SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | પ્રાસ્તાવિક V “ભાષારહસ્ય પ્રકરણ' શબ્દશઃ વિવેચન ભાગ-૨ના / સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક SAXRERERURXRXRXARXA8R2XRXRXRXR ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની સ્વોપજ્ઞવિવરણ સહિત પ્રસ્તુત ‘ભાષારહસ્ય' નામની આ કૃતિ છે. તેઓશ્રીમદે “રહસ્ય' પદથી અંકિત ૧૦૮ કૃતિઓ રચવાની અભિલાષા સેવી હતી તે મુજબ એમણે રચેલી અત્યાર સુધીમાં નિમ્નલિખિત ચાર કૃતિઓ ઉપલબ્ધ થઈ છે : (૧) ઉપદેશરહસ્ય, (૨) નયરહસ્ય, (૩) ભાષારહસ્ય અને (૪) સ્યાદ્વાદરહસ્ય (લઘુ, મધ્યમ અને બૃહત્ ટીકા). આ પૈકી ઉપાંત્ય કૃતિ અત્રે પ્રસ્તુત છે તેમાં પ્રાકૃતભાષામાં રચાયેલાં ૧૦૧ પદ્યો છે. વાણી એ માનવજાતિની વિશિષ્ટ સંપત્તિ છે, એનો સદુપયોગ થવો ઘટે. શ્રમણોની વાણી-ભાષા ભાષાસમિતિ અને વચનગુપ્તિી સદાયે વિભૂષિત હોવી જોઈએ. એમની ભાષા કેવી હોવી જોઈએ ? એ વિષે અનેક પ્રાચીન ગ્રંથોમાં નિરૂપણ કરાયું છે. દા.ત. શ્રી પ્રજ્ઞાપના સૂત્રનું ‘ભાષા પદ, શ્રી દશવૈકાલિકસૂત્રનું વાક્યશુદ્ધિ નામનું સાતમું અધ્યયન અને તેની નિયુક્તિ, ચૂર્ણિ તથા આ. ભ. હરિભદ્રસૂરિજી આદિ કૃત ટીકાઓ, શ્રી આચારાંગસૂત્રનું ભાષાજાતઅધ્યયન વગેરે વિવિધ ગ્રંથોના સારરૂપે ભાષાનું રહસ્ય પ્રસ્તુત કૃતિમાં ઉપસ્થિત કરાયું છે. ભાષારહસ્યગ્રંથમાં નીચે મુજબના વિષયોને સ્થાન અપાયું છે : ભાષાના નામભાષા ઇત્યાદિ ચાર નિક્ષેપ, દ્રવ્યભાષાના ગ્રહણ, નિસરણ અને પરાઘાત એ ત્રણ પ્રકારો, ગ્રાહ્યભાષાની દ્રવ્યાદિની અપેક્ષાએ વિચારણા, ભાષાદ્રવ્યનાં સ્પષ્ટ, અવગાઢ ઇત્યાદિ નવ દ્વારો, નિવૃતભાષાના ખંડભેદ ઇત્યાદિ પાંચ ભેદ અને એનાં ઉદાહરણ, પરાઘાતભાષાનું સ્વરૂપ, ભાષાના દ્રવ્ય, શ્રત અને ચારિત્રને અનુલક્ષીને ત્રણ પ્રકાર, દ્રવ્યને આશ્રયીને ભાષાના સત્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યાઅમૃષા એમ ચાર પ્રકાર, વ્યવહારનય પ્રમાણે આ ચાર પ્રકાર અને નિશ્ચયનય પ્રમાણે પહેલા બે જ પ્રકાર, આરાધનાને આશ્રીને ભાષાના આરાધનીભાષા આદિ ચાર પ્રકાર, સત્યાભાષાના દસ પ્રકારનાં લક્ષણ, એ દસે પ્રકારના ચાર-ચાર ઉપપ્રકાર, અસત્યાભાપાના દ્રવ્યાદિની અપેક્ષાએ ચાર ભેદ, આ અસત્યાભાષાના તેમજ મિશ્રાભાષાના દસ દસ પ્રકારો, અસત્યામૃષાના બાર પ્રકારો, કયા જીવને કઈ ભાષા સંભવે ? તેમજ સાધુઓનો ભાષા પરત્વે વિવેક – એમણે કેવું વચન ઉચ્ચારવું અને કેવું નહિ ? ઇત્યાદિ. સ્વોપલ્લવિવરણ: ‘ભાષારહસ્ય' ગ્રંથરત્ન ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જાતે સંસ્કૃતમાં આ વિવરણ રચ્યું છે જેમાં ૬૭ સાક્ષીપાઠો નજરે પડે છે. અંતમાં નવ પદ્યની પ્રશસ્તિ છે, અને એ દ્વારા કર્તાએ પોતાની ગુરુપરંપરાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે.
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy