SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૨૭ “આ રીતે, દેવ-મનુષ્યભવમાં અપ્રતિપતિત સમ્યક્ત હોતે છતે અથવા એક ભવમાં અન્યતર શ્રેણીને છોડીને સર્વ થાય છે=સર્વ ગુણસ્થાનક થાય છે. અને સાત-આઠ ભવમાં મોક્ષ થાય છે.” liા પૂર્વમાં સમ્યક્તની પ્રાપ્તિ પછી કેટલી સ્થિતિ ઘટવાથી દેશવિરતિ આદિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે તેની સ્પષ્ટતા કરી. હવે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ કેટલા ભવમાં મોક્ષમાં જાય છે? તે બતાવતાં કહે છે – વળી, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ત્રીજા કે ચોથા ભવમાં અથવા તે ભવમાં મોક્ષે જાય છે. અને પંચસંગ્રહ આદિમાં કહે છે – “ક્ષીણ દર્શન થયે છત=સાયિક સમ્યક્ત હોતે છતે, જીવ ત્રીજા, ચોથા અથવા તે ભવમાં સિદ્ધ થાય છે. જે કારણથી દેવ, નારક અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યમાં અથવા ચરમ દેહમાં તેઓ=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવો, હોય છે.” ૫૮u (ગા. ૭૭૮ - ઉપશમલાકરણ ગા. ૪૭). વ્યાખ્યા–“બદ્ધાયુ ક્ષીણ સપ્તકવાળો જીવ જો દેવગતિ કે નરકગતિમાં જાય છે તો તે ભવથી અંતરિત–દેવ કે નરક ભવથી અંતરિત, ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. હવે બદ્ધા, ક્ષીણ સપ્તકવાળો તિર્યંચ કે નરભવમાં ઉત્પન્ન થાય છે. તે અવશ્ય અસંખ્યાતવર્ષ આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યભવમાં ઉત્પન્ન થતા નથી અને તે ભાવને અનન્તર=તિર્યંચ કે મનુષ્યભવના અનંતર, દેવભવમાં જાય છે. ત્યારપછી મનુષ્યભવમાં સિદ્ધ થાય છે. એથી ચોથા ભવમાં મોક્ષ છે અને અબદ્ધ આયુષ્યવાળો જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણીને સંપૂર્ણ કરીને સિદ્ધ થાય છે. એ પ્રમાણે અર્થ છે.” એક જીવની અપેક્ષા રાખીને અથવા અનેક જીવોની અપેક્ષા રાખીને સમ્યક્તનો ઉપયોગતત્તાતત્વના વિભાગને અનુકૂળ જિનવચનાનુસાર માનસ વ્યાપાર, જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ છે. વળી ક્ષયોપશમરૂપ તેની લબ્ધિ =ક્ષયોપશમરૂપ સમ્યક્તની પ્રાપ્તિ, એક જીવને જઘન્યથી અંતર્મુહૂર્તઉત્કૃષ્ટથી મનુષ્યભવથી અધિક એવા ૬૬ સાગરોપમની છે. ત્યારપછી સમ્યક્તથી અપ્રચ્યત એવો તે જીવ સિદ્ધ જ થાય છે. વળી, અનેક જીવોને આશ્રયીને ક્ષયોપશમરૂપ સત્ત્વની પ્રાપ્તિ સર્વકાલ છે. અને અંતર=સમ્યક્તથી પાત થયા પછી ફરી સમ્યક્તની પ્રાપ્તિનું અંતર, જઘન્યથી અંતર્મુહૂર્ત છે; કેમ કે કોઈક જીવતા સખ્યત્ત્વનો ત્યાગ થયે છતે ફરી તેના આવરણના ક્ષયોપશમથી=સમ્યક્તતા આવરણના ક્ષયોપશમથી અંતમુહૂર્ત માત્ર વડે જ, તેની પ્રતિપત્તિ છે=સમ્યક્તની પ્રાપ્તિ છે. વળી, આશાતના પ્રચુર એવા જીવને અર્ધપુદ્ગલપરાવર્તકાળ છે અને કહે છે – “તીર્થંકર, પ્રવચન=ચતુર્વિધ સંઘ, શ્રત, આચાર્ય, ગણધર, મહાઋદ્ધિવાળા યોગીઓની આશાતનાને કરતો જીવ બહુધા અનંત સંસારી થાય છે." (ઉપદેશપદ, ગાથા-૪૨૩) અને નાના જીવોને આશ્રયીને=સર્વ જીવોને આશ્રયીને, અંતરનો અભાવ છે=સમ્યક્તથી પાંત થયા પછી ફરી સમ્યક્તની પ્રાપ્તિમાં અંતરનો અભાવ છે, ઈત્યાદિ આવશ્યક વૃત્તિમાં કહેવાયું છે. એથી શેષ વિચાર=સમ્યક્ત વિષયક અન્ય વિચારણા, વિશેષતા અર્થી જીવોએ ત્યાંથી જs આવશ્યકવૃત્તિથી જ, અવધારણ કરવો જોઈએ. એથી વિસ્તારથી સર્યું.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy