SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ એની જેમ, ફરી ફરી અઘ્યયનથી દૃઢતર જ્ઞાન નિ:સંશય થાય છે. એથી કંઈ અનુપપન્ન નથી=સૂત્ર અધ્યયનના અભ્યાસથી જનિત વિશિષ્ટ જ્ઞાનથી સૂત્રરુચિ થાય છે તે કથનમાં કંઈ અનુપપન્ન નથી. ૫. બીજરુચિસમ્યક્ત્વ : એક પદથી અનેક પદની સાથે તેના અર્થના પ્રતિસંધાન દ્વારા પાણીમાં તેલબિંદુની જેમ પ્રસરણશીલરુચિ ‘બીજરુચિ' છે. ‘પ્રસરણશીલ’ માં પ્રસાર શું છે ? તે સ્પષ્ટ કરે છે ઉત્તરોત્તરની ઉત્પત્તિ પ્રસાર છે. ૬. અભિગમરુચિ સમ્યક્ત્વ : અર્થથી=સૂત્રના અર્થને આશ્રયીને, સકલ સૂત્રવિષયક રુચિ અભિગમરુચિ છે અને કહે છે - - “જેને અગિયાર અંગ, પ્રકીર્ણક, અને દૃષ્ટિવાદરૂપ શ્રુતજ્ઞાન અર્થથી જોવાયું છે તે અભિગમરુચિ થાયતે પુરુષ અભિગમરુચિવાળો છે.” (પ્રવચનસારોદ્ધાર - ગા. ૯૫૬) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ૫૭ ઉદ્ધરણમાં=‘પ્રકીર્ણક' શબ્દ જાતિમાં એકવચન છે. તેથી પ્રકીર્ણકનો અર્થ પ્રકીર્ણકો ઉત્તરાધ્યયન આદિ છે. અને દૃષ્ટિવાદ. ‘ચ' કારથી ઉપાંગ આદિનું ગ્રહણ છે=ઉદ્ધરણમાં રહેલા ‘અ' શબ્દથી ઉપાંગાદિનું ગ્રહણ છે. - 1 ‘નનુ’થી શંકા કરે છે • આ રીતે=અભિગમરુચિનો અર્થ કર્યો એ રીતે, આઅભિગમરુચિ સૂત્રરુચિથી જુદી પડતી નથી અને આ=અભિગમરુચિ અર્થથી અવચ્છિન્ન સૂત્ર વિષયવાળી છે=અર્થના બોધપૂર્વક સૂત્ર વિષયવાળી છે. અને તે=સૂત્રરુચિ, સૂત્ર વિષયવાળી કેવલ છે, એ પ્રકારે ભેદ નથી; કેમ કે કેવલ સૂત્રનું મૂકપણું હોવાથી તદ્વિષયવાળી રુચિનું=સૂત્રવિષયવાળી રુચિનું, અપ્રમાણપણું છે અને કહે ‘કેવલ સૂત્ર મૂક છે.' (ઉપદેશપદ ગા. ૮૫૬) છે છે કેવલ સૂત્રરુચિનું ‘વન’=ફક્ત, અપ્રમાણપણું નથી પરંતુ અજ્ઞાન અનુબંધીત્વ પણ છે. તે ઉપદેશમાલામાં કહેવાયું છે . - - “અપરિચ્છિન્ન શ્રુત નિકષવાળા, કેવલ અભિન્ન સૂત્રચારી એવા પુરુષનું સર્વ ઉદ્યમથી પણ કરાયેલું કૃત્ય અજ્ઞાનતપમાં બહુ પડે છે." (ઉપદેશમાલા – ગા. ૪૧૫) ઉપદેશમાલા ગ્રંથના ઉદ્ધરણમાં રહેલા ‘મિત્રસુત્તવારિસ્મ' શબ્દમાં રહેલા ‘અભિન્ન' શબ્દનો અર્થ કરે ‘અવિવૃત’. ‘નન્નુ' થી કરાયેલી શંકાથી એ પ્રાપ્ત થયું કે સૂત્રરુચિ અને અભિગમરુચિનો કોઈ ભેદ નથી એ પ્રકારે કોઈ કહે તેને ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy