SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૭ ટીકા ઃ यथा गुणाः = चारित्रपरिणामवृद्धिहेतवो न हीयन्ते - अपकर्षं नाशं वा न गच्छन्ति, तथा साधुना वक्तव्यम्, किं कृत्वा ? आगमेन युक्त्या च दोषान् गुणांश्च ज्ञात्वा, एवञ्च गुणदोषचिन्तया क्वचिद्विहितस्याऽकरणे विपर्यये वा न दोषः, पुष्टालम्बनाश्रयेणनाऽऽज्ञानतिक्रमात् । अत एवोक्तं - “તન્હા સવ્વાણુન્ના, સનિસંહો ય, પવયળે નત્યિ। आयं वयं तुलिज्जा, लाहाकंखि व्व वाणियओ ।।” (उपदेशमाला ३९२ ) ।।९७।। ટીકાર્ય : ૧૬૯ યથા..... વાળિયો” ।। જે પ્રમાણે ગુણો=ચારિત્રના પરિણામની વૃદ્ધિના હેતુ એવી ભાષાના ગુણો, ક્ષય ન પામે=અપકર્ષ અથવા નાશ ન પામે તે પ્રમાણે સાધુએ બોલવું જોઈએ. શું કરીને બોલવું જોઈએ ? એથી કહે છે આગમથી અને યુક્તિથી દોષોને અને ગુણોને જાણીને=કયાં વચનો બોલવાથી દોષોની પ્રાપ્તિ છે ? અને કયાં વચનો બોલવાથી ગુણોની પ્રાપ્તિ છે ? તેનો નિર્ણય કરીને, સાધુએ બોલવું જોઈએ એમ અન્વય છે અને આ રીતે=ગાથામાં કહ્યું એ રીતે, ગુણદોષની ચિંતાથી=ભાષા વિષયક ગુણદોષની ઉચિત વિચારણાથી, ક્વચિત્ વિહિતના અકરણમાં અર્થાત્ જે પ્રકારે ભાષા વિહિત હોય તે પ્રકારના ભાષાના અકરણમાં અથવા વિપર્યયમાં=જે પ્રમાણે વિહિત હોય તેનાથી વિપરીતરૂપે ભાષા બોલવામાં, દોષ નથી; કેમ કે પુષ્ટાલંબનના આશ્રયણને કારણે=આગમ અને યુક્તિપૂર્વક ગુણદોષનો નિર્ણય કરવારૂપ પુષ્ટાલંબનના આશ્રયણને કારણે, આજ્ઞાનો અનતિક્રમ છે. આથી જ=પુષ્ટાલંબનથી વિપરીત કરણમાં દોષ નથી આથી જ, કહેવાયું - “તે કારણથી સર્વ અનુજ્ઞા=કોઈ કૃત્યવિષયક સર્વ અનુજ્ઞા કે કોઈ કૃત્યવિષયક સર્વ નિષેધ પ્રવચનમાં નથી લાભાકાંક્ષી વણિકની જેમ આય-વ્યયની તુલના કરવી જોઈએ." (ઉપદેશમાલા ગાથા-૩૯૨) ૯૭॥ ભાવાર્થ: ભાષાવિષયક ચારિત્રની મર્યાદાના રહસ્યને કહેનારો ઉપદેશ : ચારિત્રી એવા મુનિને ચારિત્રના પરિણામની વૃદ્ધિનું કારણ બને તેવી કઈ ભાષા બોલવી જોઈએ અને કઈ ભાષા ન બોલવી જોઈએ જેથી ચારિત્રનો પરિણામ ક્યારેય ભાષાને કારણે મ્લાનિ ન પામે તે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી બતાવ્યું. હવે તેનો સર્વત્ર નિર્ણય ક૨વાવિષયક ઉચિત રહસ્ય બતાવે છે -- વિવેકસંપન્ન સાધુએ આગમથી અને યુક્તિથી બોલાતી ભાષામાં થનારા સાવઘ પ્રવૃત્તિ આદિ દોષો જાણી લેવા જોઈએ અને પ્રસંગે તેવી ભાષા બોલવાથી સંયમવૃદ્ધિ આદિ ગુણો થાય છે તેનું રહસ્ય જાણી લેવું જોઈએ અને તેનો યથાર્થ નિર્ણય કર્યા પછી સાધુ ચારિત્રના પરિણામની વૃદ્ધિના હેતુઓ સેવે છે જેનાથી
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy