SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૫ / ગાથા ૧૦૦ અનુષ્ઠાન દર્શનમોહનીયકર્મનો નાશક છે, આ અનુષ્ઠાન ચારિત્રની વિશોધિજનક છે ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તે છે, પરમાર્થથી તો સર્વ અનુષ્ઠાનો દ્વારા અંતરંગ રાગાદિના વિલયને અનુકૂળ યત્ન કરવાથી જ વીતરાગતાની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, માટે પ્રસ્તુત ભાષારહસ્યને જાણીને કલ્યાણના અર્થી જીવે તે તે અનુષ્ઠાનોમાં સમ્યક્ પ્રયત્ન કરવો જોઈએ જેથી રાગાદિનો વિલય થાય. તે અનુષ્ઠાન ક્વચિત્ સૂત્ર પોરિસી અર્થપોરિસીરૂપ પણ હોઈ શકે, ક્વચિત્ જિનપ્રતિમાનાં દર્શનરૂપ પણ હોઈ શકે, ક્વચિત્ ભાષારહસ્ય ગ્રંથના રહસ્યનો યથાર્થ નિર્ણય કરીને ભાષાસમિતિ અને વાગ્ગુપ્તિના યત્નરૂપ પણ હોઈ શકે. આથી જ જિનવચનના નિયંત્રણપૂર્વક ભાષા બોલતાં બોલતાં પણ કેટલાક મહાત્માઓ રાગ-દ્વેષનો નાશ કરીને કેવળજ્ઞાન પામે છે. ૧૮૦ આ રીતે નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી સર્વ અનુષ્ઠાનો દ્વારા રાગ-દ્વેષના ઉચ્છેદને અનુકૂળ યત્ન આવશ્યક છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં વ્યવહારનયથી જોનાર પ્રશ્ન કરે છે કે તે તે અનુષ્ઠાનો જ્ઞાનાવરણીય આદિ તે તે કર્મના નાશક ન હોય અને સર્વ અનુષ્ઠાન રાગ-દ્વેષના વિલય દ્વારા વીતરાગતાના કારણભૂત હોય તો ઘણા ઉપાયોનો તે ફળ પ્રત્યે વ્યભિચાર દેખાય છે તેથી તે સર્વ કારણો એકફળ પ્રત્યે કઈ રીતે હેતુ થઈ શકે ? આશય એ છે કે પ્રતિનિયત કાર્ય પ્રત્યે પ્રતિનિયત કારણ સ્વીકારવામાં આવે તો તે કારણની પ્રાપ્તિથી તે કાર્ય થાય છે અને તે કારણના અભાવમાં તે કાર્ય થતું નથી એમ અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ પ્રાપ્ત થાય, અને સર્વઘાતીકર્મના નાશ પ્રત્યે બધાં અનુષ્ઠાનો કારણ છે એમ સ્વીકારીને કાર્ય-કારણભાવ સ્વીકારવામાં . આવે ત્યારે તે ઘણાં અનુષ્ઠાનમાંથી કોઈ એક અનુષ્ઠાન દ્વારા ફળ પ્રાપ્ત થાય છે ત્યારે અન્ય અનુષ્ઠાનો નહિ હોવા છતાં તે એક કાર્ય થયું તેથી તે અન્ય અનુષ્ઠાનો તે કાર્ય પ્રત્યે કારણ નથી તેમ માનવું પડે. જેમ નાગકેતુને પુષ્પપૂજા કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે વખતે જ્ઞાનની આરાધના, ચારિત્રની આરાધનારૂપ અનુષ્ઠાન નહિ હોવા છતાં જ્ઞાનાવરણીય આદિ કર્મનો નાશ થયો તેમ માનવું પડે. જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીયના અનુષ્ઠાન વગર તે કર્મોનો નાશ થતો હોય તો તે ઉપાયોને તેના પ્રત્યે કારણ કહી શકાય નહિ માટે ઘાતીકર્મના ક્ષયરૂપ એક ફળ પ્રત્યે સર્વ અનુષ્ઠાનો કારણ સ્વીકારવાં ઉચિત નથી એ પ્રકારનો વ્યવહારનયનો આશય છે. તેને નિશ્ચયનયની સૂક્ષ્મદૃષ્ટિથી ગ્રંથકારશ્રી કહે છે જેમ એક વહ્નિરૂપ કાર્ય પ્રત્યે તૃણ, અરણિ, આદિમાંથી કોઈ એક હેતુ છે તેમ ઘાતીકર્મના વિગમન પ્રત્યે જિનપૂજા કે અન્ય ચારિત્ર આદિનાં સર્વ અનુષ્ઠાનો હેતુ છે, તેથી જેમ વહ્નિ પ્રત્યે તૃણ કારણ હોવા છતાં અરણિ, મણિની અપ્રાપ્તિ થાય એટલા માત્રથી અરણિ મણિ આદિ વહ્નિ પ્રત્યે હેતુ નથી તેમ કહી શકાય નહિ પરંતુ તૃણ, અરણિ, મણિમાં વહ્નિજનક એક શક્તિ છે તેથી તે ત્રણેમાંથી એકની પ્રાપ્તિથી પણ વહ્નિરૂપ કાર્ય થાય છે, તેમ યોગમાર્ગના ઉચિત સર્વ અનુષ્ઠાનોમાં રાગ-દ્વેષના વિલયને અનુકૂળ એકશક્તિ છે, તેથી એ એક અનુષ્ઠાનથી રાગ-દ્વેષનો વિલય થાય એટલા માત્રથી અન્ય અનુષ્ઠાનો રાગ-દ્વેષના વિલય
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy