________________
श्रुताऽप्राप्त्यापि तत्स्यात् । किञ्चवं शीलाप्राप्त्या शीलविराधकोऽपि श्रुतप्राप्त्याराधकः स्यादिति देशविराधकाराधक साङ्कदिव्यवस्थेत्यत आह-क्रियाप्राधान्यमाश्रित्य इति क्रियापेक्षया हि देशत आराधकत्वं विराधकत्व चात्र विवक्षितम्, श्रुतापेक्षया तु तत्सदपि नादृतम् , समुदयवादेऽप्यनन्तरकारणत्वेन क्रियाप्राधान्यस्य विवक्षणात् , यदाह भगवान् भद्रबाहुः
'जम्हा दसणनाणा संपुण्णफलं न दिन्ति पत्तअं । चारित्तजुआ दिन्ति हु विसिस्सए तेण चारित्तं ॥
भाष्यकारोप्याह - "नाणं परं परमणन्तरा उ किरिया तयं पहाणयरं । जुत्तं कारणं । इति । शुद्धक्रियाप्राधान्यं च विचित्रक्रियाणां प्राधान्यव्यवस्थापनेन निर्वाह्यत इति क्रियाप्राधान्यमात्रानुगतविचित्रनगमाभिप्रायादित्थमुक्तिरिति भावः । यदि च जिनोक्तसामाचारीमात्रभङ्गेनैव देशविराधिकत्वं એવી પરિભાષા અંગે અનારાધકની પણ વિરાધક તરીકે જ ગણતરી કરવાની પ્રરિભાષકની ઈચ્છા હોવાથી આવા કુતર્કો કરવાને અવકાશ નથી વનિત્મપિર્તવ્યન્ડેિ ત્યારે )
શકા :-શીલની અપ્રાપ્તિ માત્રના કારણે જે આ રીતે તેમને દેશવિરાધકતા માન્ય છે તે એ રીતે અન્યલિંગસ્થ અપુનબંધકાદિ જોને પણ શ્રતની અપ્રાપ્તિના કારણે દેશવિરાધકતા પણ માનવી જોઈએ. તેમજ શીલની અપ્રાપ્તિના કારણે શીલવિરાધક એવા પણ અવિરતસમ્યગદષ્ટિ વગેરે જીવોમાં શ્રુતપ્રાપ્તિના કારણે દેશઆરાધકતા માનવી જોઈએ. આમ દેશવિરાઘક–દેશઆરાધકનું સાર્ય થવાથી કેઈ વ્યવસ્થા રહેશે નહિ. દિશઆરાધના-વિરાધનાની આ પરિભાષામાં ક્રિયા જ પ્રધાન શ્રી નહિ]
સમાધાન :- આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકારે શ્લેકના ઉત્તરાર્ધમાં ક્રિયાપ્રાધાન્ય.” ઈત્યાદિ કહ્યું છે. ક્રિયાને પ્રધાન કરીને–તેની અપેક્ષાએ જ પ્રસ્તુતમાં દેશઆરાધકતા-દેશવિરાધકતાની વિવેક્ષા છે. તેથી શ્રુતની અપેક્ષાએ તે બે હાજર હોવા છતાં અહીં વિવયા નથી. વળી જ્ઞાન-કિયાનો સમુદાય મોક્ષનું કારણ છે એવા સમુદાયવાદમાં પણ અનંતરકારણ હવારૂપે ક્રિયાને જ પ્રધાન કહી છે. જેમ કે ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી એ પણ કહ્યું છે કે “ દર્શન અને જ્ઞાન પ્રત્યેક (ચારિત્ર વિનાના) સંપૂર્ણ ફળ આપતાં નથી, ચારિત્રયુક્ત થાય છે ત્યારે જ આપે છે. તેથી ચારિત્રમાં વિશેષતા છે ” ભાષ્યકારે પણ કહ્યું છે કે “જ્ઞાન શ્રેષ્ઠ કારણ છે, પણ ક્રિયા અનંતરકારણ હેવાથી એના કરતાં પણ પ્રધાનકારણ હેવી યુક્ત છે.” જે અનંતરકારણ તે માત્ર અંતિમ શુદ્ધ ક્રિયા જ બનતી હોવાથી એ શુદ્ધ કિયા જ પ્રધાન હોવી સિદ્ધ થાય છે, પૂર્વ પૂર્વની વિચિત્ર ક્રિયાઓ નહિ. તેથી એ ક્રિયાઓ તો પ્રધાન ન બનવાથી આ દેશવિરાધકતા વગેરેમાં એની વિવેક્ષા રાખી શકાતી નથી. તેમ છતાં પૂર્વ પૂર્વની વિચિત્ર ક્રિયાઓમાં પ્રધાનતા હોય તે જ અંતિમ શુદ્ધ કિયામાં પ્રાધાન્ય હોવું સુસંગત હોઈ એ બધી ક્રિયાઓ પણ પ્રધાન બને જ છે. તેથી એની વિવેક્ષા રાખીને ક્રિયાપ્રાધાન્ય માનવા માત્ર રૂપ અનુગતતા જાળવનાર વિચિત્ર નિગમનય મુજબ આ ભાંગાઓની પ્રરૂપણા પણ સંગત જ છે.
વળી “જિનેક્ત સામાચારી માત્રના ભંગથી જ શ્રુતવામાં દેશવિરાધકતા આવે છે એવું જે માનવાનું હોય તે નિતવને સર્વવિરાધકપ્રાયોગ્ય ફળ મળી શકશે નહિ, કારણ