SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ માત્ર શ્રવણથી જનિત એવી પ્રીતિથી યુક્ત ધર્મપદ વાગ્યના વિષયવાળી રુચિ ઉત્પન્ન થાય તે “ધર્મરુચિસમ્યક્ત' છે. તેમાં પ્રવચનસારોદ્ધારે' ગ્રંથની સાક્ષી આપે છે – કોઈ જીવને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ધર્મ બતાવવામાં આવે અર્થાત્ ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક સ્વભાવવાળું છે. અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાયક સ્વભાવવાળું છે. તે રીતે જીવ દ્રવ્ય શ્રુત અને ચારિત્રના સ્વભાવવાળું છે અને તે સર્વ દ્રવ્યોની જિનવચનાનુસાર જે શ્રદ્ધા કરે છે તે “ધર્મરુચિસમ્યક્ત' છે. આનાથી એ ફલિત થાય કે દરેક પદાર્થોના વાસ્તવિક ધર્મો ભગવાને જે રીતે કહ્યા છે તે રીતે અવધારણ કરીને તે પદાર્થો પ્રત્યેની જે રુચિ, તે રુચિ જીવને ઉચિત પ્રવૃત્તિ કરવામાં પ્રેરણા કરે છે અને અનુચિત પ્રવૃત્તિમાંથી નિવર્તન કરાવે છે; કેમ કે જીવને શ્રુત-ચારિત્ર ધર્મમાં રુચિ થવાથી પોતાની શક્તિ અનુસાર તે ધર્મો પ્રગટ કરવા માટે બલવાની ઇચ્છા થાય છે તે “ધર્મરુચિસમ્યક્ત' છે. [ પૂર્વમાં “ધર્મરુચિસમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું કે ધર્મપદે વાચ્ય વિષયવાળી રુચિ ધર્મરુચિસમ્યક્ત' છે. એ રીતે ગ્રામધર્માદિપદ વાચ્ય વિષયવાળી રુચિને પણ સમ્યક્ત માનવાની આપત્તિ આવશે; કેમ કે કોઈ પુરુષને પોતે જે ગામમાં વસતો હોય તે ગામનો ધર્મ શું છે? તે જાણીને તે ગામના ધર્મમાં તે પ્રમાણે વર્તવાની રુચિ હોય તો તેવી રુચિવાળા પુરુષને પણ સમ્યગ્દષ્ટિ માનવાનો પ્રસંગ આવે. તેના નિવારણ માટે કહે છે – ધર્મરુચિપદ વિશેષણરહિત ગ્રહણ કરવાનું છે. તેથી ગ્રામધર્મની રુચિ સમ્યગ્દર્શન બને નહિ; કેમ કે ધર્મના વિશેષણરૂપે “ગ્રામ' શબ્દ છે. અને ધર્મરુચિ પદથી વિશેષણ વગરની ધર્મની રુચિ ગ્રહણ કરવાની છે. તેથી એ ફલિત થાય કે સર્વ પદાર્થોના પારમાર્થિક ધર્મ વિષયક રુચિ તે ધર્મરુચિસમ્યક્ત' છે. અહીં પ્રશ્ન થાય કે વિશેષણપદ વગરના ધર્મપદવાચ્ય રુચિને ધર્મરુચિસમ્યક્ત કહેવામાં આવે તો ચારિત્રધર્માદિપદ વાચ્ય વિષયવાળી રુચિમાં પણ ધર્મરુચિસમ્યક્તનું લક્ષણ અવ્યાપ્ત થશે અર્થાત્ લક્ષણ જશે નહિ; કેમ કે કોઈ જીવને ચારિત્રધર્મની રુચિ હોય કે શ્રુતધર્મની રુચિ હોય તેવા જીવોને “ધર્મરુચિસમ્યક્ત” છે છતાં ગ્રામધર્મરુચિના લક્ષણમાં જતી અતિવ્યાપ્તિના નિવારણ માટે ગ્રંથકારશ્રીએ વિશેષણ વગરના ધર્મપદથી વાચ્ય રુચિને ગ્રહણ કરેલ છે. અને ચારિત્રધર્મની રુચિમાં ધર્મનું વિશેષણ ચારિત્ર છે, માટે ચારિત્રધર્મરુચિવાળા સમ્યગ્દષ્ટિ જીવોના સમ્યક્તમાં “ધર્મરુચિસમ્યક્ત'ના લક્ષણની અવ્યાપ્તિ થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – વિશેષણ રહિત ધર્મપદથી “વાસ્તવિક ધર્મમાં અતિપ્રસંજક એવા વિશેષણથી રહિતપણાનું વિવક્ષિતપણું છે.” આશય એ છે કે ચારિત્ર ધર્મ, ધૃતધર્મ તે વાસ્તવિક ધર્મો છે અને ગ્રામધર્મ એ વાસ્તવિક ધર્મ નથી. આમ છતાં ગ્રામધર્મને ગ્રહણ કરીને ધર્મરુચિસમ્યક્ત કહેવામાં આવે તો તેવા ઉપપદ સાહિત્યની તેવા વિશેષણના રાહિત્યની, વિવક્ષા કરેલ છે. તેથી એ ફલિત થાય કે વાસ્તવિક ધર્મોને બતાવનારાં વિશેષણો સ્વીકારવામાં દોષ નથી. પરંતુ વાસ્તવિક ધર્મો ન હોય તેવા વિશેષણથી રહિત ધર્મપદની રુચિ “ધર્મરુચિસમ્યક્ત” છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy