SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૩૭ પ્રવચન" શબ્દથી જીવાદિતત્ત્વનું ગ્રહણ કરવાનું છે. દર્શન” શબ્દથી સ ત્ત્વનું ગ્રહણ કરવાનું છે. અને તેના અભેદના ઉપચારથી સમ્યગ્દર્શનના અભેદના ઉપચારથી, તવાન પણ=સમ્યક્તવાળો જીવ પણ, દર્શન કહેવાય છે. આ દસમાં=અરિહંતાદિ દસમાં, અભિમુખ ગમન, આસનપ્રદાન, પર્યપાતિ અંજલિબંધાદિ રૂપ ભક્તિ, સત્કારરૂપ પૂજા, વર્ણ=પ્રશંસા, તેનું જતન=ભક્તિ આદિ ત્રણનું જતન=ઉદ્ભાસન, અવર્ણવાદનું અશ્લાઘાનું, વર્જન=પરિહાર, આશાતના=પ્રતીપવર્તવ=વિપરીત વર્તન, તેનો પરિવાર આ દસ સ્થાનનું વિષયપણું હોવાથી દશ પ્રકારનો દર્શન વિનય છે. સમ્યક્ત હોતે છતે આવો ભાવ હોવાથી=દસ પ્રકારના વિજયનો સદ્ભાવ હોવાથી, સમ્યક્ત વિનય છે–દસ પ્રકારનો વિજય તે સમ્યક્ત વિનય છે. ત્રણ શુદ્ધિ - ત્રણ શુદ્ધિમાં જિન=વીતરાગ, જિનમત=સ્યાસ્પદલાંછિત અને જિનમતમાં રહેલા સાધુ આદિને છોડીને શેષ એકાંતગ્રસ્ત એવું જગત પણ સંસારમાં કચરા જેવું અસાર છે એ પ્રમાણે ચિંતાથી=એ પ્રમાણે ચિંતવતથી, સત્ત્વનું વિશુદ્ધયમાતપણું હોવાને કારણે આ ત્રણ શુદ્ધિઓ છે. પાંચ દોષો :- પાંચ દોષો=ક્રમ પ્રાપ્ત સમ્યક્તના શંકાદિ પાંચ દોષો, આગળમાં મૂળમાં જ કહેવાશે તેથી અહીં ગ્રંથકારશ્રી કહેતા નથી. આઠ પ્રભાવના :- જિતેન્દ્રનું શાસન પ્રભાવ પામે છે=વિસ્તાર પામે છે, પ્રભવ પામતા એવા તેનું=જૈનેન્દ્ર શાસનનું, પ્રયોજકપણું પ્રભાવના છે. અને તે પ્રભાવના પ્રભાવકના ભેદથી આઠ પ્રકારની છે. ત્યાં=આઠ પ્રભાવકમાં, બાવચની : પ્રવચન દ્વાદશાંગ ગણિપિટક છે, તે જે છે તે પ્રવચનીયુગપ્રધાન આગમવાળા પુરુષ. ધર્મકથી પ્રશસ્ત ધર્મકથા આવે છે એ ધર્મકથી. શિખાદિપણું હોવાથી “ફન્' પ્રત્યય છે=ધર્મકથી શબ્દમાં “ફન' પ્રત્યય છે. ધર્મકથીનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – ઉત્પન્ન કર્યો છે લોકોના મનમાં પ્રમોદ જેણે એવી આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગજનની, નિર્વેદની લક્ષણવાળી ચાર પ્રકારની ધર્મકથાને તે કહે છે ધર્મકથી કહે છે. ૩. વાદી વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિરૂપ ચાર અંગવાળી પર્ષદામાં પ્રતિપક્ષના નિરાકરણપૂર્વક સ્વપક્ષની સ્થાપના માટે અવશ્ય બોલે છે એ વાદી. ૪. વૈમિત્તિક : નિમિત=સૈકાલિક લાભ-અલાભ પ્રતિપાદક શાસ્ત્ર, તેને જાણે છે અથવા ભણે છે એ નૈમિત્તિક.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy