SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૫૨, ૫૩ ૨૭ પ્રયોજનના અસ્થાનમાં લક્ષણા કરવામાં આવે તો સર્વત્ર અસત્યભાષામાં પણ લક્ષણા કરવાનો પ્રસંગ આવે. વસ્તુતઃ રાજાને જ ‘તું રાજા નથી’ એ પ્રકારના પ્રયોજનથી જ મહાત્માએ તે વચનપ્રયોગ કર્યો છે અને લોકમાં તે રાજારૂપે પ્રસિદ્ધ છે માટે તેને રાજા નથી તેમ કહેવાય નહિ, તોપણ તેને સુધારવાના પ્રયોજનથી કે તેનાથી થતા અનર્થને નિવારવાના પ્રયોજનથી રાજાને તે શબ્દો આકરા લાગે તેવા જ આશયથી તે વચનો કહેવાયાં છે. એ રીતે સર્વસ્થાનોમાં અસત્ય બોલાયેલી ભાષા પ્રશસ્તપરિણામથી સત્ય બને છે તેમ યોજન ક૨વું. આથી જ ક્યારેક સામી વ્યક્તિનો કાંઈક ઉપઘાત થાય તેમ છે એ પ્રકારે બોલાયેલી ભાષા તેના હિતની સંભાવના હોય તો તે સત્યભાષા બને છે. જેમ યોગ્ય શિષ્ય પણ કંઈક વક્રતાના કારણે અન્યથા પ્રવૃત્તિ કરે ત્યારે શિષ્યના હિતના અર્થી ગુરુ તેના ચિત્તને ઉપઘાત થાય તેવાં કઠોર વચન કહે તોપણ ફળથી હિતનું કારણ હોવાથી સત્યભાષા બને છે. II૫ચા અવતરણિકા ઃ नन्वयं कारणभेदकृतः कार्यविभागः, कारणानि च करणाऽपाटवादीन्यतिरिच्यन्तेऽपि अन्तर्भवन्ति च रागद्वेषमोहेष्वपीत्यत आह - અવતરણિકાર્ય : આ કાર્યવિભાગ=અસત્યભાષાનો કાર્યવિભાગ, કા૨ણભેદકૃત છે=ક્રોધાદિ અસત્યભાષા બોલવાનાં કારણોના ભેદકૃત છે અને કારણો=અસત્યભાષા બોલવાનાં કારણો, કરણઅપાટવાદિ અધિક પણ છે અને રાગ, દ્વેષ, મોહમાં અંતર્ભાવ પામે છે=કરણઅપાટવાદિ રાગ, દ્વેષ, મોહમાં અંતર્ભાવ પામે છે. એથી ગ્રંથકારશ્રી કહે છે - ભાવાર્થ: પૂર્વમાં ભૃષાભાષાનો જે વિભાગ બતાવ્યો એ ક્રોધાદિ કષાયના કારણભેદ કૃત હતો. ક્રોધથી, માનથી કે અન્ય અન્ય કષાયોથી બોલાયેલી સર્વ પ્રકારની ભાષાઓનો વિભાગ દશમાં સંગ્રહ કરેલો છે તેથી કષાયોના કારણને વશ જ જે કોઈ ભાષા બોલાઈ હોય તે ભાષા તે તે ક્રોધાદિ ભેદમાં સંગૃહીત થાય છે. વળી મૃષાભાષાના બોલવાનાં કારણો કરણની અપટુતા આદિ અન્ય પણ છે અર્થાત્ કરણની અપટુતા, બોધની અપટુતા, અજ્ઞાન કે અન્ય પણ કોઈક કારણે મૃષાભાષા થાય છે તેથી તે સર્વ કારણોની અપેક્ષાએ વિભાગ કરીએ તો મૃષાભાષાના દશથી અધિક ભેદો થઈ શકે છે. વળી કરણઅપટુતા આદિ મૃષાભાષાનાં કારણો રાગ, દ્વેષ, મોહમાં અંતર્ભાવ થાય છે તેમ સ્વીકારીએ તો જે દશ પ્રકારની મૃષાભાષા કહી તે સર્વ કષાયકૃત ભાષાનો વિભાગ રાગ, દ્વેષ, મોહમાં અંતર્ભાવ પામે છે. છતાં દશ પ્રકારનો વિભાગ ગ્રંથકારશ્રીએ કેમ કર્યો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે અહીં વિશેષ એ છે જેઓ પાસે કરણની અપટુતા છે, કોઈક સ્થાને પદાર્થનું અજ્ઞાન છે કે કોઈ અન્ય -
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy