SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ' શબ્દશઃ વિવેચન ભાગ-૨ની TXARRER RABARABARBROR GetAssettes MતિWિ RRRRRRRRR8R8R8R888RXAYRER વળી અસત્યભાષાના દશ ભેદો ગાથા-૩૮માં બતાવેલ છે. તે દશ ભેદો આ પ્રમાણે છે :(૧) ક્રોધનિઃસૃતઅસત્યાભાષા, (૨) માનનિઃસૃતઅસત્યાભાષા, (૩) માયાનિઃસૃતઅસત્યાભાષા, (૪) લોભનિઃસૃતઅસત્યાભાષા, (૫) રાગનિઃસૃતઅસત્યાભાષા, (૬) દ્રષનિઃસૃતઅસત્યાભાષા, (૭) હાસ્યનિઃસૃતઅસત્યાભાષા, (૮) ભયનિઃસૃતઅસત્યાભાષા, (૯) આખ્યાયિકાનિઃસૃતઅસત્યાભાષા અને (૧૦) ઉપઘાતનિઃસૃતઅસત્યાભાષા. આનાથી એ ફલિત થાય કે કષાયાદિને વશ થઈને જે ભાષા બોલાય તે સર્વ મૃષાભાષા છે. વળી ગાથા-૪૬માં સત્યામૃષા નામની ત્રીજી ભાષા બતાવેલ છે અને ગાથા-૪૭માં તેના દશભેદો બતાવે છે. - તે આ પ્રમાણે છે : (૧) ઉત્પન્નમિશ્રિતામિશ્રભાષા, (૨) વિગતમિશ્રિતામિશ્રભાષા, (૩) ઉત્પન્ન વિગતમિશ્રિતામિશ્રભાષા, (૪) જીવમિશ્રિતામિશ્રભાષા, (૫) અજીવમિશ્રિતામિશ્રભાષા, (૯) જીવાજીવમિશ્રિતામિશ્રભાષા, (૭) અનંતમિશ્રિતામિશ્રભાષા, (૮) પ્રત્યેકમિશ્રિતામિશ્રભાષા, (૯) અદ્ધામિશ્રિતામિશ્રભાષા, (૧૦) અદ્ધાઅદ્ધામિશ્રિતામિશ્રભાષા. આ દશ પ્રકારની ભાષા યથાર્થ બોધના અજ્ઞાનને કારણે બોલાય છે અને મૃષાભાષા બહુલતાએ કષાયને વશ થઈને બોલાય છે. આ પ્રકારે મૃષાભાષા અને મિશ્રભાષા વચ્ચે સામાન્યથી ભેદ છે. વળી અસત્યામૃષારૂપ અનુભયભાષાના ૧૨ ભેદો છે જેને ગાથા-૯૯થી ૭૧માં બતાવેલ છે તે આ પ્રમાણે : (૧) આમત્રણીભાષા, (૨) આજ્ઞાપનીભાષા, (૩) યાચનીભાષા, (૪) પૃચ્છનીભાષા, (૫) પ્રજ્ઞાપની ભાષા, (૯) પ્રત્યાખ્યાનીભાષા, (૭) ઇચ્છાનુલોમભાષા, (૮) અનભિગૃહીતાભાષા, (૯) અભિગૃહીતાભાષા, (૧૦) સંશયકરણીભાષા, (૧૧) વ્યાકૃતાભાષા, (૧૨) અવ્યાકૃતાભાષા. સત્યાદિ ચાર ભાષામાંથી કયા જીવોને કઈ ભાષા સંભવે ? તેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ ગાથા-૮૧માં કરેલ છે. તે પ્રમાણે દેવતા, નારક અને મનુષ્યોને સર્વ ભાષા સંભવે છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોને અસત્યામૃષાભાષા નામથી ચોથી ભાષા સંભવે છે, તેના બાર ભેદોમાંથી પણ અવ્યાકૃતા અર્થાત્ અવ્યક્તભાષા સંભવે છે. પંચેન્દ્રિયતિર્યંચોમાં પણ શિક્ષા અને લબ્ધિરહિત જીવોને અવ્યક્તભાષા જ હોય છે. જ્યારે શિક્ષા અને લબ્ધિવાળા તિર્યંચોને યથાયોગ્ય ચારેય ભાષાનો સંભવ છે. બાહ્ય વસ્તુને આશ્રયીને દ્રવ્યભાવભાષાના ચાર ભેદો બતાવ્યા પછી ગ્રંથકારશ્રીએ શ્રુતભાવભાષાના ૩ ભેદો ગાથા-૮૨માં બતાવેલ છે. તે પ્રમાણે શ્રુતજ્ઞાનના ઉપયોગને આશ્રયીને બોલાતી ભાષા સત્યાભાષા, મૃષાભાષા, કે અસત્યામૃષાભાષા એમ ત્રણ ભેદથી પ્રાપ્ત થાય છે. તેમાં જે સમ્યગ્દષ્ટિ જીવ હોય, જિનવચનાનુસાર
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy