SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ અંતર્મુહૂર્ત ઉપશમ=પથમિક સમ્યક્તનો કાળ અંતર્મુહૂર્તનો છે. છ આવલિકા સાસાણ=સાસ્વાદન સમ્યક્તનો કાળ છ આવલિકા છે. વેદક સમય=વેદક સમ્યક્તનો કાળ એક સમય છે. સાધિક ૩૩ સાગરોપમ સંપકકક્ષાયિક સમ્યક્તનો કાળ ૩૩ સાગરોપમ છે. ક્ષયોપશમ બે ગણો–સાધિક ૬૬ સાગરોપમ લાયોપથમિક સમ્યક્તનો કાળ છે.” (સંબોધપ્રકરણ સમ્ય. ગા. ૨૨). “સંબોધપ્રકરણ”ના ઉદ્ધરણમાં રહેલ “gમોવસમો'નો અર્થ કરે છે – ક્ષય અને ઉપશમeષયોપશમ, તે પ્રયોજન છે અને તે ક્ષાયોપથમિક. ક્ષાયોપથમિકનો અર્થ કર્યા પછી “દ્વિગુણ”નો અર્થ કરે છે – પૂર્વથી દ્વિગુણ સ્થિતિકાલ ૬૬ સાગરોપમ સમધિક ક્ષાયોપથમિક સખ્યત્વની સ્થિતિ છે એ પ્રમાણે અર્થ છે. અને તે આ પ્રમાણે છે – “બે વાર વિજયાદિમાં ગયેલાને અથવા ત્રણ વાર અમ્રુતમાં ગયેલાને તે=૬૬ સાગરોપમની સ્થિતિ નરભવની અતિરેક=નરભવની અધિક છે. (તે ક્ષાયોપથમિક સમ્યક્તનો ઉત્કૃષ્ટ કાળ છે.) જુદા જુદા જીવોનો સર્વ અદ્ધા છે=જુદા જુદા જીવોને આશ્રયીને ક્ષાયોપથમિક સમ્યક્ત સદા પ્રાપ્ત થાય છે, વિરહકાળ નથી.” III (વિશેષાવશયક ભાષ્ય, ગા. ૪૩૬). તિ' શબ્દ વિશેષાવથકભાષ્યના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. “સાસ્વાદનસમ્યક્ત અને ઔપશમિકસમ્યક્ત ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે. વેદકસમ્યક્ત અને ક્ષાયિકસમ્યક્ત એક વખત થાય છે. ક્ષયોપશમસમ્યક્ત અસંખ્યવાર થાય છે.” રાા (સમ્યક્તસ્તવપ્રકરણ, ગાથા-૨૨) “ત્રણના=શ્રત, સમ્યત્વ અને દેશવિરતિના હજાર પૃથફત્વ અને વિરતિના=સર્વવિરતિના શત પૃથફત્વ થાય છે. એકભવમાં આટલા આકર્ષો જ્ઞાતવ્ય છે." (સંબોધપ્રકરણ, સમ્યક્તઅધિકાર, ગાથા-૩૧) શ્લોકમાં રહેલા વિદ' શબ્દનો અર્થ કરે છે – શ્રત, સમ્યક્ત અને દેશવિરતિના. શ્લોકમાં રહેલા “મા” શબ્દનો અર્થ કરે છે – પ્રથમપણાથી ગ્રહણ અથવા મુક્તનું ગ્રહણ આકર્ષ છે. આ આકર્ષો શ્લોકમાં બતાવેલા આકર્ષો, ઉત્કૃષ્ટથી છે. વળી, જઘન્યથી એક જ છે. “નાના ભવ=અનેક ભવને આશ્રયીને, ત્રણના=શ્રુત-સમ્યક્ત અને દેશવિરતિના, અસંખ્યાતા સહસ્ર આકર્ષો થાય છે અને વિરતિના=સર્વવિરતિના, હજારપૃથફત્વ આકર્ષો થાય છે. આટલા આકર્ષો જ્ઞાતવ્ય થાય છે.” Indu (સંબોધપ્રકરણ, સમ્યક્ત અધિકાર, ગાથા-૩૨) સાસ્વાદન બીજે ગુણસ્થાનકે હોય છે. તુર્યાદિમાં-ચોથા ગુણસ્થાનક આદિમાં, આઠ-અગિયાર-ચાર-ચારમાં ક્રમસર ઉપશમ, લપક, વેદક અને ક્ષાયોપથમિક થાય છે.” ifપા (સમ્યક્તસ્તવ પ્રકરણ. ગાથા-૨૩) “સમ્યક્ત પ્રાપ્ત થયે છતે પલ્યોપમપૃથફત્વથી શ્રાવક થાય છે, ચારિત્રના ઉપશમના અને ક્ષયના સંખ્યાતા સાગરોપમ થાય છે.” isi (વિશેષાવશ્યકભાષ્ય, ગાથા-૧૨૨૨)
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy