SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ બાર વર્ષની સ્ત્રી, સોળ વર્ષનો પુરુષ તે બંને વિવાહયોગ્ય છે. કુટુંબના ઉત્પાદન-પરિપાલનરૂપ વિવાહપૂર્વકનો વ્યવહાર ચારવર્ણને કુલીન કરે છે. યુક્તિથી વરણનું વિધાન અને અગ્નિદેવાદિની સાક્ષી પાણિગ્રહણ વિવાહ છે અને તે=વિવાહ, લોકમાં આઠ પ્રકારનો છે. ત્યાં=આઠ પ્રકારના વિવાહમાં (૧) અલંકારોથી અલંકૃત કરીને કન્યાનું દાન બ્રાહ્મવિવાહ છે. (૨) વૈભવના વિનિયોગથી ધનના વ્યયથી, કવ્યાનું દાન પ્રાજાપત્યવિવાહ છે. (૩) ગોમિથુનના દાનપૂર્વક આર્ષવિવાહ છે. (૪) જ્યાં યજ્ઞ માટે બ્રાહમણોને કન્યાદાન જ દક્ષિણારૂપે છે તે દૈવવિવાહ છે. આ ચાર વિવાહ ધર્મ છે; કેમ કે ગૃહસ્થ ઉચિત દેવપૂજનાદિ વ્યવહારોનું આવું ચાર પ્રકારના વિવાહનું, અંતરંગ કારણપણું છે. (૫) માતાના, પિતાના બંધુઓના અપ્રામાણ્યથી=અસંમતિથી પરસ્પર અનુરાગથી સંબંધ થવાને કારણે જે વિવાહ થાય તે ગાન્ધર્વ વિવાહ છે. (૬) પણબંધથી=શરતથી, કન્યાનું પ્રદાન તે આસુરવિવાહ છે. (૭) પ્રસા=કવ્યા આદિની ઈચ્છા વગર, કન્યાના ગ્રહણથી જે વિવાહ થાય તે રાક્ષસવિવાહ છે. (૮) સૂતેલી પ્રમત એવી કન્યાના ગ્રહણથી જે વિવાહ થાય તે પૈશાચવિવાહ છે. અને ચારેય વિવાહ અધર્મવિવાહ છે. જો વધુ અને વરને અપવાદ=કોઈ જાતના વિવાદ વગર, પરસ્પર રુચિ છે તો અધર્મવિવાહ પણ ધર્મવિવાહ છે; કેમકે-શુદ્ધ સ્ત્રીના લાભના ફલવાળો વિવાહ છે. અને તેનું ફળ=શુદ્ધ સ્ત્રીના લાભનું ફળ, ૧. સુંદર એવી પુત્રસંતતિ ૨. અનુપહત ચિત્તની નિવૃત્તિ ૩. ગૃહકૃત્ય સુવિહિતત્વ ૪. અભિજાત્ય આચારનું વિશુદ્ધપણું ૫. દેવતા, અતિથિ, બાંધવના સત્કારનું અનવદ્યપણું છે. રૂતિ’ શબ્દ શુદ્ધ સ્ત્રીના લાભના ફળોની સંખ્યાની સમાપ્તિ માટે છે. વલી કુલવધૂના રક્ષણના ઉપાયો આ છે. ૧. ગૃહકર્મનો વિનિયોગ ૨. પરિમિત અર્થનો સંયોગ ૩. અસ્વતંત્રતા ૪. હંમેશાં માતૃતુલ્ય એવા સ્ત્રીલોકોથી અવરોધન. ૨ા પIL ભાવાર્થ :(૨) અન્ય ગોત્રવાળા સાથે અને સમાન કુલશીલવાળા સાથે વિવાહ કરવો તે સામાન્યથી ગૃહસ્થધર્મ છેઃઅન્ય ગોત્રનો અર્થ સ્પષ્ટ કરવા માટે ગોત્ર શું છે? તે સ્પષ્ટ કરે છે – કોઈ એક પુરુષથી જે પુત્રો થયા હોય અને તે પુત્રોની સંતતિનો પ્રવાહ હોય તે સર્વ એક ગોત્રવાળા કહેવાય. આમ છતાં કોઈ વિશિષ્ટ પુરુષ થયેલો હોય તેવા વિશિષ્ટ પુરુષથી જે પુત્રનો પ્રવાહ ચાલતો હોય તે બધા એક ગોત્રવાળા કહેવાય. તે બતાવવા માટે તેવા પ્રકારના એક પુરુષથી થયેલો વંશ ગોત્ર કહેવાય છે. અને અન્ય ગોત્ર એટલે એટલે અતિ ચિરકાળના વ્યવધાનથી=અતિ લાંબા સમયના ગાળાથી, જેઓનો ગોત્ર સંબંધ તૂટેલો છે તે અન્યગોત્રી કહેવાય. વિવાહ હંમેશાં એક ગોત્રમાં કરવો ઉચિત નથી તે પ્રકારે વ્યવહારની મર્યાદા છે. વિવાહ કુલ અને શીલથી સમાન એવા અન્ય ગોત્રવાળા સાથે કરવો તે ગૃહસ્થનો ધર્મ છે. ત્યાં કુલ એટલે પિતા-પિતામહ આદિ પુરુષનો વંશ તે કુલ કહેવાય. તેથી જે વિવાહમાં સમાન કુલવાળા સાથે વિવાહ
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy