SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૧૧, ૧૨ પરંતુ જીવ પ્રાધાન્યની વિવક્ષાથી જ બોલે છે માટે તે ભાષાને મિશ્રભાષા સ્વીકારવી જોઈએ નહિ પરંતુ સત્યભાષા જ કહેવી જોઈએ એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – બોધસામગ્રીના મહિમાથી જ તેનો બોધ થઈ શકે છે માટે બોધ સામગ્રી દ્વારા નિર્ણય ન થયો હોય છતાં ઘણા જીવો છે તેમ કહેવામાં આવે તો પ્રતિનિયત એવા પ્રાણધારી જીવોના એકત્વનો અનિયમ હોવાથી તે મિશ્રવચન જ બને છે. અહીં પૂર્વપક્ષી કહે કે કોઈએ બોધસામગ્રીથી તેનો બોધ કર્યો હોય અને ત્યારપછી આ ઘણા જીવોનો સમૂહ છે એમ કહે તો તેના વચનને મૃષા ભાષા જ કહેવી જોઈએ પરંતુ જીવમિશ્રિતભાષા કહી શકાય નહિ એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – સામાન્યથી એકીકૃત એવા પણ સમૂહને વિશેષ અર્પણાથી વિચારવામાં આવે તો તેમાં કેટલાક જીવો જીવિત છે અને કેટલાક મૃત છે એ પ્રકારે ભેદની પ્રાપ્તિ હોવાથી તે ભાષાને મૃષા કહી શકાય નહિ પરંતુ મિશ્રભાષા કહેવી જોઈએ એ પ્રમાણે પદાર્થને જોવાની નિપુણ દૃષ્ટિવાળા મહાત્માએ સૂક્ષ્મદષ્ટિથી પર્યાલોચન કરવું જોઈએ. આવા અવતરણિકા : उक्ता जीवमिश्रिता ।४। अथाऽजीवमिश्रितामाह - અવતરણિકાર્ય : જીવમિશ્રિતભાષા કહેવાઈ. હવે અજીવમિશ્રિતભાષાને કહે છે – ગાથા : साऽजीवमीसिया वि य, जा भन्नइ उभयरासिविसया वि । वज्जित्तु विसयमन्नं, एस बहुअजीवरासि त्ति ।।६२।। છાયા : साऽजीवमिश्रिताऽपि च या भण्यते उभयराशिविषयाऽपि । वर्जयित्वा विषयमन्यमेषो बह्वजीवराशिरिति ।।२।। અન્વયાર્થ : ૧૩મયરસિવિસા વિ=અને ઉભયરાશિના વિષયવાળી પણ જીવ અજીવ ઉભયરાશિના વિષયવાળી પણ, વિસયમન્ન વક્તિનુ=અન્ય વિષયને વર્જીને-અજીવથી અવ્ય એવા જીવના વિષયને વર્જીને, પણ વિદુનીવરસ ત્તિ આ બહુ અજીવાશિ છે એ પ્રમાણે, ના મ જે કહેવાય છે, સાડની વમસિયા વિગતે અજીવમિશ્રિત જ ભાષા છે. I૬રા.
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy