SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ રy૪૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૬ ૪. ન્યાસ અપહાર :- , “ . કોઈ વ્યક્તિએ રક્ષણ માટે સુવર્ણાદિ ધન આપ્યું હોય અને લોભને વશ કહે કે “તેં મને આપ્યું નથી,' તે ન્યાસઅપહારરૂપ સ્થૂલ મૃષાવાદ છે. જોકે “અપદ'માં તેનો અંતર્ભાવ થઈ શકે તોપણ લોકમાં બીજાની થાપણનો અપલાપ કરવો તે અતિઅનુચિત છે, તેમ પ્રસિદ્ધ છે. તેનો વિશેષથી બોધ કરાવવા અર્થે પૂર્વના મૃષાવાદોથી ન્યાસ અપહારને પૃથક્ કહેલ છે. વળી, આ થાપણના અપલાપમાં અદત્તાદાનવ્રતના ભંગની પ્રાપ્તિ છે; તોપણ “તેં મને ધન આપ્યું નથી.” તે પ્રકારના મૃષાવચનને પ્રધાન કરીને વિવક્ષા કરેલ હોવાથી ન્યાસઅપહાર” મૃષાવાદ છે. ૫. ફૂટસાક્ષી :- . કોઈની પાસેથી પોતાને લભ્ય વસ્તુ હોય અથવા કોઈને પોતાને માટે દેય વસ્તુ હોય તેના વિષયમાં લાંચથી-મત્સર આદિથી ખોટી સાક્ષી પૂરવામાં આવે તે “કૂટસાક્ષી' કહેવાય. જેમ કોઈની પાસેથી કોઈકને કોઈ ધન લેવાનું હોય અને સામી વ્યક્તિ આપતો ન હોય ત્યારે તેમાં સાક્ષી આપવામાં આવે કે આ વ્યક્તિએ તેની પાસેથી ધન લીધું જ નથી અથવા કોઈકને કોઈનું ધન આપવાનું હોય અને તે ધન તે આપવા તૈયાર ન હોય અને તેમાં પોતે સાક્ષી બને કે આ ધન તેને આપવાનું બાકી નથી, તેને પૂર્વે અપાઈ ચૂકેલું છે. આ રીતે લાંચથી કે સામી વ્યક્તિ પ્રત્યેના મત્સરથી કે અન્ય કોઈ સ્વાર્થસંબંધને કારણે ખોટી સાક્ષી ભરવામાં આવે તે કૂટસાક્ષી મૃષાવાદ છે અને આ પ્રકારના મૃષાવાદમાં પારકાના પાપના સમર્થકત્વરૂપ વિશેષ છે. તેથી અન્ય અલકમાં તેનો અંતર્ભાવ થવા છતાં પૃથક ગ્રહણ કરેલ છે. અને આ ન્યાસ અપહાર અને કૂટસાક્ષી બે અલીક પણ ક્લિષ્ટ આશયથી બોલાય છે તેથી સ્થૂલ અસત્ય છે. અર્થાત્ સામાન્ય રીતે કોઈનું અહિત ન થાય તેવું મૃષાવચન સૂક્ષ્મ અસત્ય છે અને આ અલીકોમાં વિશેષ પ્રકારના રાગાદિભાવો વર્તે છે. તેથી સ્થૂલ અસત્ય છે. વળી, આ સ્થૂલ મૃષાવાદ કઈ રીતે સંભવે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જીવ ક્રોધને વશ, માનને વશ, માયાને વશ, લોભને વશ, કામરાગ-સ્નેહરાગ કે દૃષ્ટિરાગને વશ, દ્વેષને વશ, ભયને વશ, લજ્જાને વશ, કીડાને વશ, રતિ-અરતિને વશ, દાક્ષિણ્યને વશ, મુખરપણાને વશ વધારે પડતા બોલવાની ટેવને કારણે કે વિષાદ આદિને વશ અસત્ય બોલે છે. વળી, કોઈ વ્યક્તિ વિષકન્યાને જ વિષકન્યા કહે, દુઃશીલ કન્યાને દુઃશીલ કન્યા કહે તે વચન સત્ય છે. છતાં પણ અન્યને પીડાનો હેતુ હોવાથી મૃષાવાદરૂપ જ છે. તેથી કોઈપણ સત્ય વચન અન્યને પીડાકાર, હોય તો પાંચ મૃષાવાદમાંથી યથાયોગ્ય કોઈપણ મૃષાવાદમાં અંતર્ભાવ પામે છે; કેમ કે “સતુ એવા જીવોનું હિત તે સત્ય' એ પ્રકારના “સત્ય' શબ્દની વ્યુત્પત્તિથી પરને પીડા કરનાર વચન અસત્ય જ વચન છે. ૩ આનાથી એ ફલિત થાય કે શ્રાવકને મૃષાવચન બોલવાનો નિષેધ જ છે, છતાં પણ કોઈને પીડા થાય તેવું કે કોઈને અહિત થાય તેવું વચન પણ બોલવું જોઈએ નહિ. ફક્ત કોઈને પીડાકારી ન હોય અને રાગ-દ્વેષથી બોલાયેલું ન હોય છતાં અનાભોગાદિથી ગાયને બળદ કહેવામાં આવે તેવા સૂક્ષ્મ મૃષાવાદનો શ્રાવકને
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy