SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬ ૨પપ. પરિહાર નથી. જ્યારે સાધુ તો અનાભોગથી ગાયને બળદ કહે તો તેમને મૃષાવાદની પ્રાપ્તિ છે; કેમકે સૂક્ષ્મમૃષાવાદનો પરિવાર તેમણે કર્યો છે. આથી દૂરવર્તી બળદ છે કે ગાય છે તેવો નિર્ણય ન હોય તેવા સ્થાનમાં માર્ગ બતાવતી વખતે સાધુ કહે કે ગૌ જાતીય પ્રાણી દેખાય છે તે માર્ગે જવાનું છે તેને બદલે જો સાધુ કહે કે ગાય ઊભી છે તે માર્ગે જવાનું છે તો બળદને ગાય કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેથી સાધુને” મૃષાવાદની પ્રાપ્તિ થાય તેના પરિવાર અર્થે સાધુ ગોજાતીય શબ્દનો પ્રયોગ કરે છે. જેથી સોધુને મૃષાવાદની પ્રાપ્તિ થાય નહીં. આવા પ્રકારના સૂક્ષ્મ મૃષાવાદનો પરિહાર શ્રાવકોના વ્રતમાં નથી તેથી શ્રાધકોને આશ્રયીને ક્લિષ્ટ આશયથી થતા સ્થૂલ મૃષાવાદનું પચ્ચખ્ખાણ છે. વળી, તે મૃષાવાદ બે પ્રકારનો છે. સ્કૂલ અને સૂક્ષ્મ. જે પરિસ્થૂલ વસ્તુ વિષયક અને અતિ દુષ્ટ, વિવફાથી ઉદ્ભવ થયેલ હોય તે સ્થૂલ મૃષાવાદ છે અને તેનાથી વિપરીત સૂક્ષ્મ મૃષાવાદ છે અને શ્રાવકને સૂક્ષ્મ મૃષાવાદમાં યતના હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી શ્રાવક સૂક્ષ્મ પણ મૃષાવાદ કરે નહીં અને સ્કૂલ મૃષાવાદનો ત્યાગ શ્રાવકે કરવો જોઈએ. જેથી ક્લિષ્ટ આશય થાય નહિ. વળી ‘આવશ્યક ચૂર્ણિ'માં કહ્યું છે કે જે બોલવાથી પોતાને કે પરને અતિબાધા થાય છે અને અધિક સંકેલેશ થાય છે તેવો મૃષાવાદ પોતાના માટે કે અન્ય માટે વર્જન કરવો જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે કન્યાલીક આદિમાં પૂર્વ વર્ણન કર્યા તેવા મૃષાવાદ બોલવાથી પોતાને પણ તીવ્ર રાગ-દ્વેષ થાય છે માટે પોતાને બાધા ઉત્પન્ન થાય છે અને અન્યને પણ ઘણા સંકલેશો થાય છે. માટે તેવો મૃષાવાદ પોતાના સંકલેશના વર્જન માટે અને અન્યના સંકલેશના વર્જન માટે શ્રાવકે કરવો જોઈએ નહિ. વળી, આ મૃષાવાદ અન્ય રીતે ચાર પ્રકારનો છે. ૧. સદ્ભુત વસ્તુના અપલોપરૂપ. ૨. અંસભૂતનો ઉભાવનરૂપ. ૩. અર્થાન્તરરૂપ !! . ૪. ગોંરૂપ. . . . . . ૧. સદ્ભુત વસ્તુના આપલાપરૂપ - - આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી ઇત્યાદિ સ્વમતિ અનુસાર બોલનારા જીવોને સદ્ભૂત એવી આત્માદિ વસ્તુના ઉપલાપરૂપ મૃષાવાદની પ્રાપ્તિ છે. ૨. અસભૂતના ઉભાવનરૂપ : આત્માનું સ્વરૂપ સ્વમતિ અનુસાર કોઈ કહે કે શ્યામક તંદુલ માત્ર આત્મા છે. આ પ્રકારના વચનમાં વસ્તુનું એવું સ્વરૂપ નથી તેવું વિકૃત સ્વરૂપ કહેવામાં આવે તે અસભૂતના ઉભાવનરૂપ છે. તે રીતે કોઈપણ પદાર્થ વિષયક પૂર્ણ બોધ હોય નહીં અને સ્વમતિ અનુસાર તે પદાર્થનું કથન કરવામાં આવે તો અસંભૂત ઉદ્દભાવનરૂપ મૃષાવાદ પ્રાપ્ત થાય.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy