SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૫. તપસ્વી વિકૃષ્ટ અટ્ટમાદિ તપ આવે છે એ તપસ્વી. ૬. વિદ્યાવાન : વિદ્યા પ્રજ્ઞપ્તિ આદિ, તદ્દવાન=વિદ્યાવાત. ૭. સિદ્ધઃ અંજન, પારલેપ, તિલક, ગુટિકાના કર્ષણથી=ઉપયોગથી, વૈક્રિયત્ન વગેરે સાધારણ જીવો ન કરી શકે તેવી ક્રિયા કરનાર સિદ્ધિઓ, તેના વડે સિદ્ધ થયેલ સિદ્ધ છે. ૮. કવિઃ ગદ્ય-પદ્ય આદિ પ્રબંધો વડે વર્ણતાને કરે છે એ કવિ ગદ્ય-પદ્ય પ્રબંધનો રચ=રચયિતા. આ પ્રવચની આદિ આઠ, પ્રભવ પામતા એવા ભગવાનના શાસનના યથાયોગ્ય દેશકાળાદિના ઔચિત્યથી સહાય કરનાર હોવાને કારણે પ્રભાવક છે; કેમ કે સ્વતઃ પ્રભાવ પામતા એવા શાસનના પ્રકાશક સ્વભાવને જ પ્રેરણા કરે છે એ પ્રકારની વ્યુત્પત્તિ છે. તેઓનું કર્મ=પ્રભાવકોનું કર્મ, પ્રભાવના છે અને આ રીતે મૂલદ્વાર ગાથામાંaઉદ્ધરણની પ્રથમ ગાથામાં ‘સર્વોપમાવ' શબ્દ છે ત્યાં આઠ પ્રભાવના છે જેમાં એ “વર્લ્ડમાવ' એ પ્રમાણે સમાસ છે. ભૂષણપંચકમાં ૧. જિનશાસનમાં કુશલતા : જિનશાસનમાં અરિહંતના દર્શનના વિષયમાં કુશલતા=સૈપુણ્ય. ૨. પ્રભાવના: પ્રભાવના=પ્રભાવત, એ અર્થ છે અને તે=પ્રભાવના, પૂર્વમાં આઠ પ્રકારની કહેવાઈ જે ફરી અહીં=ભૂષણ પંચકમાં, ગ્રહણ કરાયું તે આનું પ્રભાવનાનું, સ્વપરોપકારીપણું હોવાને કારણે અને તીર્થંકરનામકર્મનું કારણ પણું હોવાને કારણે પ્રાધાન્ય ખ્યાપન માટે છે. ૩. તીર્થસેવતા - અને તીર્થ દ્રવ્યથી જિતની દીક્ષાનું સ્થાન, જિનના કેવલજ્ઞાનનું સ્થાન અને જિતના નિર્વાણનું સ્થાન છે. જેને કહે છે – મહા અનુભવવાળા એવા તીર્થકરોની જ્યાં દીક્ષા અને કેવલજ્ઞાન છે અને જ્યાં નિર્વાણ છે ત્યાં ખરેખર આગાઢદર્શન થાય છે=દઢ સમ્યગ્દર્શન થાય છે.” વળી ભાવથી જ્ઞાન-દર્શન-ચારિત્રનો આધાર શ્રમણસંઘ તીર્થ છે અથવા પ્રથમ ગણધર તીર્થ છે. જેને કહે છે – “તીર્થ તીર્થ છે ? કે તીર્થકર તીર્થ છે ? હે ગૌતમ ! અરિહંત નિયમા તીર્થને કરનારા છે. તીર્થ વળી ચાર વર્ણવાળો શ્રમણસંઘ છે અથવા પ્રથમ ગણધર છે.” (ભગવતી સૂત્ર, શ.-૨૦, ઉ.-૮, સૂ. ૬૮૨) તેનું સેવન તીર્થનું સેવન, તીર્થસેવના નામનું ભૂષણ છે. ૪. સ્થિરતા જિનધર્મ પ્રત્યે પરતે સ્થિરતાનું આપાદન અથવા પરતીર્થિકની સમૃદ્ધિના દર્શનમાં પણ જિનપ્રવચન પ્રતિ પોતાની નિષ્પકમ્પતા સ્થિત છે, એમ અવય છે. ૫. ભક્તિ : પ્રવચનમાં વિનય વૈયાવચ્ચરૂપ પ્રતિપત્તિ ભક્તિ છે. આ ગુણો પાંચ પ્રકારના ભૂષણરૂપ ગુણો, સખ્યત્વતા દીપકો છે–પ્રભાસક છે. ઉત્તમ પ્રધાન, ભૂષણો છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy