વળી સ્તોતવ્ય સંપદાની જ હેતુવિશેષ સંપદા કહે છે. ભગવાન પુરુષોમાં ઉત્તમ છે. પુરુષોમાં સિંહ જેવા છે. પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક જેવા છે. પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તિ જેવા છે. ભગવાન કેમ પુરુષોત્તમ છે ? તેથી કહે છે. ઉત્તમ પુરુષ પરાર્થવ્યસની, ગૌણસ્વાર્થવાળા, ઉચિતક્રિયાવાળા, અદીનભાવવાળા, સફલારંભી, અદઢઅનુશયવાળા, કૃતજ્ઞતાના પતિ=અત્યંત કૃતજ્ઞ, અનુપહિતચિત્તવાળા, દેવ-ગુરુ પ્રત્યે બહુમાનવાળા, ગંભીરઆશયવાળા આદિ વિશેષ ગુણોવાળા હોય છે. અને તે ગુણો ચરમભવમાં નિયમા તીર્થકરોમાં અભિવ્યક્ત થાય છે. અને ચરમભવની પ્રાપ્તિ પૂર્વે ચરમભવમાં તે ગુણો પ્રગટ થાય તેવી શક્તિ તીર્થકરોના જીવોમાં જ છે. જેમાં તેવી શક્તિ નથી તેઓમાં તે ગુણો પ્રગટ થતા નથી. તેથી અન્ય સર્વ ભવ્યજીવો કરતાં ભગવાનના સહજ તથાભવ્યત્વાદિ ભાવો જુદા છે. તેથી અન્ય ભવ્યજીવોથી ભગવાન શ્રેષ્ઠ છે માટે ભગવાન પુરુષોત્તમ છે. વળી, સિંહ શૌર્યાદિ ગુણોથી યુક્ત હોય છે તેમ ભગવાન પણ કર્મોનો નાશ કરવા માટે શૂરવીર હતા. કર્મનો ઉચ્છેદ કરવા માટે સિંહની જેમ ક્રૂર હતા. વળી, સિંહ કોઈનું સહન કરી શકે નહિ તેમ ભગવાન ક્રોધાદિ કષાય પ્રત્યે અસહન સ્વભાવવાળા હતા. વળી, સિંહ મહાવીર્યવાળો હોય છે તેમ રાગાદિને દૂર કરવા માટે ભગવાન મહાવીર્ય યોગવાળા હોય છે. વળી, સિંહ શત્રુ સામે લડવામાં ધીરતાવાળો હોય છે તેમ ભગવાન તપ કરવામાં ધીરતાવાળા હતા. વળી, સિંહ અન્ય પ્રાણીઓની અવજ્ઞા કરે છે અને કોઈનાથી ભય પામતો નથી તેમ ભગવાન પરિષહની અવજ્ઞા કરે છે. અને ઉપસર્ગથી ભય પામતા નથી. ઇન્દ્રિયો પોતાને રંજાડશે તેવી કોઈ ચિંતા ભગવાનને નથી. સંયમમાર્ગમાં ખેદ નથી અને સિંહની જેમ સતધ્યાનમાં નિષ્પકમ્પતાવાળા છે. તેથી સિંહના જે સર્વગુણો બાહ્યદૃષ્ટિથી છે તે સર્વ ગુણો ભગવાનમાં અંતરંગ કૃત્યો કરવા માટે પ્રવર્તે છે. તેનો બોધ કરાવવા અર્થે ‘પુરિસસિંહાણં' પદથી ભગવાનની સ્તુતિ કરાય છે. જે શ્રાવક વારંવાર ભગવાનના સિંહ જેવા ગુણોનું સ્મરણ કરીને ભગવાનની સ્તુતિ કરે છે, તેનામાં પણ સિંહ જેવા ગુણો આવિર્ભાવ પામે છે. જેથી ભગવાનની જેમ કર્મશત્રુનો નાશ કરવા માટે સમર્થ બને છે. વળી, જેમ શ્રેષ્ઠ પુંડરીક જલના સંગવાળું હોય છે, કાદવમાંથી ઉત્પન્ન થાય છે, જલથી વર્ધિત હોય છે, છતાં તે બંનેને છોડીને ઉપર રહે છે, તેમ ભગવાન પણ કર્મરૂપી કાદવમાં ઉત્પન્ન થયા છે. દિવ્યભોગ રૂપ જલથી વર્ધિત થયા છે. છતાં નવાં કર્મો બાંધતા નથી અને દિવ્યભોગમાં પણ નિર્લેપ રહેવાને કારણે ભોગરૂપી જલથી ઉપરમાં વર્તે છે. વળી, કમળ પ્રકૃતિથી સુંદર હોય છે. તેમ ભગવાન પણ અતિશયોથી સુંદર છે. અર્થાત્ ભગવાન અદ્ભુત રૂપ, અદ્ભુત સત્ત્વ, અદ્ભુત ધર્મ ઇત્યાદિ અતિશયોથી સુંદર છે. વળી, કમળ ભુવનલક્ષ્મીનું નિવાસ છે તેમ ભગવાન ગુણસંપત્તિના નિવાસ છે; કેમ કે મહાસત્ત્વશાળી હોવાથી બીજના ચંદ્રની જેમ ભગવાનમાં સતત મોક્ષને અનુકૂળ એવા ઉત્તમગુણો વૃદ્ધિ પામતા હોય છે. વળી, કમળ
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy