SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૫૩ ૨૯ ऽसामर्थ्यरूपकरणाऽपाटवस्य च फलतो मोहे विप्रलिप्यायाश्च द्वेष एवान्तर्भावात्, यद्येवं तर्हि त्रिधैव विभागः क्रियतामत आह- तथापि दशधा विभागोऽनादिनिर्देशसंसिद्धः । अयं भावः - संग्रहाभिप्रायेण त्रिधाविभागसंक्षेपेऽप्यनतिविस्तरसंक्षेपरुचिनयाभिप्रायसिद्धोऽनादिर्दशधा विभागः यथाप्रयोगमेव प्रयोगार्हः, तथैव व्यवहारसिद्धेरिति ।।५३ ।। ટીકાર્ય : रागेण વ્યવહારસિદ્ધેરિતિ ।। રાગથી દ્વેષથી અથવા મોહથી મૃષાભાષાને બોલે છે=વચનપ્રયોગ કરનાર પુરુષ બોલે છે. જે કારણથી કહેવાય છે “રાગથી, દ્વેષથી કે મોહથી=અજ્ઞાનથી, મૃષાવાક્ય બોલાય છે. જેને આ દોષો નથી=જેને રાગ, દ્વેષ કે અજ્ઞાનરૂપ દોષો નથી તેને મૃષાભાષાનું કારણ શું થાય ? અર્થાત્ કેવલી ક્યારેય મૃષાભાષા કહે નહિ.” () ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને આ=રાગ, દ્વેષ અને મોહથી અમૃતવાક્ય બોલાય છે એ, અવધારણ ઇતર અસાધારણ કારણના નિષેધાર્થ છે અર્થાત્ કૃષાભાષાનાં આ ત્રણથી અન્ય કોઈ અસાધારણ કારણ નથી એ બતાવવા માટે છે; કેમ કે ક્રોધ-ભય આદિ કષાય-નોકષાયોનો દ્વેષમાં અંતર્ભાવ છે, માયા-હાસ્યાદિ કષાય-નોકષાયોનો રાગમાં અંતર્ભાવ છે. અને પર અભિમત=અન્યદર્શનને અભિમત, ભ્રમ, પ્રમાદ, વિપ્રલિપ્સા, કરણ અપટુ આદિ હેતુઓના પણ મધ્યમાં અતસ્મિન્ તદ્ અધ્યવસાયરૂપ ભ્રમનું ફ્ળથી મોહમાં, ચિત્તના અનવધાનતારૂપ પ્રમાદનો ફ્ળથી મોહમાં, અને ઇન્દ્રિયના અસામર્થ્યરૂપ કરણ અપાટવનો ફળથી મોહમાં અને બીજાને ઠગવાની ઇચ્છાનો દ્વેષમાં જ અંતર્ભાવ છે. – જો આમ છે=રાગ, દ્વેષ અને મોહમાં કરણ અપાટવાદિ હેતુઓનો અંતર્ભાવ છે એમ છે, તો ત્રણ પ્રકારનો જ વિભાગ કરાવો=અસત્યભાષા કારણને આશ્રયીને રાગ, દ્વેષ, મોહરૂપ ત્રણ કારણોથી જ થાય છે એ પ્રકારનો વિભાગ કરાવો. એથી કહે છે=ગાથાના ઉત્તરાર્ધથી કહે છે છે તો પણ અનાદિનિર્દેશથી સંસિદ્ધ દશધા વિભાગ છે. આ ભાવ છે=ગાથાના ઉત્તરાર્ધનો આ ભાવ સંગ્રહ અભિપ્રાયથી ત્રણ પ્રકારના વિભાગના સંક્ષેપમાં પણ અતિવિસ્તર સંક્ષેપરુચિ એવા નય અભિપ્રાયસિદ્ધ અનાદિ દશ પ્રકારનો વિભાગ છે=દશ પ્રકારની મૃષાભાષાનો વિભાગ છે. કેમ દશ પ્રકારનો વિભાગ છે ? એથી કહે છે - - જે પ્રકારનો પ્રયોગ જ છે=જે પ્રકારના ક્રોધાદિ ભાવોથી મૃષાભાષાનો પ્રયોગ જ છે, તે પ્રયોગ યોગ્ય છે=તે રીતે ભાષાને કહેવા માટે યોગ્ય છે; કેમ કે તે પ્રકારે જ વ્યવહારની સિદ્ધિ છે=ક્રોધનિઃસૃત, મૃષાભાષા છે, માનિઃસૃતમૃષાભાષા છે, તે પ્રકારે જ વ્યવહારની સિદ્ધિ છે. ૫૩।।
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy