SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૨. ઉપદેશરુચિ સમ્યક્ત : પરોપદેશ પ્રયુક્ત જીવાજીવાદિ પદાર્થ વિષયક શ્રદ્ધાન ઉપદેશરુચિ છે. પરોપદેશ શબ્દમાં પર શબ્દથી તીર્થકર અથવા તીર્થંકરના વચનને અનુસરનાર છદ્મસ્થનું ગ્રહણ છે. ઉપદેશરુચિ' શબ્દનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – કેવલજ્ઞાન મૂલકત્વ પ્રયુક્ત ઉપદેશની રુચિ તે “ઉપદેશરુચિસખ્યત્ત્વ' છે. અથવા તેનાથી જન્ય બોધરૂપ રુચિ ઉપદેશરુચિસમ્યક્ત છે એ પ્રકારનો નિષ્કર્ષ છે=ઉપદેશરુચિસમ્યક્તનું તાત્પર્ય છે. તે=પૂર્વમાં કહ્યું કે પર એવા તીર્થકર કે તીર્થંકરના વચનને અનુસરનાર છદ્મસ્થતા વચનથી પ્રયુક્ત જીવાજીવાદિ પદાર્થ વિષયક શ્રદ્ધાન ‘ઉપદેશરુચિસત્ત્વ છે. તે, સૂત્રકૃતાંગમાં કહેવાયું છે – અહીં=સંસારમાં, કેવલજ્ઞાનથી લોકને જાણ્યા વગર અજાણતા એવા જેઓ ઘર્મને કહે છે અનર્વાકપાર એવા ઘોર સંસારમાં નષ્ટ એવા તેઓ પોતાના આત્માનો અને પરનો નાશ કરે છે.” અહીં=સંસારમાં, કેવલજ્ઞાનથી લોકને જાણે છે. પુણ્યથી જ્ઞાનથી, સમાધિથી યુક્ત એવા જેઓ સમસ્તધર્મને કહે છે. તીર્ણ એવા તેઓ પોતાના આત્માને અને પરને તારે છે.” (સૂત્રકૃતાંગ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૬, ગા. ૭૮૬-૭૮૭) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અહીંaઉપદેશરુચિસખ્યત્વના લક્ષણમાં, ઉપદેશમાં અને તજન્ય બોધમાં રુચિ છે તે સંશયવ્યાવર્તકતાવચ્છેદક ધર્મ વિશેષ છે. ૩. આજ્ઞારુચિસખ્યત્વઃ રાગ-દ્વેષ રહિત એવા પુરુષને આજ્ઞાથી જ ધર્માનુષ્ઠાનગત રુચિ ‘આજ્ઞારુચિ' છે. અને રહિતપણું=રાગ-દ્વેષ રહિતપણું, દેશથી અને સર્વથી છે. ત્યાં દેશથી દોષ રહિત એવા આચાર્યાદિની આજ્ઞાથી માપતુષાદિ જીવોને ધર્માનુષ્ઠાનમાં રુચિ તે તે અનુષ્ઠાનમાં સમ્યક્ત સંપાદિકા છે=જે-જે અનુષ્ઠાન તેઓ સેવે છે તે-તે અનુષ્ઠાનમાં યથાર્થપણાની સંપાદિકા છે. તે=પૂર્વમાં કહ્યું કે દેશથી દોષ રહિત આચાર્યાદિની આજ્ઞાથી જીવો ધર્માનુષ્ઠાનમાં રુચિ ધરાવે છે એ રુચિ, ધર્માનુષ્ઠાનને યથાર્થ સંપાદિકા છે=ધર્માનુષ્ઠાનને યથાર્થ કરનારી છે – તે, પંચાશકમાં કહેવાયું છે – “આથી જ ચારિત્રી એવા માષતુષ આદિ મુનિઓને ગુરુપરતંત્રજ્ઞાન અને શ્રેયસં'=ગુરુ પારતંત્ર્યથી સંગત શ્રદ્ધાન નિર્દિષ્ટ છે." (પંચાશક - ૧૧/૭) “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને સર્વદોષરહિત એવા ભગવાનની આજ્ઞાનું મૂલપણું ત્યાં પણ=દેશથી દોષરહિત એવા આચાર્યાદિમાં પણ, અપ્રામાણ્ય શંકાના તિવર્તકપણા વડે સર્વત્ર=સર્વત્ર અનુષ્ઠાનોમાં, રુચિ પ્રયોજક છે એ પ્રમાણે વિશેષ છે. ૪. સૂત્રરુચિસમ્યક્ત ઃ સૂત્ર અધ્યયનના અભ્યાસથી જનિત વિશિષ્ટ જ્ઞાનથી જીવાજીવાદિ પદાર્થ વિષયવાળી રુચિ ગોવિંદાચાર્યની જેમ સૂત્રરુચિ છે. અને પુનઃ પુનઃ સ્મરણથી દઢતર સંસ્કાર થાય છે
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy