SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આરાધક-વિરાધક ચતુર્ભગી શ્લેક-૩ द्वितीयभङ्गमपि बालिशानां महतीं विप्रतिपत्तिमपाकर्तुं विवेचयति भग्नव्रतक्रियानातक्रियौ देशविराधको । क्रियाप्राधान्यमाश्रित्य ज्ञायते परिभाषितौ ॥३॥ भग्नेति । व्रतं प्राणातिपातविरमणादि, इच्छाप्रवृत्त्यादिक्रिया च संवेगपूर्वा तदनुगताचरणा, ततो भग्ने व्रतक्रिये येन स तथा, अनात्ता=अगृहीता क्रिया उपलक्षणाद् व्रतं च येन स तथा, भग्नव्रतक्रियश्चाऽनात्तव्रतक्रियश्च भग्नव्रत[क्रियानात्त ]क्रियौ देशविराधको परिभाषितौ ज्ञायते, प्राप्तस्य तस्याऽपालनाद् अप्राप्तेर्वेति व्यवस्थितविकल्पप्रदर्शनाद् भग्नव्रतक्रियस्य प्राप्ताऽपालनेनाऽनात्तव्रतक्रियस्य चाऽप्राप्त्यैव देशविराधकत्वव्यवस्थानात् । शुतवन्तमशीलवन्तमुद्दिश्य देशविराधकत्वविधानेनोद्देश्यविधेययोव्युत्पत्तिविशेषाद् व्याप्यव्यापकभावे लब्धे द्वितीयभङ्गे चाऽસ્વતંત્ર પરિભાષા રૂપ હોઈ તેમાં આવું કેમ? અને આવું કેમ નહિ? ઈત્યાદિ પ્રશ્નોને અવકાશ નથી. માટે શ્રુત તરીકે તો ભાવઠુત જ લેવાનું છે નહિતર તે (એટલે કે શ્રુત તરીકે જે દ્રવ્યશ્રુત પણ ચાલતું હોય તો) દ્રવ્યલિંગી અભવ્યોને પણ સર્વ આરાધક 1, માનવાની આપત્તિ આવે, કેમ કે તેમાં પણ દ્રવ્યશ્રુત તે હોય છે જ.. શકા-અવિરતસમ્યફષ્ટિ વગેરેમાં સુશ્રુષાદિ હોવા છતાં સ્વઉચિત શીલ હેતું નથી એવું તમે કહ્યું તે જાણ્યું. છતાં તેઓમાં શ્રુત તો હોય જ છે. તેથી અશીલવાનું શુતવાન એવા તેઓ પણ શ્રુતની અપેક્ષાએ દેશઆરાધક શા માટે નહિ? સમાધાન– જ્ઞાન-કિયા ઉભયસ્વરૂપ મોક્ષમાર્ગના એક દેશભૂત એવા શ્રુતની આરી - ધનાથી અવિરતસમ્યગૃષ્ટિ વગેરેમાં જે કે દેશઆરાધકપણું હોય છે, તે પણ તેની અહીં વિવક્ષા કરી નથી. તેમાં કારણ આ પ્રમાણે જાણવું-અવિરતસમ્યક્ત્વી, સંવિપાક્ષિક વગેરે જેટલું પણ શ્રત ધરાવતા હોય તેની તેઓએ યથાર્થ પ્રરૂપણું જ કરવાની હોય છે. એટલે કે પિતાનું આચરણ ભલે અર્થકામનું કે શિથિલતાનું હોય તે પણ તેઓએ અર્થકામને હેય તરીકે અને ઉદ્યવિહારને જ સત્યમાર્ગ તરીકે કહેવા પડે છે. (હેયઉપાદેય વગેરેની જાણકારી હોવા છતાં) આ બાબતમાં તેઓ અસત્ય બોલે તે મિથ્યાત્વે જવાથી તેઓનું શ્રુત એ મિથ્યાશ્રુત (દ્રવ્યહ્યુત) બની જવાના કારણે શ્રુતની અપેક્ષાવાળું દેશઆરાધકપણું જળવાતું નથી, માટે આટલા અંશમાં સત્યવ્રતને નિર્વાહ (અસત્યથી વિરમણ) એ જ તેઓનું શ્રુતની અપેક્ષાવળું દેશ આરાધકપણું બની જાય છે. આ દ્વિતીયવ્રતને નિર્વાહ એ તે એક પ્રકારનું શીલ જ છે. તેથી દ્વિતીયવ્રતના નિર્વાહરૂપ તે આમ વાસ્તવિક રીતે શીલના આરાધકત્વમાં ફલિત થાય છે, માટે શ્રતની અપેક્ષાએ પણ જે આરાધકત્વની વિવક્ષા કરવામાં આવે છે, તેનામાં મૃત તે છે જ. આ રીતે શીલ પણ આવી ગયું, એટલે સર્વ આરાધપણું જ વિવક્ષવું પડે, પણ દેશઆરાધકપણું નહિ. રા બાલીશજીને થયેલી મોટી વિપ્રતિપત્તિને દૂર કરવા બીજા ભાંગાનું પણ વિવેચન કરતા ગ્રંથકાર કહે છે– (ભગ્ન કે અગૃહીત બતક્રિયાવાળે જીવ એ દેશવિરાધક) જેઓએ ગ્રહીત વ્રત-કિયા ભાંગી નાખ્યા છે અથવા તે જેઓએ તેનું ગ્રેહણ જ કર્યું નથી તેવા જીવેને ક્રિયાની પ્રધાનતા રાખીને શાસ્ત્રકારોએ દેશવિરાધક કહ્યા છે એવું જણાય છે. અહીં વ્રત પ્રાણાતિપાત વિરમણાદિ રૂપ છે અને ઈચ્છા-પ્રવૃત્તિ વગેરે ક્રિયા તે વ્રતને અનુકૂળ એવી સંવેગપૂર્વકની આચરણ રૂપ છે. આ બેને જેણે ભાંગી નાંખ્યા હોય તે ભગ્નવ્રતક્રિય કહેવાય અને જેણે આ બેનું ગ્રહણ જ કર્યું નથી તે
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy