SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૨ / સ્તબક- ૨ / ગાથા-૪૧ ગાથા : ठिइरसबन्धकराणं हंदि कसायाण चेव अणुरूवं । पयडिप्पएसकम्मं जोगा बज्झति ण विरूपं ।।४१।। છાયા : स्थितिरसबन्धकराणां हन्दि कषायाणामेवानुरूपम् । प्रकृतिप्रदेशकर्म योगा बध्नन्ति न विरूपम् ।।४१।। અન્વયાર્ચ - ઇંદ્ધિ ખરેખર, ફિરસેવન્યરાખi=સ્થિતિ-રસબંધને કરનારા એવા, વસાવાન=કષાયોને, પુરૂવ જેવઅનુરૂપ જ, પથિીí=પ્રકૃતિ અને પ્રદેશરૂપ કર્મ, ગોપIEયોગો, વતિ બાંધે છે. વર્ષ =વિરૂપ બાંધતા નથી. I૪ના ગાથાર્થ : ખરેખર સ્થિતિબંધ અને રસબંધને કરનારા એવા કષાયોને અનુરૂપ જ પ્રકૃતિ અને પ્રદેશરૂપ કર્મને યોગો બાંધે છે, વિરૂપ બાંધતા નથી ll૪૧૫ ટીકા - हन्दीत्युपदर्शने, योगाः स्थितिरसबन्धकराणां कषायाणामनुरूपमेव प्रकृतिप्रदेशकर्म बध्नन्ति न विरूपम् एवं च व्यवहारतः सत्याया अपि कस्याश्चिद्भाषायाः क्लिष्टकर्मबन्धसामग्रीभूतकषायाद्यन्तर्गताया न स्वातन्त्र्येण शुभकर्मबन्धहेतुत्वेन फलवत्त्वं तथा च क्रोधाभिभूतस्य सर्वाऽपि भाषाऽसत्यैवेति स्थितम् ।।४१।। ટીકાર્ય : હીત્યુપર્શને ..... સ્થિતમ્ ‘ત્રિ' શબ્દ ઉપદર્શનમાં છે શ્રોતાને સન્મુખભાવ કરીને વસ્તુનો નિર્દેશ કરાવવા અર્થે છે. યોગો-મન, વચન કાયાના વ્યાપારો, સ્થિતિ અને રસબંધને કરનારા એવા કષાયોને અનુરૂપ જ પ્રકૃતિ અને પ્રદેશરૂપ કર્મ બાંધે છે. વિરૂપત્રકષાયોથી અન્ય પ્રકારે, કર્મ બાંધતા નથી અને એ રીતે કષાયોને અનુરૂપ જ કર્મબંધ થાય છે એ રીતે જ, ક્લિષ્ટ કર્મબંધરૂપ સામગ્રીભૂત કષાય આદિ અંતર્ગત એવી કોઈક વ્યવહારથી સત્ય પણ ભાષાનું સ્વતંત્રપણાથી શુભકર્મ બંધના હેતુપણારૂપે ફળવત્વ નથી અને તે રીતે=કષાયયુક્ત સત્ય પણ ભાષા શુભકર્મબંધનો હેતુ નથી તે રીતે, ક્રોધથી અભિભૂત જીવની સર્વ પણ ભાષા=સત્ય કે અસત્ય સર્વ પણ ભાષા, અસત્ય જ છે એ પ્રમાણે સ્થિત છે. II૪૧II.
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy